"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

बुधवार, 17 अगस्त 2016

રક્ષાબંધન નો ગીત Rakshabandhan geet

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.
મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
—–


કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી
લીંબડીની આજ ડાળ ઝુલાવેલીંબોળી ઝોલા ખાય,હીંચકો નાનો બેનનો એવોઆમ ઝુલણ્યો જાય,લીંલુડી લીંબડી હેઠેબેનીબા હિંચકે હીંચે……….કોણ
એ પંખીડાપંખીડાઓરા આવો એ પંખીડા,બેની મારી હીંચકે હીંચેડાળીઓ તું ઝુલાવ,પંખીડા ડાળીએ બેસોપોપટજી પ્રેમથી હીંચો……કોણ
આજ હીંચોડુ બેનડીતારા હેત કહ્યા ના જાય,મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલેબેની નો હીંચકો ડોલે…..
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે … બેનડી જુલે ભઇલો ઝુલાવે ડાળખી.


હે આજ વીરો લાવશે ભાત્મીઠા ફળ ને ફૂલ,
ભાઈ-બેનીના હેતની આગળજગ આખું થશે ધૂળ.

વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું,
વીરા ને.. રાખડી બાંધુંવીરાના મીઠડા લેશું…

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકી ને ભઇલો ઝુલાવે ડાળખી



રક્ષાબંધન.. હો રક્ષાબંધન
જીવનની છે સાંકળ લાંબી,અગણિત એના બંધન;સાચા ખોટા તકલાદી કે,મજબૂત એના બંધન?

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

માત ઝૂલાવે ઝૂલણે લઇને,દોરીનું એક બંધન;ઝગમગતું તો કોઇ ને કેડે,કંદોરાનું બંધન. 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

શહેનાઇના સૂરથી બાંધ્યા,મીંઢણના પણ બંધન;નાડાછડીથી બાંધે કોઇ,યુગયુગના પણ બંધન. 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

તરસ્યા ને પાણી પીવડાવે,ડોલ દોરીનું બંધન;વ્હાણ ને સંભાળી રાખે,લંગરનું પણ બંધન. 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

હાથમાં બેડી પગમાં જંજીર
જેલ તણુ પણ બંધન;પિંજરમાં જ પુરાણ પંખી
તો જનમ તણુ એ બંધન. 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

બંધન બંધનમાં ફરક છે,ઉત્તમ કયું એક બંધન
કાચા સુતરથી ગુંથેલુ
અમોલ રક્ષાબંધન 

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

રાખડી ચમકે કોઇ બેનીની
પ્રેમ તણું એ બંધન
કાયમ ઝળકે ધ્રુવ તારક સમ
અજોડ રક્ષાબંધન

રક્ષાબંધન.. હો રક્ષાબંધન

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper