"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

सोमवार, 4 अप्रैल 2016

જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.(તોરલબાઇ)

જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.(તોરલબાઇ)


જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.
આજે ગુરૂ ગાદી પર મહારાજ. પધરાવુ રે ઉમંગમા રે...ટેક લાવ્યા સુરતા દોરી જેસલરાય. ખીમડા ગુરૂ ની સાનમા. તેનો રચ્યો મહા મંડપ આજ. તના ગુણ ગાઉ વચનમા રે...જેસલ કિધો બાવન અક્ષર નો સ્થંભ. રંગ્યો બહુ રંગ મા રે તે પર ચાદ વેદ ની ચોગઠ પંચમ વેદ વચમા રે...જેસલ સાત ભુમિકાની એ સાન. વાસણ સાત એક મા રે બાંધ્યા તેને ચાર લાકડીની માય. ભક્તિ અંગ ચારમાં રે...જેસલ નવ ઇન્દ્રિયો ના દોર. બાંધ્યા છે નવ નવ નાડા રે. દશમી દોરી સુરતા ધાર. બાંધી વેદ મુળમા રે...જેસલ સુરતા અનંત દિશા થી આઇ. બાંધી છે વેદ મુળમા રે અજાતીય સાધુ એ દોરી પર. બેઠા છે આનંદમા રે...જેસલ સ્થાપન કીયા હૈ સ્થુળ દેહ. તત્વ ચોરાશી ખાના રે તેના રંગ ઉપર દેખાય. પંચરંગી ધજામા રે...જેસલ સુક્ષ્મદેવ પંચમ થી પર. જ્યોતિ નિજીયા શીખરમા રે તેને જુએ કોઈ અનુભવી સંત. નિજપદે ગુરૂગમમા રે...જેસલ આજે ગુરૂ ગાદી પર મહારાજ. દાદા ઉગમશી મંડપમા રે એમ કરી ગાયુ છે તોરલબાઇ. એજ લાભની સમજમા રે...જેસલ

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper