"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

बुधवार, 8 जून 2016

ભજન સંગ્રહ ભાગ 2

ભજન સંગ્રહ ભાગ 2
@#$અખંડ બ્રહ્મને ઓળખી તમે, જુઓ આ ઘટમાં જાગી@#$
@#$વિના ભેદ બાહીર મત ભટકો, ખોજ કરો માંહી આધી –અખંડ@#$
@#$સત શબ્દસે કરલે ગુજારા, વરતી રાખી વૈરાગી@#$
@#$મહાપુરુષના વચને ચાલો, તન મન દીયો ત્યાગી –અખંડ@#$
@#$નૂર નિરંતર ભાળો નૂરતસે, સુરતા બાંધી સુહાગી@#$
@#$અગમ ઘરમેં વાસ અલખકા, ગુરૂ ગમસે જો જાગી –અખંડ@#$
@#$અધર તખ્ત પર આપ બિરાજે, લીઆ અલક્ષ લક્ષ તાગી@#$
@#$ભજનપ્રકાશ પૂરણ બ્રહ્મ પાયા,મારી ભે ભ્રમણા ભાંગી–અખંડ@#$



@#$મઢીમેં તખત પર મેરી ધુન અખંડ@#$
@#$ચીદાનંદ સ્વરૂપ જ્યાં આત્મા અસંગ – મઢીમેં (૧)@#$
@#$નિરાકાર રૂપ જ્યાં નિર્ગુણ ન્યારા@#$
@#$જ્ઞાન પ્રકાશ જ્યાં નુર અપારા@#$
@#$અમૃત ધારા વહે ગરજે ગગન – મઢીમેં (૨)@#$
@#$ઢોલ નગારા ઘંટ રણકારા@#$
@#$વેણું જાલરના સુર લાગે પ્યારા@#$
@#$શહેનાઈ બંસરી સાથે બાજે મૃદંગ – મઢીમેં (૩)@#$
@#$પુર્ણ બ્રહ્મ જ્યાં શેષ નહિ માયા@#$
@#$આખા વિશ્વમાં એના અજવાળા@#$
@#$સદગુરુએ કરાવ્યા અમને એનાથી સંબંધ – મઢીમેં (૪)@#$
@#$સત્ય ભજન એક અમર ધારા@#$
@#$કોને કહુ આ અનુભવ અમારા@#$
@#$કહે નાથા ભગત રહું મગન હી મગન – મઢીમેં (૫)@#$


@#$बोलिए तौ तब जब बोलिबे की बुद्धि होय,@#$
@#$ना तौ मुख मौन गहि चुप होय रहिए I@#$
@#$जोरिए तौ तब जब जोरिबै को रीति जानै,@#$
@#$तुक छंद अरथ अनूप जामे लहिए II@#$
@#$गाइए तौ तब जब गाइबे को कंठ होय,@#$
@#$श्रवन के सुनतहीं मनै जाय गहिए I@#$
@#$तुकभंग, छंदभंग, अरथ मिलै न कछु,@#$
@#$सुंदर कहत ऐसी बानी नहिं कहिए II@#$



@#$शिव आए यशोदा के द्वार, मात मोहे दर्शन करा...@#$
मेरा सोया पड़ा है कुमार, बाबा तू भीख ले के जा...@#$
कैलाश पर्वत से आया हूं माता, घर तेरे जन्मा है जग का विधाता,@#$
आंगन में छा रही बहार, मात मोहे दर्शन करा...@#$
मुश्किल से बाबा ये दिन आज आया, बीती उमरिया में बेटा है पाया,@#$
मेरे प्राणों का है ये आधार, बाबा तू भीख ले के जा...@#$
गल तेरे बाबा है मुण्डों की माला, डर जाएगा देख ये मेरो लाला,@#$
ज़िद नाहीं कर तू बेकार, बाबा तू भीख ले के जा...@#$
जिसको समझती है बेटा तू अपना, वो तो है सारे जगत का विधाता,@#$
मेरा है जीवन आधार, मात मोहे दर्शन करा...@#$
जिससे तो डरता है संसार सारा, उसको डराऊंगा क्या मैं बिचारा,@#$
मेरे प्राणों का है वो आधार, मात मोहे दर्शन करा...@#$
डरती हुई माता भीतर से आई, गोदी में अपने कन्हाई को लाई,@#$
देवों ने जय-जय कहा, मात मोहे दर्शन करा...@#$
शिवजी को देखत कृष्णा मुस्काए, मन ही मन में शीश नवाए,@#$
जीवन को सफल बना, मात मोहे दर्शन करा...@#$


@#$वेद शास्त्र पुराण कमावा कारण शीखे
आठ पहोर दिनरात जई ने लमणे जीके
वाणी मधुर वदे मोर ना जेवी कहिये
सर्प विंछीने खाय, झेर तेवु छे हैये
राम रटणा कई न थयु ते गमार छे तेडीया
नरभो कहे खरने लाभ सो मिसरी भरी के भेळीया
नथी निपजतो प्रेम वाडी मा पाणी पाता
नथी मळतो प्रेम तेल चोळ्ये थी ताता
नथी मळतो प्रेम काई गांधी दोशी नी हाटे@#$
नथी मळतो काई प्रेम, वाटे ने घाटे
नथी मळतो काई प्रेम गुजरी तपासता गामो गाम नी
नरभो कहे प्रेम पुरो मळे, जो कृपा होई सदगुरु श्याम नी
एवो मळयो प्रेम व्रजनार ने बेभान थई मन मा फुली
कहान कहान कही फरे भान देह नु भुली
@#$प्रेमी विदुर नी नार, नहाता नग्न ज धाई
ऐ छे लक्षण प्रेमनु , जई भेटी जदुराई
@#$गर्भ ने काढी नाखता छोडा मुखे धराई छे
कहे नरभो प्रगट प्रेम नु पारखु छबीलो छोडा खाई छे


જય ગીરનારી ગુરુ જય ગિરનારી
@#$આયે હે હમ શરણ તુમ્હારી (૨)જય...
જો કોઈ તુમ્હારે શરણો મેં આયે
મન વંછિત ફલ પુરણ પાયે@#$
અબ કી હમારા આઈ હૈ બારી...જય...
દ્ત ગોરક્ષ કી એક હી હે માયા
બીચ મેં ઓંઘડ આ સમાયા
@#$નવનાથ ઓર સિધ્ધ દાતારી...જય...
વાઘનાથ ગુરુ હૈ હિતકારી
વેલનાથ ગુરુ મંગલકારી
@#$સિધ્ધ ચૌર્યાશી કી માયા હૈ ન્યારી...જય...
ભવનાથ શિવ હૈ ભયહારી@#$
રામનાથ શિવ કરે રખવારી
માત ભવાની હૈ સુખકારી...જય...
નાથ ત્રિલોક ગુરુ આદેશ કેહતે
ગિરનારી કી છાયા મે રહેતે
સદગુરુ દેવકી હૈ બલીહારી
જય ગિરનારી ગુરુ જય ગિરનારી


લગાયા દમ મિટાયા ગમ ખબર સુનકી પડી પ્યારે
હંમેશા લેહ લગી રહેવે પ્રભુકી શુભ લગન પ્યારે...
@#$છોડા થા તોપ કા ગોલા ઉડા પિંજોરકા કિલ્હા
વહા નહિ તોપ થી કોઈ ચિલમ કી માર થી પ્યારે...
ચિલમ કી યાદમેં મારા શીલા બીચ યોગીને ચીમટા
નિકાલી ગંગ કી ધારા વો ધુરંધરનાથજી પ્યારે...@#$
લગાકે દમ શ્રી ગિગેવ ને પિરાઈ પ્રાપ્ત કી દેખો
જગત મેં હો ગયે વો તો બહોત સરનામ પ્યારે...
અજબ બુટી હૈ યે ભાઈ, જીસે શંકરને સ્વીકારી
@#$કરો મત કોઈ ભી ઉનકો કહિં બદનામ વો પ્યારે...
કરો ત્રિલોક પર ક્રુપા છુડાઓ મોહ કા બંધન
જહાં મેં મિલ ગયે હમકો ગુરુ સોમનાથજી પ્યારે...


સદા મગન મેં રહેના સંતો
સદા મગન મેં રહેના
નહિ કિસીસે કહેના કુછ ભી @#$
નહિ કિસીકી સુનના... ટેક...
સેવા સમરણ દાન દયા કર
@#$ભવસાગર સે તરના
ગુરુ કે ચરન કમલમેં અપને
નિશ્ચલ મનકો ધરના... ટેક...
કાનયમ ક્રોધ મદ મોહ ભગાકર
@#$જાપ અજંપા કા જપના.
ઘટ ઘટ મેં હૈ વ્યાપી ઈશ્વર
ઉનકો ચિત મેં ધરના... ટેક...
માયા મમતા કે ચક્કર મેં
નહી કભી ભી પડના
@#$સંત સમાગમ કર કે નિશદિન
શુન્ય શિખર ગઢ ચઢના... ટેક...
પર ઉપકાર કર કે જીવનમેં
દુખિયોં કે દુ:ખ હરના
નાથ ત્રિલોક કી વિનંતી સુનિયે
અહંકાર કો તજના... ટેક...



@#$ઝટપટ મન ચેત તજ ખટપટ - છંદ રેણકી
દુહો
કયું અટકત શુભ કાજમેં, ખટપટ મત કર ખ્યાલ,
કઠિન ઝપટ શિર કાલકી, ઝટપટ તજ જંજાલ.@#$
છંદ - રેણકી
@#$ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે---
ઘટઘટ પ્રતિ રોગ, અઘટ ઘટ ઘટના, વટવટ જ્ઞાન વિકટ વરનં,@#$
તટતટ ફિર તિર્થ સહત સંકટ તન, મિટ તન ફેર નિકટ મરનં,
રટરટ મુખ રામ શમટ ભવસાગર, તરની શુભ વટ શરટ તરે – ઝટપટ...૧
@#$તનમન ધન કિસન શરન કર અરપન, મન રન હન બન મોક્ષ બરં,@#$
છન છન દન જાત કાલ ગતિ ધન સમ, અમન ચમન મન કયું અડરં,
દરશન મન મગન ભજન કર નિશિ દિન, જપતનિરંજન પાય જરે—ઝટપટ...૨
હર હર પર વિપત ધ્યાન ધર હરિ હર, ડર ડર પગ ભર દુક્રત ડરં,
કર કર શુભ કરમ ધરમ અવસર કર, નરવર સબ પર સમ નજરં,
ફર ફરના જન્મ મરન ફેરા ફર, શ્રીવર ચિતધર કાજ સરે—ઝટપટ...૩
હક હક ગ્રહ બાત અહરતજ બરહક, બક બક મત કર જક બદનં ,
@#$છક છક મત ઈશ્ક તકત કયું બદ તક, મસ્તક ફિરત કેફ મદનં,@#$
અંતક મિલ દૂત મચાવત ધક બક, ડારત દોજખ જીવ ડરે—ઝટપટ...૪
છલબલ તજ સકલ ચપલ મન ચલદલ, પલ પલ દુ:ખ માયા પ્રબલં,
જલબલ તન ખાખ હોત નિર્બલ જન, કલ ન પરત ગતિ હે અકલં,
તલ તલકી ખબર લેત હરિ ભૂતલ, ચલ સદ્પંથ જનમ સુધરે—ઝટપટ...૫
દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ, પગ પગ મગ મગ અલગ પરં,
ચગચગ મુખ દંત બચન જબ ફગફગ, જમ અનુચર લગભગ જગરં,
@#$ભગવત ભજ ચેત સુભગ નર જગ ભલ, પિંગલસુજસ અચલપ્રસરે—ઝટપટ...૬@#$



દુહો ઝળોમળ દીવડો

હંસ વાહિની જગ કહે અચરજ એહ અપાર,
તું કવિ રસના પર રહે હંસ ચડે કીણ બાર ? ૧
સુરપતિ બાહન તરુ ભ્રખે નર પતિ બાહન નાજ,
@#$તવ બાહન મોતિ ચૂગે તું સારાં શિર તાજ. ૨@#$
પરમ શક્તિ કૃતિ પરમ ગતિ અપ્રમાન,
પરા વાક મતિ પરમ પર પરમ ભક્ત જીણ પ્રાન. ૩
@#$સુખ દેણો દુ:ખ મેટણો, માં કરણી રો નોંમ@#$
ચરણ શરણ દે ચારણી, પુનિ પુનિ કરું પ્રમાણ. ૪
કરણીને કાને જશે અંતર તણો અવાજ,
પછી જાવા ન દયે જોગણી લાખે વાતે લાજ. ૫
@#$કરણી આગે કીજીયે, પીછે ન ધરીએ પાંવ,
@#$વેરી વસિયર વાઘ વરુ, દોખી ન ખેલે દાવ ૬
સુજે ન કેડા સોયલા તો કિં મુંઝાઈ મરાં ?
શ્રદ્રા જ્યોત જલાવણા, અરુ આવડ આશ કરાં. ૭
ત્રિશુરાળી છોરું તણા તોડણ ભવ તાળાં,
દુશ્મન પ્રદેશે દાગીયા, રણમે રાય તનોટ. ૮
રૂપ સિંહણ રાજલ બની ડણકી તું દાઢાળ,
ડર્યા અકબરને થરહર્યા બીબડિયું ને બાળ. ૯
સરધાર પર શેખ તણા ભાંગીને કર્યા ભુકા
એ બાકરના બુકા જમી ગઈ તું જીવણી. ૧૦
સાયર માછીયા સોત ગરવો આખો ગળું,
આભ ઉંડળમાં લઉં મેરગર ઢંઢોળું માંડળીક ૧૧ .
કૂરડીએ હેકણ કટક નોતરિયું નવલાખ,
સવાઈ ચડાવણ સાખ વિહોતેરની વરવડી. ૧૨
દેવી દી ઘણા તું પાધરીએ પાધરા,
હોય જો કફર્ય તણા તો વહેલા ટાલજે વરવડી. ૧૩
લાલ બપોરે લાપસી, સવારે સુંવાળી સેવ,
દૂધેને ભાતે દેવ, દેજે વિયાળું વરવડી. ૧૪
ચતુરાઈના ચિતરેલ ચાકળા, બાંધેલ બારણે બાઈ,
એમાં ઉણપ હોય જો આઈ, તો રંગ પુરજે તું રવેચી. ૧૫
અષાઢે અંબર ચડે, પ્રઘળાં હાલે પુર,
દેવી ગરબા દુર તારા ફરીને આવે ફૂલબાઈ. ૧૬
જે કરથી તેં ઝાલીયું, મારી આરત આંગળીયું,
માડી હજી ન મેલજે હજી મારે પાપા પગલીયું. ૧૭
ઘોડીનો ઘોડો કીયો, મેરી કીયો મરદ,
ચોડી ધર ચૂંવાળામાં, બહુચર રાખે બિરદ. ૧૮
કૂકડિયા ભોજન કિયા, મેરી કીયો મરદ,
મુગલ તણા ઘાટ માંય, તેં બોલાવ્યા બહુચરા. ૧૯@#$
કરે ન્યાય જ્યાં કાળીકા, ફરે ન કાંટી મન ફેર,
રાવળ પતાઈને રોળીયો, વસાવ્યું ચાંપાનેર. ૨૦
મૂખ ગંગા ચખ સરસ્વતી, ધાબળીએ જમુના,
અવતારી અન્નપૃર્ણા, ધન ધન સોનલ માં. ૨૧
રૂડા ઘડીને રોટલા, ખવરાવીને ખાય,
કલ્યાણી રાજે કોડાઈમાં, ગરવી ગંગા માઈ. ૨૨
ભવાની જ્યારે ભાવથી તને મું પોકારું માં,
તેદી તું નારાયણી મને હસીને કહેજે હા. ૨૩
ડગ કુપંથે નહ દીયા, ખોટાં વધેન વ્હેર,
મોગલ તણી મહેર, પછી લાખે વાતે લ્હેર. ૨૪
ઓખા ધરા ઉજાળવા જાહર ચારણ જાત,
ઘાંઘણીયા દેવસુર ઘરે મોંગલ જન્મી માત. ૨૫
મોંગલ માં ધીંગોધણી, મોંગલ માને બાપ,
@#$સાજાં તાજાં સૌ સુખી, મોંગલને પ્રતાપ. ૨૬
એક હાથમાં બળદિયો, બીજે હાથે સિંહ,
ચોરાડી ચાંપલ તણી કોઈન લોપે લીંહ. ૨૭
ફેંકે તો ફગેય ખરો, બિર અર્જણરો બાણ,
ચાંપલ વેણ ચૂકે નહીં, મર પલટ જાય બ્રહ્માડ. ૨૮
મંગલ કરણી માઈ, સમરથ મામડિયા સધુ,
આંગળીને ટેરવે આઈ, ખેલાવે બ્રહ્માડ ખોડલી. ૨૯
શાંતિ કરણ જગભરણ તું, ઘડણ ઘણા ભવ ઘાટ,
@#$નમન આધ્ય નારાયણી, વિશ્વ રૂપ વૈરાટ. ૩૦
ચિંતા બિઘન બિનાસીની, કમલા સની શક્ત,
બિસ હથી હંસ વાહિની, માતા દેહુ સુમત. ૩૧
તેં. કીધાં તીયાર અંબર પહેરાવી ઉજળા,
ધૂળમાં રમ્યા ધરાર મેલાં થઈ ગ્યાં માવડી. ૩૨
પાછાં તું પરમેશ્વર નવરાવ આછે નીર
ચોખાં પહેરાવી ચિર ઓપાવી દે અંબિકા. ૩૩
વંદે વિણા વાદીની શારદ કરો સહાય,
કાર્ય સફર કરવા કજુ પૂજું દયાળી પાય. ૩૪
ઘનશ્યામ હોંશે ગ્રંથવી રસભીની રળિયાત,
@#$દુહા પ્રબંધે દમકતી બડી કવિયો રી બાત. ૩૫@#$
દુહા સ્વરૂપે દમકતો વિધ વિધ કવિંદ વિચાર,
રાખો હદય મોજાર દુહા ઝળોમળ દીવડો. ૩૬
પ્રગટે સૂરજ પૂર્વમાં, પ્રચંડ દેતો પ્રકાશ,
ઉર ઉર દિયે અજવાસ, દુહો ઝળોમળ દીવડો. ૩૭
ચાર ચરણ ગુન ચારહૈ હરમત હિત હુલાસ,
અંતર દિયણ અજવાસ, દુહો ઝળોમળ દીવડો. ૩૮
વક્તા રો સાથિ વડો, વાત વળોટ લીયંત,
મન ભર મોજ દીયંત, દુહો ઝળોમળ દીવડો. ૩૯
દુહો ખેલે દાવ, જ્યાં જાંગીના ગડગડે,
જનોઈ વઢા ઘાવ, માથા પડે ધડ લડે. ૪૦
કામણ કરે કમાલ ખોડેલ ખાંભી ખળભળે,
પાણા કરે પ્રીતાળ દુહો અમારા દેશનો. ૪૧
નહીં રાગ નહીં રાગણી, નહીં ગાણું નઈ ગીત,
ચરરર વિંધે ચિત્ત, દુહો અમારા દેશનો. ૪૨
સોરઠીયો દુહોભલો ભલી મરવણ રી વાત,
જોબન છાયી ધણ ભલી તારા છાયી રાત. ૪૩
પુત કપુત છઠી આંગળી અજા આંચળ દોય
રાખ્યા નો મહિમા નહીં દૂર કરે દુ:ખ હોય ૪૪
પીડા એ શીખવ્યો પાઠ, ભવ લગ ભૂલશે નઈ
એને દુ:ખનું દુજીવાર ખાતું ખુલશે નઈ ! ૪૫
કરત કુસંગ ચાહત કૂસલ એહી બડા અફસોસ
સમદર કો મહિમા ઘટયો રાવણ બસ્યો પડોસ ૪૬
સમજણ દે તો ધન દે, નહીં તો સમજણને વાર
@#$એક સમજણ બીજું નિર્ધન પણું, દો દો ધક્કા ન માર. ૪@#$



બારમાસી ત્રિભંગી છંદ
કહું માસ કાતી તિય મદ માતી, દીપ લગાતી રંગરાતી,
મંદિર મહેલાતી સબે સુહાતી મૈ ડર ખાતી ઝઝકાતી,
બિરહે જલજાતી નીંદ ન આતી લખી ન પાતી મોરારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧
માગશર માસી ધર્મ પ્રકાસી રુતુ હુલાસી સબભાસી,
મૈ ફિરુ ઉદાસી નાખ્ય નિસાસી, ચિત ચપલાસી અકુલાસી,
અન નહીં અપવાસી, વૃત્તિ અકાસી નહીં વિસવાસી મિલવાહી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૨
@#$પોશે પછતાઈ શિશિર સુહાઈ થંડ લગાઈ સરસાઈ,@#$
મન મથ મુરજાઈ રહ્યો ન જાઈ વૃજ દુ:ખદાઈ વરતાઈ,
શું કહું સમજાઈ વેદવતાઈ નહીં જુદાઈ નરનારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૩
મા મહિના આયે લગન લખાયે મંગલ ગાયે રંગ છાયે,
બહુ રેન બઢાયે દિવસ ઘટાએ કપટ કહાએ વરતાએ,
વૃજકી વનરાયે ખાવા ધાએ, વાત ન જાયે વિસ્તારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૪
ફાગુન પ્રફુલીતં, બેલ લલીતં, કીરકલીતં, કોકિલં,
@#$ગાવત રસગીતં, વસંત વજીતં દન દરસીતં દુ:ખદિલં,@#$
પહેલી કર પ્રીતં, દૂર કરિતં, નાથ અનિતં, નહીં સારી,
કહે રાધે પ્યારી હું બહિહારી, ગોકુલ આવો ગિરિધારી...૫
મન ચઈતર માસં, અતિ ઉદાસં, પતિ પ્રવાસં, નહીં પાસં,
બન બને બિકાસં, પ્રગટ પલાસં, અંબ ફલાસં, ફળ આસં,
સ્વામી સહેવાસં, દીએ દિલસં, હીએ હુલાસં, કુબજારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૬
વૈશાખે વાદળ પવન અપ્રબળ અનળ પ્રગટ થળ તપત અતિ,
સોહત કુસુમાવળ ચંદન શીતળ હુઈ નદીયાં જળ મંદ ગતિ,
કીનો હમસે છળ આપ અકળ કળ નહીં અબળા બળ બત વારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૭
જેઠે જગજીવન સુકે બનબન ઘોર ગગન ઘન સજત ઘટા,
ભાવત નહીં ભોજન જાત બરસ દન, કરત ત્રિયા તન કામ કટા,
તલફત બ્રજકે જન નાથ નિરંજન દિયા ન દરશન દિલધારી,
@#$કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૮@#$
આષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલધારં,
દાદૂર હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,
નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદકુમારં, નીરખ્યારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી….૯
શ્રાવણ જલ બરસે સુંદર સરસે બદ્ધર ભરસે અંબરસે,
તરુવર ગિરિવરસે લતા લહરસે નદીયા પરસે સાગરસે,
દંપતી સુખ દરસે સેજ સમરસે લગત જહરસે દુ:ખકારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૦
ભ્રાદ્રંવ હદ ભરીયા ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા તનતરીયા.
મથુરામેં ગરીયાફેર નફરીયા કુબજા વરીયા વસ કરિયા,
@#$વૃજરાજ વિસરીયા કાજ ન સરીયા મન નહીં ઠરીયા હું હારી,@#$
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૧
આસો મહીનારી આસવધારી દન દશરારી દરસારી,
નવનિધિ નિહારી ચઢી અટારી વાટ સંભાળી મથુરારી,
ભ્રખુભાન દુલારી કહે પુકારી તમે થયારી તકરારી,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૨
આશો અધિકારં, ધર્મ વધારં, પ્રભુ પધારં, કર પ્યારં,
સુખ એજ સુધારં, તેજ અપારં, નાથ નિહારં, વૃજ નારં,
કહે રાધે પ્યારી હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી...૧૩



છે સર્વ લીલા સર્વ સ્થળમાં
રાગ : ભૈરવી – ત્રિતાલ
છે સર્વ લીલા સર્વ સ્થળમાં, સર્વ શક્તિમાનની
ગુણવંત થાવું ગર્વ તજીને, ગૂઢ ગતિ છે જ્ઞાનની,...ટેક.
ભક્તિ નવ ભેદ છે, સમજો તેનો સાર,
પ્રેમ ભક્તિ પ્રભુને પ્રિય પામે નહીં કોઈ પાર,
કોઈ પાર પામે પુરુષ વીરલા, ધૂન લાગે ધ્યાનની.છે સર્વ...૧
લીલામાં રસ લાગશે સુકામાં નહીં સ્વાદ,
સ્થિર મનથી અનુભવ થશે, આપ કરી લ્યો યાદ,
કરી યાદ બરને કવિ પિંગલ, બાળલીલા કાનની. છે સર્વ...૨


જેને મળે ધણી મોટો રે (ભજન : ધીરાના ઢાળનું)
@#$જેને મળે ધણી મોટો રે, તેને શું રહે તોટો,
@#$ભલે હોય જાતે છોટો રે, જોતાં નાવે તેનો જોટો રે...જેને...ટેક.
જુવો સુદામો વિપ્ર જાતનો, દુ:ખી હતો બહુ દીન,
કંચલ મહેલ બન્યા સુખકારી, પ્રભુ મળ્યા પ્રબીન,
કશબી થયાં કપડાં રે, પેરવા નોતો લંગોટો... જેને...૧
પાંચ હતા પાંડવના પુત્રો, શત કૌરવ શૂરવીર,
ભારત અંતે પ્રભુ થયા ભેરુ, સુન્દર શ્યામ શરીર,
જુવો ધર્મ જીત્યો રે, ખરો રિપુ થઈ ગયો ખોટો... જેને...૨
કળજુગમાં નરસી મહેતાના, કૈક સુધાર્યા કાજ,
પુત્રીના મામેરાં પૂર્યા નાથ, ગરીબનિવાજ,
હેમની હાથે ઝારી રે, પીવા નોતો જળનો લોટો... જેને...૩
ભક્તિ કરજો ભાવથી, તૃષ્ણાનો કરજો ત્યાગ,
ઈશ્વર પૂરે મનની ઈચ્છા, રહે સદા રંગરાગ,
પિંગલ દેયું પડશે રે, પાણી કેરો પરપોટો... જેને...૪


જાગોને જાગોને દુરાયજી
રામકલી
જાગોને જાગોને દુરાયજી, મોહન જોવે તે માગો,
દર્શન આપો દાસને, ત્રિકમ આળસ ત્યાગો...જાગોને...૧
રવિએ રથ શણગારીયાં-અળગું થયું છે અંધારું,
ગોકુલ સુંદર ગામડું, સહુને લાગે છે સારું...જાગોને...૨
@#$ગૌ લઈ લઈ ગોવાળિયા આંગણિયામાં આવે,
મિત્ર કહીને માવજી, બહુ હેતેથી બોલાવે...જાગોને...૩
સરખે સરખી સાહેલડી, જાય જમુનાના પાણી,
મહિડા લઈ મૈયારીયું, તમ કાજે રોકાણી...જાગોને...૪
જીવન ઝટપટ જાગીયા, વિનતિ સુણી વનમાળી,
પિંગલસી કે પ્રભાતમાં, મૂર્તિ જોઈ મરમાળી...જાગોને...૫


ગજબ હાથે ગુજારીને
રાગ : કાફી – તાલ : દીપચંદી
ગજબ હાથે ગુજારીને, પછી કાશી ગયાથી શું;
મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું...ટેક
દુ:ખી વખતે નહીં દીધું, પછી ખોટી દયાથી શું;
@#$સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું ;…૧
વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું;
જગતમાં કોઈ નવ જાણે, જણેતાના જાણ્યાથી શું...૨
સમય પર લાભ આપ્યો નહીં, પછી તે ચાકરીથી શું,
મળ્યું નહીં દૂધ મહિષિનું, પછી બાંધી બાકરીથી શું...૩
ન ખાધું તેમ ન ખવરાવ્યું, દુ:ખ થઈ ને રળ્યાથી શું,
કવિ પિંગલ કહે, પૈસા મુવા વખતે મળ્યાથી શું...૪


આદિ શિવ ઓઉંકાર - છંદ ચર્ચરી
છંદ ચર્ચરી
આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર, નિરંજન નિરાકાર, ઈશ્વર નામી,
@#$દાયક નવ નિધિ ધ્વાર, ઓપત મહીમાં અપાર, સરજન સંસાર સાર સાર, શંકર સ્વામી,
ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જલ તરંગ, ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,
સુંદર મુર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ, ભજહું મન ભીમનાથ શંકર ભારી...૧
ભલકત હે ચંદ્ર ભાલ જલકત હે નૈન જ્વાલ, ઢલકત હે ગલ વિશાલ મુંડન માલા,
ધર્મ ભક્ત પ્રણતપાલ, નામ રટત સો નિહાલ, કાટત હે ફંદ કાલ દીન દયાલા,
શોભે યોગી સ્વરૂપ, સહત બ્રખા, સીત, ધુપ, ઘુર્જટી અનુપ ભસ્મ લેપન ધારી સુંદર...૨
ઘુમત શક્તિ ઘુમંડ, ભૂતનકે ઝુંડ ઝુંડ, ભભક્ત ગાજત બ્રહ્માંડ નાચત ભૈરુ,
કરધર ત્રીશૂલ કમંડ, રાક્ષસ દલ દેત દંડ, ખેલત શંભુ અખંડ ડહકત ડેરું,
@#$દેવન કે પ્રભુદેવ, પ્રગડ સત્ય અપ્રમેવ, ચતુરાનન કરત સેવ નદી, સ્વારી. ...૩
સોહત કૈલાસવાસ, દીપત ગુણપાસ દાસ, રંભા નિત કરત રાસ ઉત્સવ રાજે,
નિરખત અંધ હોત નાસ, તુરત મિટત કાલ ત્રાસ, હોવે મનકું હુલાસ, ભ્રમનાં ભાજે,
ચરચત ચર્ચરી છંદ, પિંગલ સબકું પસંદ, વંદન આનંદ હોત, વારંવારી, સુંદર....૪


ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા
(દુહા)
નેક, ટેક અને ધરમની જ રે અને વળી પાણે પાણે વાત
ઈ તો સંત ને શૂરાના બેસણાં અમ ધરતીની અમીરાત
હે... ધન દામોકુંડ રેવતી અને ધન ધન તીરથ ધામ
ધન મંદિર ધન માળીયા હે ઓલું ધન ગોકુળીયું ગામ
@#$શાર્દૂલ કેરા સાદથી જ રે અને ઓલી ગહકે ગહકે મોરાંય ગીર
@#$નીજ પહાડા પર સર પ્રાછટે એમ મારો ધન નાદે વનવીર@#$
મનહર મુખે માનુની અને ગુણિયલ જાત ગંભીર
ઈણ કુંખે નર નીપજે ઓલા વંકડ મૂછા વીર
(છંદ)
સ્નેહ, હેત ને કરુણાના જ્યાં કલ કલ ઝરણાં હાસ્ય કરે
પ્રીત પાલવડે રોજ પાળીયે સિંદૂર વરણી સાંજ ઢળે
@#$ખમીરવંત ઘોડાં ખરતાડે ને પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
રે... તારી આભે કીર્તિ ધજા અડી
શિર પર પગલાં સતી સંતનાં જતી કેડી જંગલ વીંધી@#$
વળી આંગળી ઘર પર પાછી મહા ધરમ મારગ ચીંધી
@#$સત્ય ધરમ કાજે શૂરવીરની ખેધીલી તેગો ખખડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી આભે કીર્તિ ધજા અડી
@#$રે... તારી આભે કીર્તિ ધજા અડી


તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે …

છંદ રેણકી ૧ :
અષાઢ ઉચ્ચારમ્ , મેઘ મલ્હારમ્ , બની બહારમ્ , જલધારમ્
દાદુર ડક્કારમ્ , મયુર પુકારમ્ , તડિતા તારમ્ , વિસ્તારમ્
ના લહી સંભારમ્ , પ્યારો અપારમ્ , નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે,અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…@#$
ભાદર ભરિયા, ગિરિવર હરિયા,પ્રેમ પ્રસરિયા તન તરિયા
@#$મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા વસ કરિયાં@#$
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
આસો મહિનારી, આસ વધારી, દન દશરારી દરશારી@#$
@#$નવનિધિ નિહારી,ચઢી અટારી, વાટ સંભારી મથુરારી
@#$ભ્રખુભાન દુલારી, કહત પુકારી, તમે થીયારી તકરારી
@#$કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…



છંદ:- ચારણી
ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
@#$જીય નદી રૂપાળી નખરાળી@#$
આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
@#$ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા@#$
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
@#$ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી


પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
લીલાધર કેવાણો , વેદે વંચાણો,
ગીતે ગવાણો, ગોવાળ દેખાણો,
નટે નચાણો , નંદકુંવર કેવાણો.
બાજીગર જોવાણો, કેશવ કેવાણો,
સારથી સમજાણો, હૈયે હરખાણો.
રણછોડ દેખાણો,રાવણ રોળાણો,
વખે પીવાણો ,તુલશીયે તોલાણો.
ગોવર્ધન ધરાણો, વચને બંધાણો,
ભરત કહે બધે ,નિરાકારે નીરખાણો..
@#$

છંદ વીર રસ ( કવિ શ્રી પિંગળ)
પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવાનુ ખાવાનું,
ઘોડે ચડવાનું મૂછે તાનું, ઘવરાવાનુ ઘાવાનું,
કૃત શૂરવિરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનુ મહારથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૧…
કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં ટંકાર,
બંદૂક બહારં, મારં મારં હાહાકારં હોકારં,
નર કઇ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં રામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૨
દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિઝાવે બિરદાવે,
દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, ના મુખ આવે દામ નથી,
@#$વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૩
ઉદ્વત નર એવા, કરે ન સેવા હલકા હેવા જડ જેવા,
જનમે દુઃખ દેવા લાભ ન લેવા, મળે ન મેવા માગેવા,
કહે પિંગલ એવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી.. ૪



વિસામણ બાપુ ને પ્રાર્થના
અમથી શું વેર વિહળા, ન આવ્યો કષ્ટ હરવા,
આંખે નીંદર ઘેરાણી, કે અંગે આળસ ભરાણી.
નાગર નરસૈયો ભીડે ઘેરાયો, હદય તારે ડૂમો ભરાયો,
કળિયુગ ભલે કઠણ રહ્યો, તું હાથ હાર લઇ દોડ્યો.
જામીન બની જદુનાથ, ધર્યો ભક્ત પ્રભુપાદ.
અમથી શું વેર વિહળા……
દૈત્ય ભ્રાત દશાનાનનો, શરણે આવ્યે ઉગાર્યો,
બિરુદ ધરી સૂર્યવંશનું, અર્થ શરણ અભ્યાગતનો વધાર્યો.
@#$બની તે રાજા રામૈયો, વંશ રઘુ તણો દીપાવ્યો.ઇન્દ્ર કોપી વ્રજમાં વરસ્યો, તું અભિમાન ઓગળવા તરસ્યો.
આંગળીએ ધરી ગોવર્ધન પર્વતને, પ્રભુ થઇ તું સ્થપાયો.
માનવ બની ગોકુળમાં, ભક્ત ઉધારવા અવતર્યો.
અમથી શું વેર વિહળા……
કોલવો ભક્ત બેઠો હઠ કરીને, તારે આથમણે દ્વાર.
પાછો ફરી દઈ દર્શન માધવા, દિન ભક્ત ને ઉદ્ધાર.
ફરી ઉગમણેથી આથમણે, ઉઘાડ્યા વિશ્વાસના દ્વાર.
પાંડવ કુળ કાજ પરમેશ્વર, દિન-રાત તું જાગ્યો.
દ્રૌપદીના પાત્રને અક્ષય બનાવી, જગને જમાડ્યો.
લાજ ને લાખાગ્રહ થી બચાવી, કુલ પાંડવ બચાવ્યો.
અમથી શું વેર વિહળા……
મારવાડ મૂકી કાઠિયાવાડમાં અવતાર લઇ સંચર્યો.
કાઠી કુળ ઉજાળવા, ઠાકર માનવ બની અવતર્યો.
પાળીયાદે ગંગોત્રી, જમનોત્રી આવકારી ખવડ ઉધાર્યો.
અમથી શું વેર વિહળા……
પાળીયાદ ને આંગણે પ્રભુ પંડ્યે રામદેવ પધાર્યો.
ગેબી ને ચંદન નાથની કૃપા થી, ધર્મ વધાર્યો.
કાઠીનો કાઠીયાવાડ બચાવી, તેને ઉગાર્યો.
અમથી શું વેર વિહળા……
પૃથ્વીનો પાલનહાર, પ્રભુ કાળીયો કિરતાર.
ધરમ ની ધજા ફરકે, પાળીયાદ વિસ્તાર.
@#$તારી આંખો માં વરસે પ્રેમ ની અખૂટ ધાર.
અમથી શું વેર વિહળા……
અમે દિન, મતી હીન, ભૂલ્યા અમે સત કેરી કેડી.
નાથ તારો બાળક જાણી ઉગારજે ખોળે તેડી.
તોડજે હીણા કર્મો અને વ્યસનો તણી બેડી.
અમથી શું વેર વિહળા……


વીર રામવાળાના દુહા
ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,
પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !
પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,
હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !
પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !
ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,
તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !
ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,
દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !
વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,
ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !
શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,
તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !
ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,
સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !
અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,
@#$ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !


મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
એને વંદના કરે છે સુરજ ભાણ મારી મોગલ ને ભેળીયો
શેષદેવ નાના ને દાદા મહેશજી
એને ઉમયાએ ધર્યો હાથો હાથ
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
આભ કેરા આ ભરાણા તારલા જબુકતા
એને ચાંદા સૂરજના પ્રકાશ
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
ત્રણ ત્રણ લોકમાં ત્રણ જ્યા ભુવનમાં
નવખંડમા તારા નીસાન
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
બ્રહ્માને વિશ્ર્ણુ બેય ઉતારે આરતી
ઇન્દ્ર જેવા ધરે ધ્યાન મારી મોગલને ભેળીયો
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
લાલ રે ચુડાનીમા લાજું તારા હાથમા
એની ઓઢણીયે તારો આધાર
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
સુતા ને જાગતા માડી સમરણ તમારા
ગુણલા કવિ મેકરણ ગાય
મારી મોગલને ભેળીયો
મોગલમાં ને ભેળીયો મારી આવડને ભેળીયો
કવિ : મેકરણદાન ગઢવી


મને માવતર મળે તો સોનલ માળી જેવા મળજો,
આ ભવે મળ્યા મને ભવોભવ મળજો.
મારી મઢળાની દેવ મારી માં.
માવતર મળે તો...
પાપા પગલી ભરી જગમા હુ આવ્યો,
બાવળી જાલી તમે ખોડે બેસાડયો.
મારી દયાળી સોનલ માં.
માવતર મળે તો...
ભર જુવાની ગઇ માન ને ગુમાન મા,
ભક્તિ કરી નહી મે તો અભીમાન મા.
મારી મઢળાની સોનલ માં.
માવતર મળે તો...
જનમ સુધારો અંધકાર ને સુધારજો,
શ્રધ્ધા નો દિપ મારા દિલ મા પ્રગટાવજો.
મારી દયાળી સોનલ માં.
માવતર મળે તો...
માં તે માં બીજા વગડા ના વા છે,
દેશદેવી માં દુ : ખ દર્દ ની દવા છે.
મારી રામદાસની હે માં.
માવતર મળે તો...



મોગલ આવે ભેળી નવલાખ આવે પછી અષ્ટ સિદ્ધિ નવે નીધી હોય રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....
તળીયે ભભુકી ને ખળીયે દાણે દાણે ફળીયે તુલસીમા તુય રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....
ગીરમાં દણુકી ને નીરમાં ગરજતીને વીરમાં પીરમાં વાસ રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....
યુધ્ધમાં મારે પાછી દુધ દઇ પાળે અને બુધ્ધ થઈ સાતી બતાઈ રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....
વારણા લેવે ત્યાતો પારણા જુલે આઇના બારણા ખુલ્લે ખુલ્લા હોય રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....
આવે અધહાદે આઇ રાવે નવ બીજે જાય ગુણગાય તોળાચારણ રાજ રે
આઇ તને ખમા ખમા એ ખમા ખમા રે.
મોગલ આવે....




મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....
ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....



અરજ સુણી ને અમતણી ભગવતી રહેજો ભેળ
માં તુ છે દૈત્ય રે વીદારણ દેવીઓ હવે માં તુ કરજે મહેર
જાહલ ચીઠી મોકલે તુ વાચજે નવગણ વીર
સીંધમા રોકી મને સુમરે વીરા નવગણ મને હાલવા નાદે હમીર.
અરજી રે સુણી આઇ તુતા આવતી તી રે
અમારો સાદ સુણીને સીધાવતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવગણ આવયો વરુળીના નેહળે જગદંબા ને લળી લળી ને લાગયો છે પાય
પછી હેતથી આઇ એ હાથને લાંબા કરયા વીર નવગણના ઓવારણા લેતી આઇ
તેદી વરુળી બનીને માં વીનવતી તી રે નવગણના ગોળલા વાળતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
ચુલે ચળાવી જગદંબા એ નાની એવી કુલળી એમા અખુટ દુધળા ઊભરાય
પછી વાલથી ખવરાવે નવગણ વીર ને માં નુ હૈયુ હેતથી ઉભરાય
તેદી પ્રેમથી દુધળા પીવળાવતી તી રે માં કુલળીમા કટક ને જમાળતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવગણ કહે હાલ્યો હું સીંધમા મને આદો છે દરિયો અપાર
હવે જગદંબા મારગ બતાવજે તુ છે મારી મગરવાળી માં
તેદી ચકલી બનીને ભાલે આવતી તી રે માં દરિયામા ગોળલાને વારતી તી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ ખોડલમાં રે ખમકારી...
જંગ મા નવગણને જીતાવી ને જગદંબા એ મારયો છે સુમરો હમીર
બંધી ખાનેથી બહેન જાહલ ને છોળાવી પછી સુખના વાયા સમીર
તેદી ચારણ નંગા ની ભીળ ભાગતી તી રે માં લાજુ સોરઠની રાખતી તી રે માં ખોડલમાંતુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...



ચારણ કુળમાં જનમી સોનલ મઢળે તારા મુકામ
ચારણકુળ ને તારવા માળી નવખંડ રાખ્યા નામ.
વર્ણ માથે વીફરયો ઓલે દારુએ વાળયો દાટ
જીવન ગણાના ઝેર કરી દીધા ને રેવા દીધો નહી ધાન
નેસળામા જઇ નાથીયો જેણે મેલી દીધી મરયાદ
ભાઇ ભાઇ મા ભ્રાત પળાવી ને કોણ સુણે ફરિયાદ
ચારણ કેરી વારુ કરવા તુ રથળા જાડા જોળ
મૈસાસુર ને મારવા માળી વીસભુજાળી તુ દોળ
મઢળામા જેદી એ માડયો છે મેળો નોતરી ચારણ નાત
આભથી ઉચી બેળલી મેલી પ્રગટી છે પ્રભાત
ગોર અંધારા ઉતરયા એમા દીસા સુજે નઇ કાઇ
જળહળ જયોતુ જોગમાયા તુ પ્રગટી છો પ્રભાત
દુર્ગણ રુપી દરિયો એમા ઉછળે મોજા અપાર
માનવીના ગુના માફ કરી દેજે આપજે સુજ અપાર
નાવ તરયુ ચારણ કેરુ મધદરિયામા આઇ
ઉચા મોજા ઉછળે સોનલ આવીને દેજે સાથ
છોરુ તમારા સરણે આવયા આવેલ ને દેજે સાથ
વાલો ચારણ વીનવે માળી દેજે દર્સનના દાન



ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે,
હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું, મોતીયે જળીયુ તેજ જરે,
પગ નુપુર કડલાં કાબીયું સોભયું, હેમની પોચીયુ હાથ પરે,
નવલાખાય લોબડીયાળીયું ભેળીયું મળીયુ મઢળે રાસ રમે
માડી મળીયુ મઢડે રાસ રમે...
કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું, લાકડીયાળીયું એમ રમે,
ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું, ભેળીયાવાળીયું એમ ભમે,
કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું, ગાળીયું જાળીયું નભ ગજે...
માડી નાક નથળીયું, કાન અકોંટીયું, ભાલ ટીલળીયું બહુ મુખે,
ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું, વાદળ કઢીયું વિજળીયું,
ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું, જાણે વાલપની માડી વેલડીયું...
માત મિણલ નાગલ કાગલ, રાજલ મોગલ પીઠડબાઇ મળી,
માત કરણી જીવણી બાલવી બલાડ, બુટ ભવાનીય સાથ ભળી,
વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમ્મા ખમ્મા ખોડીયાર રમે....
માડી શેષ મહેશ ગુનેશ દિનેશ, સુરેશ હુય દેવોય ધ્યાન ધરે,
એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ, નારદ મુનિય ગાન કરે,
ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય, વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે...
જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું, રંગ રઢાળીયું રાસ રમે,
નવ રાત નવેલીયું બુઢીયું બાળક, સંગ સાહેલીયું સાથ રમે,
માડી મઢળે આવીને ચારણ 'લાખણ', સોનલમાને પાય નમે...



ભગવાન જેવી ભેળીયાળી , માત સોનલ તું મૈયા,
ચરણે નમે સંસાર સઘળો , દેવ સોનલની દયા...
ઝળહળે જ્યોતું જોગમાયા , ધુપ દિપ ચરણે ધરે,
મૃતલોકના સૌ માનવી , તને હજારો અરજુ કરે,
ઉધ્ધાર કરવા અવતરી , દુ:ખો બધા દુર થઈ ગયા.
ભગવાન જેવી ભેળીયાળી...
જો મુખો હજારો હોત તો , સહસ્ત્રથી ગુણગાત તારા,
મુખ એકથી માને વખાણું , નાદ પિંગળ કર નયા,
જળતયૉ કેરૂ જાજ લઇ , ચંદી સદા સૌ તારીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
મળીયાય સાડા તીન પ્હાડા , નાત ગંગા નરમળી,
સાડાય ત્રણ ઇ વજર માળા , સોનલ મહાશક્તિ ખરી,
થાપ્યું ભવેસર થરૂ ત્યાં , સત્ જુગના છાંયા થીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
કવિરાજ નારત કાગ દુલો , મૃતલોકને રીજવ્યા હતા,
દેથાય શંકરદાનજીને , વળી મેરૂભા હતા,
પિંગળ નરેલા તણો સુત , બાકી ઘણા કવિયો જીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
પહેલે પીયાળે રાસ રમતી , વળી તું વ્રેમંદ ખડી,
પાવાય ગઢમાં તુજ પોગી , ક્રોડ જમાડયા કાપડી,
શિવા તણી તે કરી ચડતી , હમીર ઘર જઇ અવતર્યા,
ભગવાન જેવી ભેળીયાળી...
નરા તણી તુ નવેખંડે , કળા તારી કુદરતી,
સૌના હ્રદયમાં રમે સોનલ , અણુ અણુમેં ઇશ્ર્વરી,
મહી રાવણ તણા તે શીશ ખેંચ્યા , ખપ્પર લઇ ભેડી કરી,
ઇ સમયથી આ સમય અઘરા , ભુત દેતા ભરખીયા,
ભગવાન જેવી ભેળીયાળી...
સુખદાય માડી ચરણ તારા , કળીયુગમા કહેવા પડયા,
ઓજલ તણા ભંડાર ખુલીયા , ઉલટ થી અન્ન આપીયા,
છંદ કહી સેવક નમે 'અવીચળ' આઇ સોનલ ઉમયા,
ભગવાન જેવી ભેળીયાળી...

ગુરૂ તારો પાર ન પાયો રે

ગુરૂ તારો પાર ન પાયો રે,

પ્રૂથ્વી માલેક તારો પાર ન પાયો રે,

પ્રૂથ્વી માલેક તમે તારો તો અમે તરીએ

હા રે હા ગવરીપુત્ર ગણેશ દેવને સમરોજી, સમરો શારદા માત.

હા રે હા જમીન આસમાન મુળ વિના માંડયું જી,

થંભ વિના આભ ઠેરાવ્યો રે.

હા રે હા સુન શિખર ગઢ અલક અખેડાજી,

વરસે નુર સવાયો રે.

હા રે હા ઝળહળ જયોતું દેવા તારી ઝળકેજી,

દરશન વિરલે પાયો રે.

હા રે હા શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા જી,

સંતનો બેડલો સવાયો રે.




इस भजन को गणपति बिठाने के सन्दर्भ में गाया जाता है
आज हम इसके अर्थ को समझने  करेंगे!

ગુરૂ તારો પાર ન પાયો રે,
गुरु! गुरु के सन्दर्भ में हम पहले भी बहुत कुछ बोल और लिख चुके है गुरु के सन्दर्भ में तो हमने काफी दिनों तक सत्संग का कार्यक्रम भी किया फिर भी इतने ज्ञानियों ने मिलके भी जो कुछ बोल बोले उसके बावजूद भी सभी का एक ही निष्कर्ष था की ये तो टूक मात्र है अभी तो इसमें बहुत कुछ बाकी है! और ये सही बात है! गुरु के सन्दर्भ में पूरी तरह  बोल पाना या उनको सही सही परिभाषित करना अर्थात सूरज को दिया दिखाने जैसा ही है!

गुरु तारो पार न पायो
सही बात है ऐसे गुरु  पाना मुमकिन नहीं है! ये गेब  की तरह ही है! जिसे समझ सकते है! महसूस कर सकते है! परन्तु बोल नहीं सकते है! माप नहीं सकते है!

પ્રૂથ્વી માલેક તમે તારો તો અમે તરીએ

हमने पहले भी इस विषय में चर्चा की है! की संतो ने इस शारीर को पृथ्वी कहा है! और गुरु चरण में जाने के बाद में हम अपने आप को पूरी तरह से उनके सुपुर्द कर देते है! और उन्हें अपना सर्वस्व मान लेते है! ये जरुरी भी है! सिर्फ  बातो में नहीं बल्कि व्यवहार में भी! जब हम अपने आप को पूरी तरह से गुरु के सुपुर्द कर देते है! तब गुरु हमे अपनी ज्ञान गंगा में नहाने का अवसर प्रदान करा देता है! गुरु की ज्ञान गंगा में नहा के, इसमें डुबकी मार के ना जाने कितने तर गए है! इस  भजन में भी गुरु से उसी ज्ञान गंगा में हमें डुबकी लगाने की बात कही है! ताकि हम तर सके भव पार उतर सके!
उस  गुरु से जिसे हमने हमारा पूरी तरह से सब कुछ अर्पण कर दिया है! हमने उसे हमारा मालिक हमारा साहेब समझा है! उससे हम हमें तारने की विनंती करते है! उससे  कहते है की यदि उनकी दृष्टि पड़े और वह चाहे तो हम तर सकते है!


હા રે હા ગવરીપુત્ર ગણેશ દેવને સમરોજી, સમરો શારદા માત.
गौरी पुत्र गणेश! और शारदा मात!
कहने को तो गणेश और गौरी शारदा माँ को कौन नहीं जानता है! परन्तु यहाँ बात संतो की हो रही है! और संतो ने सब कुछ इस शरीर के अंदर ही बताया है! तो हम इस ढंग से ही इसे समझने की कोशिश करेंगे
गौरी पुत्र, गौरी शक्ति का प्रतिक है! उत्तेजना है!  चाहत है! और इस शक्ति के वश में है मन! मन को गणेश की उपाधि दी है! गणेश बिठाना अर्थात अपने मन को करना! मन को उस कार्य के प्रति बाधित कर लेना! शारदा को वाणी का प्रतिक माना गया है! भजन पूजन या किसी अन्य कार्य में उसकी शुरुआत करने के पहले मन को और वाणी को सही तरीके से मनाना जरुरी है! वाणी में मर्यादा, निर्मलता, कोमलता प्रेम स्नेह रखना बहुत जरुरी है! इसीके लिए अपने मन को और वाणी को सही ढंग से रखने के लिए इस पंक्ति का उपयोग हुआ है!



હા રે હા જમીન આસમાન મુળ વિના માંડયું જી,

जमीन और आसमान को बिना किसी आधार के रख रखा है! इसका अर्थ हम अपनी धरा को भी समझ सकते है! परन्तु ये ऐसा नहीं है! जमीन याने पैर गगन अर्थ शुन्य शिखर हमारे मस्तिष्क की तालु या यूँ कह सकते है! की शरीर का अंत तालु भाग! जब गणेश बिठा लेते है! शारदा माँ को मना लेते है! तो अकारण ही भजन की धुन या कार्य की लगन हमें उसमे बांध लेती है! इसी बात को यहाँ दर्शाया गया है!


થંભ વિના આભ ઠેરાવ્યો રે.

किसी स्तम्भ के बिना ही आभ या कहे की आकाश ठहरा हुआ है! परन्तु ऐसा नहीं है! मन और आकाश में ज्यादा अंतर नहीं है! या कह सकते है की अंतर है ही नहीं! मन चंचल और अनन्त है आकाश की तरह ही! आकाश का कोई और छोर नहीं दीखता है! मन का भी कुछ ऐसा ही है! दोनों ही अनन्त कहानियों विचारों और दूरदर्शिता से भरे पड़े है! बिना किसी आधार के ऐसे ठहर जाते है ये दोनों चीज़े हमारा मन हमारे पैर बंध से जाते है! जैसे आसमान और ये जमीन!


હા રે હા સુન શિખર ગઢ અલક અખેડાજી,

शुन्य शिखर अर्थात हमारा मस्तिष्क जो की सुरता लगने की सूरत में ध्यान की अवस्था में सुखमन द्वार को खोलती है! इसके दृश्य अलख है! इसकी अनुभूति इसका दृश्यन्त अलख अगम है!

વરસે નુર સવાયો રે.
ध्यान की सूरत में जब आदमी पहुंचता है! तो उसे भूख प्यास कुछ नहीं लगती है वह तल्लीन हो जाता है! ध्यान की अवस्था में  प्रकाश के दर्शन होते है! जो न जाने कितने सूर्य के प्रकाश के सामान होते है! उस नूर, उस प्रकाश की बात यहाँ की है!


હા રે હા ઝળહળ જયોતું દેવા તારી ઝળકેજી,
कोटि सूर्य के प्रकाश के  दिए की ज्योति के सामान उस देवता तत्व के दर्शन होते है!


દરશન વિરલે પાયો રે.
ये दर्शन करना हर किसी के वश के बात नहीं है! इसे करने वाला कोई ध्यानी ग्यानी और निडर निर्भीक बिरला पुरुष ही होता है!

હા રે હા શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા જી,

સંતનો બેડલો સવાયો રે.

देवायत पंडित लिखित ये भजन संत की महिमा का बखान करता है! और बताता है! की संत चरण में जाके हम इन सभी अनुभूतियों को प्राप्त कर सकते है!

यहाँ जितना हो सकता था मैंने टूक में लिखने का ही प्रयास किया है! यदि किसी को और गहरे तरीके से इसे जानना हो तो मुझे सीधे संपर्क कर सकता है!

जिसे कुछ भी समझने में या गैरसमझ हुई हो तो वह हमसे संपर्क कर सकता है!

जय गुरुदेव                Jay Gurudev                                     જાય ગુરુ દેવ
नागेश शर्मा               Nagesh Sharma                                  નાગેશ શર્મા
दीपक बापू                 Deepak Bapu                                     દિપક બાપુ



Nagesh Best articles

guru


Pratham


Pashu ki paniya bane

Chauryaashi ka fera
84 ka fera
Yoni-manav yoni

Yatra Tatra Sarvatra

EK SHURUVAAT

Prachand urja ke do pravahini kundali me


Maanva mastishk kaisa hai

Thodi Si Gyaan Ki Baate Bhaag 1

Thodi Si Gyaan Ki Baate Bhaag 2

Thodi Si Gyaan Ki Baate Bhaag 3


Kuch mulbhut tatvo ki jaankari


Brahm ki khoj

Manav Swabhaav Parivartan


SAWAL PRASHNA QUESTION