"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

सोमवार, 4 अप्रैल 2016

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં
મરતાં ને મોત માથી ઉગારી શકાયો નહીં વારી જતાં દિલ ને... ★★★★★ એક ભુલ ને છુપાવા કિધિ હજાર ભુલ કિંતુ નજીવી ભુલ સુધારી શક્યો નહીં વારી જતાં દિલ ને... ★★★★★ તારી અગાધ પ્રેમ દેખી લોભાણો સર્વદા મારું ભલું બુરું હું વિચારી શક્યો નહીં વારી જતાં દિલ ને... ★★★★★ નાઝિર કહે મને રહી ગયો રંજ ઉમર ભર એને ગળે વાત ને ઉતરી શક્યો નહીં વારી જતાં દિલ ને...

જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.(તોરલબાઇ)

જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.(તોરલબાઇ)


જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.
આજે ગુરૂ ગાદી પર મહારાજ. પધરાવુ રે ઉમંગમા રે...ટેક લાવ્યા સુરતા દોરી જેસલરાય. ખીમડા ગુરૂ ની સાનમા. તેનો રચ્યો મહા મંડપ આજ. તના ગુણ ગાઉ વચનમા રે...જેસલ કિધો બાવન અક્ષર નો સ્થંભ. રંગ્યો બહુ રંગ મા રે તે પર ચાદ વેદ ની ચોગઠ પંચમ વેદ વચમા રે...જેસલ સાત ભુમિકાની એ સાન. વાસણ સાત એક મા રે બાંધ્યા તેને ચાર લાકડીની માય. ભક્તિ અંગ ચારમાં રે...જેસલ નવ ઇન્દ્રિયો ના દોર. બાંધ્યા છે નવ નવ નાડા રે. દશમી દોરી સુરતા ધાર. બાંધી વેદ મુળમા રે...જેસલ સુરતા અનંત દિશા થી આઇ. બાંધી છે વેદ મુળમા રે અજાતીય સાધુ એ દોરી પર. બેઠા છે આનંદમા રે...જેસલ સ્થાપન કીયા હૈ સ્થુળ દેહ. તત્વ ચોરાશી ખાના રે તેના રંગ ઉપર દેખાય. પંચરંગી ધજામા રે...જેસલ સુક્ષ્મદેવ પંચમ થી પર. જ્યોતિ નિજીયા શીખરમા રે તેને જુએ કોઈ અનુભવી સંત. નિજપદે ગુરૂગમમા રે...જેસલ આજે ગુરૂ ગાદી પર મહારાજ. દાદા ઉગમશી મંડપમા રે એમ કરી ગાયુ છે તોરલબાઇ. એજ લાભની સમજમા રે...જેસલ

ભજન:-એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ (દાસી જીવણ)

ભજન:-એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ (દાસી જીવણ)


એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રેહાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….


आवी आवी अलंख जगायो (त्रिकंमदास)

आवी आवी अलंख जगायो (त्रिकंमदास)


आवी आवी अलंख जगायो..एवो अमारे महोले उतर दिशा थी एक रमतो जोगी..आयो.हो...हो....(2)

हे....वालीडा रै मारा......सत केरी सुई ने शब्द ना...रे धागा.....रै.....हो..हो..जी..
(2)

ए...खलको रे खुब बनायो..एवो अमारे महोले...
उतर दिशा थी एक रमतो जोगी आयो...हो....जी..

हे... वालीडा  रै मारा.....पेरण पिताबंरने केशरीया वाघा..रै
अने हो...हो...जी..(2)
ए केशर तिलक लगायो...
एवो अमारे महोले..उतर दिशा थी एक रमतो जोगी आयो..हो...जी....

हे.. वालीडा रै मारा...ई रे जोगीडा ने जरा मरण ना आवे....अने हो...जी..(2)
ए...नही रै आयो नही जायो..
एवो अमारे महोले....उतर दिशा थी एक रमतो जोगी आयो...रै..

हे...वालीडा  रै मारा......त्रिकंमदास रै खिमं केरे चरणे
रे...अने हो..हो..जी..

हरख हरख गुणला गायो..
एवो अमारे महोले उतर दिशा थी एक रमतो जोगी आयो..हो..जी...

आवी आवी अलंख जगायो................🌺👏🏻

ન જાણ્યું જાનકીનાથે

ન જાણ્યું જાનકીનાથે

ન જાણ્યું જાનકીનાથે
થવાનું ન થવાનું  કહે  નજૂમી કોણ એવો છે?
ન  જાણ્યું  જાનકીનાથે  સવારે  શું  થવાનુ છે!

હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ  દાખલા આપે  સવારે શું થવાનું છે

જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું  ભીષ્મ જેવાએ    સવારે શું થવાનું છે

થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું  ધર્મ રાજાએ     સવારે શું થવાનું છે

અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી     સવારે શું થવાનું છે

સ્વરૂપે મોહિની દેખી  સહુ જન દોડતાં ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા  સવારે શું થવાનું છે

હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારો શોચમાં છે   કે   અમારું શું થવાનું છે

થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન  જાણ્યું  જાનકીનાથે   સવારે  શું થવાનુ છે-

પ્રેમકટારી (સાંઈવલી)

પ્રેમકટારી (સાંઈવલી)


એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;

એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…

એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚

શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;

એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…

એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚

પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;

એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;

એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…

મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;

અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;

એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હ્રદય મા જો તપાસીને છુપાયેલો ખજાનો છે

હ્રદય મા જો તપાસીને છુપાયેલો ખજાનો છે (સતારશાહ)

હ્રદય મા જો તપાસીને છુપાયેલો ખજાનો છે
લઈ લે જ્ઞાન સદગુરુ થી એનો ભેદ શાનો છે

પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાની વિચારી જો
હતો તું ક્યાં આવી ગ્યો કયાં પાછો કયાં જવાનો છે

હજી છે હાથ માં બાજી જીવ તું જો જરા જાગી
ધરી ને ધ્યાન ઘટ માં જો મળ્યો અવસર મજાનો છે

કળી નો દોર ચાલે છે જગત માં જામી નાસ્તિકતા
અનેરા કાળ નો આરંભ હવે દુનિયા માં થવાનો છે

ગુરુ થી જ્ઞાન લઇ સત્ ભેદ ને સતારશાહ સમજો
મનુષ્ય દેહ મળ્યો અતી મોંઘો એમા અનુભવ પામવાનો છે

જય નારાયણ

રામને ભજ્યા વિના પાર નહિ પામો,

રામને ભજ્યા વિના પાર નહિ પામો, (રવિરામ)
 રામને ભજ્યા વિના પાર નહિ પામો,

 એ જી આ તો ધૂતારાનાં શહેર છે.
 જનમ્યો તે દી શું બોલતો બંદા, આજની બોલીમાં ઘણો ફેર છે;
 કરી કમાણી તારી ચોપડે ચડશે, લેખા લેવાને ધણી મારો તેડશે..
 મોટાઈ તારી રે, બંદા નથી મેલતો, જીરે મોટાઈયું તને વેડશે;
 ધન રે દોલતમાં તારું મનડું લોભાણું, પ્રભુના ભજનમાં તારે વેર છે.
 ભવસાગરમાં સાચા રે મોતી, છીપે છીપે ઘણો ફેર છે;
 બાવા બન્યા તેથી શું રે થયું ભાઈ, પ્યાલે પ્યાલે ઘણો ફેર છે.
 કવિ રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, દીધા વિના ક્યાંથી પામશો;
 દેજો ને લેજો કરજો ભાઈ, અહીંયા તો પ્રભુની

લઇ લો સાચું જ્ઞાન જીવન સુધરી જશે, આજ કાલ કરતાં કરતાં રહી જશે.....(૫ટેલ હરદેવ)

 લઇ લો સાચું જ્ઞાન જીવન સુધરી જશે,
 આજ કાલ કરતાં કરતાં રહી જશે.....(૫ટેલ હરદેવ)

(રાગઃ દિલ કે અરમા આંસુઓમેં બહ ગયા..)

 લઇ લો સાચું જ્ઞાન જીવન સુધરી જશે,
 આજ કાલ કરતાં કરતાં રહી જશે.....
 વિધિના લખ્યા લેખ કોઇ જાને નહી,
 આજ છે કાલે કદિ કોઇ માને નહી,
 ચેતી જા માનવ ભરમમાં રહી જશે... આજકાલ કરતાં..
 મોજ માયામાં વિતાવી જીંદગી તમે,
 ક્યારે કરશો રામની બંદગી તમે,
 વહેતા પાણી જેમ જવાની વહી જાશે...આજકાલ કરતાં...
 સુખની સાથે છે સર્વની સારી સગાઇ,
 દુઃખમાં જો જો છોડી દે સૌ પૂત્ર-ભાઇ,
 માયા છે નાગણ અંતે ડસી જશે...આજકાલ કરતાં...
 કહે ૫ટેલ હરદેવની કિરપા વડે,
 ગુરૂ જ્ઞાનથી ચૌરાશીના ફેરા ટળે,
 ધન ધાન્યને તારો ખજાનો રહી જાશે...આજકાલ કરતાં...

મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે મોર બની થનગાટ કરે.. ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે નવે ધાનભરી મારી સીમ ઝૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે મન મોર બની થનગાટ કરે.. નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે મારા લોચનમાં મદઘેન ભરે મારી આતમ લે’ર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે મન મોર બની થનગાટ કરે.. ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે ઊંચી મેઘ-મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે કરી આડશ કોણ ઉભેલ અરે ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે મન મોર બની થનગાટ કરે.. નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે પટ-કુળ નવે પાણી-ઘાટ પરે એની સુનમાં મીટ મંડાઇ રહી એની ગાગર નીર તણાઇ રહી એને ઘર જવા દરકાર નહી મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે મન મોર બની થનગાટ કરે.. ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે ચકચૂર બની ફૂલ-ડાળ પરે વીખરેલ અંબોડાના વાળ ઝૂલે દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે મન મોર બની થનગાટ કરે..

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા

 સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા (પુરુષોતમ)

 સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
 નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
 સંતને સંતપણા રે...
 ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
 કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
 સંતને સંતપણા રે...
 કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
 ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
 સંતને સંતપણા રે...
 પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
 ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
 સંતને સંતપણા રે...
 પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
 માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
 સંતને સંતપણા રે...
 ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
 એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.
 સંતને સંતપણા રે..

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚ મારી હાલ રે ફકીરી !

કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚ મારી હાલ રે ફકીરી ! (દેવાંગી)


કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚
મારી હાલ રે ફકીરી !
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે…
મારી હાલ રે ફકીરી…
જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…
મારી હાલ રે ફકીરી…
કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…
મારી હાલ રે ફકીરી…
ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…
મારી હાલ રે ફકીરી…
પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…
મારી હાલ રે ફકીરી…
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…
મારી હાલ રે ફકીરી…
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…
મારી હાલ રે ફકીરી…..

સ્વયંવર સતગુરુજી ના દેશ મા

સ્વયંવર સતગુરુજી ના દેશ મા

“ દાસ સવો” લિખિત આ ભજન તમને બહુજ ભાવશે 


સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ સુરતા નાર
મરજીવા હશે તે વિવાહ ને માણશે
લક્ષ મળયા જેને લગાર....
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ
ઉચુ કુળ અવિનાશ
સાકર વેચાણી સાચા ભાવ ની
લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ ....
.'સ્વયંવર સતગુરુજી ના દેશ મા
લગની ના લગન બંધાવીયા
મોકલા પંડીત પૂર્ણાનંદ
સત ના રસ્તે થઇ ચાલ્યા
ચાલ્યા એકા એક અસંગ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો
સ્થીરતા ના રોપ્યા થઁભ
માયરુ કરાવીયુ મન સંતોષ નુ
અવિચળ ચુડો પહેર્યો અભંગ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
ગુણ અવગુણ ના ગીત ગાયા
મળ્યા મનુષ્ય અપાર
ખારેકુ વેચાણી ખોટા કરમ ની
લઈ ગયા નિંદક નર ને નાર.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સજ્જન પુરુષે સારા કરમ ની
ખોબે ધોબે દીધી લાણ
વાણી રે બોલે નીર્મળ વૈખરી
સેવા ચુકયા નહી સુજાણ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
જાન રે ગુમાવે હાલો જાન મા
આપુ ખોયા ની હોય આશ
હુ તુ મારુ હરદે નહી
એવા વળાવીયા લેજો સાથ......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અરધ ઉરધ કેરા ઘાટ મા
સુક્ષ્મના એ ખોલ્યો કબાટ
ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા
પુરુષ પત્ની રમે ચોપાટ...........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
શરત કરી ને રમે સુદંરી
પાસા જેના પડ્યા છે પોબાર
હુ રે હારુ તો પિયુજી ની પાસ મા
જીતુ તો ભેળા રાખુ ભરથાર.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અવીચળ પૂરુષ ને એમ વરી
સુરતા સોહાગણ નાર
અમર મોડ મસ્તક ધરી
મંગલ વરતી છે ચાર.............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
નિમક ની પુતળી નીર મા
નીર ભેળી નીર થાય
મૂળ રે વતન મા મળી ગયા
પોતે પોતા મા સમાય.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે
ઉકરડી નો કરયો છે ઉછેટ
ખોટી કરતી તી ખોટી કલ્પના
પરણી પધાર્યા પોતાને દેશ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વણૅન કીધુ રે વીવા તણુ
ગુરુ ગમ થી જે ગાય
“ દાસ સવો ”કહે સખી સજની
સુરતા શબ્દ મા સમાય............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ સુરતા નાર
મરજીવા હશે તે વિવાહ ને માણશે
લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા....

शनिवार, 2 अप्रैल 2016

मानव मस्तिष्क कैसा है

मानव मस्तिष्क कैसा है इसकी कोई ज्यादा जानकारी नही है मुझे क्योंकि मैंने जितना देखा है उतना यही पाया की दुनिया में मानव जाती के मस्तिष्क की कोई सीमा एक्चुअली है ही नहीं उसकी सोच ही हमारी आज की प्रगति है, हमारे आस पास जो भी वस्तुएँ दैनिक काम में आ रही है उसका बहुत बड़ा भाग मनुष्य मस्तिष्क के सोच की उपज ही है इसीलिए इसको इतना बारीक़  ढंग से समझ पाना या समझा पाना बहुत ही मुश्किल है फिर भी मैं अपने शब्दों में उसे यहाँ वर्णित करने की कोशिश कर रहा हूँ !
मेरे हिसाब से मानव को एक २ नहीं बल्कि ५ भाग में मैंने बांटा है जो सार सहित निम्न है 
१) प्रथम व्यक्ति विशेष 

मैंने किसी भी प्रकार के व्यक्ति को कोई नाम नहीं दिया है वह खुद सुझा देना पढ़ के 
मुझे इस व्यक्ति के बारे में ऐसा लगता है की यह व्यक्ति हमेशा सिर्फ दिखावा करता रहता है उसे ना खुद की पड़ी होती है ना किसी और की वह कोई भी निर्णय यूँ ही ले लेता है जिसका कोई लेना देना नहीं है उसका कोई मतलब भी नहीं होता है की उसे हम मतलबी कह सके उदहारण के तौर पे जैसे कुछ लोग मिलकर कहीं चलचित्र देखने जा रहे है और उसको पूछा जाये तो वह भी अपना दूसरे काम छोड़ के चल देगा जब की उसे उस मूवी में कोई इंटरेस्ट भी नहीं होता है  फिर भी बस लो जा रहे है तो चलो चल देते है अपना नुक्सान कर के बेमतलब सिर्फ चल देना होता है इसको! अच्छा और इसके जाने से भी किसीको कोई ख़ुशी नहीं होती है की चलो फलाना आदमी अपने साथ आया है तो मज़ा आएगा या टाइम पास होगा ऐसा भी कुछ नहीं होता है ये पूरी तरह से निरर्थक ही होता है इसकी नज़र में सभी इसका सम्मान करते हुए लगते है मगर एक्चुअली ऐसा कुछ भी होता है ही नहीं न उसका सम्मान है न ही उसका अपमान है न ही उसके निर्णय की कोई वैल्यू है न ही उसकी बातो में दम है उसकी कोई वस्तु ऐसी नहीं होती है जिसके बारे में एक भी बार सोचा जाए पर वह व्यक्ति अपने आप में सर्वोपरि ही होता है उसका लाइफ जीना बोले तो किसी काम का नहीं है व्यक्ति को परिवर्तन तो चाहिए पर अपने आप में नहीं बाकि लोगो में उसे जैसा रहना है वैसा ही रहना है उसको कोई मतलब नहीं आस पास में क्या हो रहा है या उसे क्या करना चाहिए जिसके कारन उसका नाम हो या उसके काम बने उसको कोई मतलब नहीं रहता है दिशाहीन जानवर की तरह वह बस यहाँ वहा फिरता रहता है 

इस व्यक्ति के अंदर किसी प्रकार की कोई स्वयं की इक्षा होती ही नहीं है या दूसरे शब्दों में कह सकते है की यह व्यक्ति कोई इक्षा कर ही नहीं सकता है इसका कारन यह है की इस व्यक्ति विशेष की दिलचस्पी कही नहीं होती है इसे ऐसा ही लगता है की समय काटना है चाहे वह जैसे कटे अर्थ के या बिना अर्थ के ऐसे व्यक्ति में परिवर्तन लाना काफी मुश्किल होता है इस प्रकार के व्यक्ति में परिवर्तन लाने के उपाय मेरे तरीके से मैं आगे चल के अंत में बताऊंगा!

२) द्वितीय व्यक्ति विशेष 

द्वितीय व्यक्ति, यह व्यक्ति प्रथम व्यक्ति से गुणों में थोड़ा सा ऊपर होता है! यह व्यक्ति अपना फायदा जानता तो है पर इसमें यह खामी होती है की यह किसी को "ना" नहीं बोलता है यह गुण और भी टाइप में है मगर इसको बाकियो से अलग किया जा सकता है, 'क्योंकि भले ही यह व्यक्ति ना नहीं बोलता परन्तु दिए हुए कार्य को इस तरह से करेगा की वह कार्य होगा नही' उल्टा जिसने कार्य दिया उसका भी नुकसान इसका खुद का भी नुकसान और दोबारा इस व्यक्ति को आप कुछ बोलेंगे ऐसा भी नहीं होगा इन्फैक्ट आप ऐसा कुछ सोचोगे भी नहीं इस व्यक्ति की आदत होती है अच्छा बन के दिखाने की पर ये निर्णय नहीं ले पाता है की ऐसा क्या करे जिस काम को करना स्टार्ट करता है उसमे इसे ऐसा लगता है की इसके साथ छल हो रहा है इसके भोलेपन का फायदा उठाया जा रहा है और इसका माइंड तुरंत चेंज हो जाता है,
   अच्छा! चेंज होकर ये ऐसा नहीं है की सामने वाले को ना बोल देगा ये तुरंत उसके साथ में रिवेंज (बदला) लेने की ठान लेता है की चल अब तुझे बताता हूँ की मेरा फायदा उठाने वाले के साथ क्या होता है और इस बदले के चक्कर में वह सामने वाले के साथ साथ खुद के नुकसान को भी न्योता दे देता है
   ऐसे व्यक्ति काम धंधे के मामले में कुछ हद्द तक सफल होते है !! आप सोच रहे होंगे की ऐसा कैसे हो सकता है मगर यह सच बात है की ये व्यक्ति अपने  जीवन काल में खुद के लिए या कह सकते है की अपने परिवार भर के लिए तो काम कर ही लेते है समाज का भला हो न हो देश का भला हो ना हो परन्तु स्वयं का तो उद्धार कर ही लेते है ! इसमें इनकी कोई गलती या समझदारी नहीं होती है  बल्कि इनमे खुद का भला करने की थोड़ी सी लालसा होती है जो थोड़े से मेहनत से पूरी हो जाती है करके ये लोग उसे कर लेते है और और जीवन निर्वाह कर लेते है

  इस व्यक्ति को भी चेंज किया जा सकता है उसके भी अपने नियम है अपने कायदे कानून है जो आगे चल के हम देखेंगे। ..


३) तृतीय व्यक्ति विशेष 

यह व्यक्ति ऊपर लिखे हुए दोनों मानव से श्रेष्ठ होता है इन-फैक्ट इसे आप साधारण भाषा में मध्यम प्रकार का व्यक्ति कह सकते है जो बहुत हद्द तक सुलझा हुआ होता है

यह व्यक्ति पढाई, खेल-कूद, जनरल नॉलेज जैसी बातो में सामान्य तौर पे एक हद्द तक जानकारी रखता है इसके तर्क विशेष ही इसकी खासियत होती है यह व्यक्ति सामान्य तौर पे बहुत ही जल्दी अपनी जगह बन लेता है परन्तु अपने तर्क विशेषता के कारन बहुतो को ये खटकने लगता है और १० में से ८ लोग तो इसे अपनी नज़रो से उतार देते है! ये नज़रो से उतारने वाले और कोई नहीं बल्कि हमारे द्वितीय प्रकार वाले व्यक्ति ही है जिन्हे इनकी बाते हज़म नहीं होती है इसी कारन हमारे ये तृतीय पुरुष बहुत ज्यादा घनी आबादी में अच्छे लोगो से व्यवहार होते हुए भी काफी समय अपने आप को अकेला महसूस करते है और यही अकेला-पन उनके लिए कभी कभी negitivity का कारन बन जाता है और वह व्यक्ति तनाव में चला जाता है और यही व्यक्ति यदि अपने आप को थोड़ा सा और सहज बनाने की और जाए तो उत्तम प्रकार के व्यक्तियों में इसकी गणना हो सकती है
इस व्यक्ति को समझाना थोड़ा आसान है बास तर्क सहित इसे यदि समझा दिया जाए तो बहुत ही जल्द यह अपने टारगेट को पा सकता है  और बहुत ही अच्छी तरीके से.

४) चतुर्थ व्यक्ति विशेष 

उपर्युक्त तीनो ही व्यक्ति विशेष से ज्यादा समझदार ज्यादा सुलझा हुआ और काफी हद्द तक समृद्ध मानव होता है ये !  यह व्यक्ति हर चीज़ को समझने के साथ साथ परखने की ताकत भी रखता है इसके अंदर अजीब सा तेज़ होता है यह व्यक्ति बहुत तरीके के गुणों का धनी माना जा सकता है ! यह व्यक्ति जिस क्षेत्र में अपने आप को झोंकता है वहा पे अपना १००% देता है! और यही ख़ासियत उसे उपर्युक्त तीनों तरह के व्यक्तियों से अलग करती है और यही कारन है उसकी सफलता का जिसके कारन वह सहज रूप से अपने कार्यो को सिद्ध कर लेता है
है ! इस तरह के व्यक्ति ज्यादातर या तो धनि हो जाते है और विषय में खो के अपना नाश करना शुरू कर देते है या तो ०(शुन्य) से उठकर अपने आप को बुलंदियों पे ले जाते है और मिशाल बन जाते है! "मिशाल, गिरने वाले भी बनते है बस एक ख़राब अनुभव के तौर पे !!
     शुन्य से उठकर अपने लक्ष्य को पाने वाला व्यक्ति अपने परिवार के लाभ पोषण से ज्यादा महत्ता अपने समाज अपने देश को देता है, इसका मतलब यह नहीं है की वह अपने परिवार के प्रति कम आकर्षित है या कठोर है वह सभी को सही अनुपात में लेके चलता है और हर किसी के साथ में बड़ा ही आदरपूर्ण व्यवहार रखता है !
इस व्यक्ति में इतनी क्षमता होती है की ये अपने साथ साथ दूसरे लोगो को भी आगे बढ़ने का अवसर प्रदान करता है! इसमें सब से बड़ी ख़ासियत होती है समय पे "ना" बोलने की, ये ना बोलने की आदत इसकी इसको औरो से थोड़ा अलग तो करती है मगर कुछ समय के लिए ही! यह व्यक्ति अपने आप में एक मिशाल होता है !
जो काम किसी मतलब का नहीं है या जिस काम को करने से सामने वाला काम-चोर हो या गलत दिशा में जा रहा हो उसके लिए इसके पास हमेशा "ना" ही होगा, ये व्यक्ति सीधी और सरल भाषा का ही उपयोग करता है और जल्दी किसी को अपनी सलाह नहीं बाँटता है!
   यह व्यक्ति जैसा की हमने देखा की धनि हो तो नाश की तरफ  भी जाता है मगर ये सिचुएशन कुछ कुछ जगह पे ही देखने मिलती है ये जरुरी नहीं है की हर बार ऐसा ही हो या ऐसा ही होता रहेगा!   इस तरह के व्यक्ति धर्म, समाज के लिए अपनी  पूंजी का अच्छा हिस्सा दान करते है! दान नहीं  भी करे तो इस तरह की कोई आर्गेनाईजेशन ट्रस्ट आदि  खोलते है जिसके कारन समाज के निचले तपके के लोग या जरुरत मंद लोगो को सहायता हो सके
   यह व्यक्ति दयालु किस्म का भी होता है इसे दूसरे के दुःख से दुःख होता है ! दूसरे के सुख से ख़ुशी होती है कारोबार में जिसके साथ इसका मुकाबला  होता है उसके जीत में भी इसकी सच्ची ख़ुशी ही होती है इसे कोई ग़म नहीं होता है किसी के भले के लिए अगर खुद का कुछ नुकसान भी करना पड़े तो यह नहीं चुकता है!
इस प्रकार के व्यक्ति में ख़ासियत इतनी होती है की पूछो मत !  इसे पहचान पाना  मुश्किल होता ही नहीं है! इसके गुण इसके मुख पे दीखते है ! ये मनुष्य धर्म की और झुके तो बहुत बड़े लेवल पे धार्मिक  पुरुष के तौर पे प्रसिद्द हो सकता है! जिस क्षेत्र में यह जायेगा वहा पे अपनी छाप छोड़ देता है!

इस तरह के व्यक्ति जो ३रे श्रेणी से ४थे श्रेणी में प्रवेश कर के मिशाल बने है समाज के लिए उनमे बहुत से कारोबारी खिलाडी बाबा लोग शामिल है यहाँ किसी का नाम नहीं ले सकता हूँ परन्तु यदि किसी को चाहिए तो पर्सनेल मैसेज में  बता दूंगा आप स्वयं उनकी जीवनी पढ़ के समझ जायेंगे !


शुक्रवार, 1 अप्रैल 2016