"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

बुधवार, 14 सितंबर 2016

તારી જુગ જુગ રહેશે ભલાઈ,મહારાણી સત્ ઝીલો તોરલ કાઠીયાણી રે.

તારી જુગ જુગ રહેશે ભલાઈ,મહારાણી સત્ ઝીલો તોરલ કાઠીયાણી રે...0
કચ્છ ભુજથી જેસલ જાડેજા પધાર્યા જેની લીલુડે ઘોડે અસવારી રે,
નીજીયા ધર્મનો મારગ ઝીલ્યો,નર પહોચ્યા નીરવાણી,
...મહારાણી સત્ ઝીલો0
જેસલને ઘરે જામયો રચ્યો ને રચ્યો માઝમ રાત રે,
આવતા સાધુને આદર દીધા કર જોડી પાયા અન્નપાણી,
...મહારાણી સત્ ઝીલો0
મેવાડમાં રાજા માલદે સીધ્યા જેની સંગમા રુપાદે રાણી રે,
માલે રુપાના હેરાણા હેર્યા થાળીમાં રચી ફૂલવાડી રે,
...મહારાણી સત્ ઝીલો0
અયોધ્યામાં રાજા હરીચંદ્ર સીધ્યા જેની સંગમા તારાદે રાણી,
સત્યને કારણે ત્રણ વેચાણાં ભર્યાતા નીચા ઘેર પાણી રે,
...મહારાણી સત્ ઝીલો0
બીલખામાં શેઠ સગાડશા સીધ્યા જેની સંગમાં ચંગાવતી રાણી,
સંતને કારણે ચેલૈયો વધેર્યા જેના નયનોમાં નાયા જલપાણી રે,
...મહારાણી સત્ ઝીલો0
કૈલાસથી ભોળા શંભુ આવ્યા જેની સંગમા પાર્વતી રાણી રે,
ત્રણે મળી ને ધર્મ ચલાવ્યો નીજાર ની જાડી ઘેરાણી રે,
...મહારાણી સત્ ઝીલો0
જેસલ જાડેજાને વાણી વદે તમે સાંભળો તોરલ કાઠીયાણી,
દોય કર જોડી બોલ્યા સાધુડાની વાણી તે વખાણી,
...મહારાણી સત્ ઝીલો0

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper