અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી ... સાહેલી હું.સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી ... સાહેલી હું.જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું.સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી ... સાહેલી હું
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper