નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે, રાખવો વચનનો વિશ્વાસ રે(ગંગાસતી)
નવધા રે ભક્તિમાં નિરમળ રહેવું રે, રાખવો વચનનો વિશ્વાસ રે
સદ્દગુરુને પૂછીને પગલાં ભરવાં ને, થઇને રહેવું ગુરૂનાદાસ રે.
રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભ્યાસ રે
સદ્દગુરુ સંગે કાયમ રહેવું ને,તજી દેવી ફળની આશ રે.
દાતાને ભોક્તા હરિ, એમ કહેવું ને, રાખવું નિરમળ જ્ઞાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવવું ને, ધરવું ગુરુજીનું ધ્યાન ર.
અભ્યાસીને એવી રીતે રહેવું , જાણવો વચનનો મરમ રે
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઇ, છોડી દેવાં અશુદ્ધ કરમ રે.
Saint Nagesh Sharma સંત નાગેશ संत नागेश
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper