"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

सोमवार, 4 अप्रैल 2016

તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને વિખેરી નાંખ,

તારા દુઃખને ખંખેરી નાંખ,તારા સુખને વિખેરી નાંખ,
પાણીમાં કમળની થઇને પાંખ,જીવતરનું ગાડું હાંક, સંસારી રે, તારા રામનો ભરોસો રાખ. માટીના રમકડાં ઘડનારાએ એવાં ઘડ્યાં, ઓછું પડે એને કાંખનું કામ, જીવતરનું ગાડું હાંક તારું ધાર્યું કંઇ ના થાતું, હરિ કરે સો હોય, ચકલાંચકલી બે માળો બાંધે ને પીંખી નાંખે કોય ટળ્યાં ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક. જીવતરનું ગાડું હાંક કાપડ ફાટ્યું હોય તો તાણો નહીંને તુણીયે, પણ કાળજું ફાટું હોય તો કોઇ કાળે સંધાય નહીં. કેડી કાંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ મન મૂકીને સોંપી દે તું, હરિને હાથ લગામ. હે ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે, અમથી ના ભીની કર આંખ, જીવતરનું ગાડું હાંક.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper