સાધુ તે જનનો સંગ(મીરાં)
સાધુ તે જનનો સંગ,
સાધુ તે જનનો સંગ,
બાઈ મારે ભાગ્યે મળ્યો છે. મોટા પુરુષનો સંગ, બાઈ મારે ભાગ્યે મળ્યો છે ! મોટા પુરુષના દર્શન કરતાં, ચડે છે ચોગમો રંગ ... બાઈ. અડસઠ તીરથ સંતોને ચરણે, કોટિ કાશી ને કોટિ ગંગ, દુરજન લોકોનો સંગ ન કરીયે, પાડે ભજનમાં ભંગ ... બાઈ. નિંદાના કરનાર નરકે રે જાશે, ભોગવશે થઈ ભોરિંગ, મીરાં કહે બાઈ, સંત ચરણરજ, ઊડીને લાગ્યો મારે અંગ ... બાઈ.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper