"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

सोमवार, 4 अप्रैल 2016

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
 -નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી
 મુરારિ કહે છે મુખથી માજી…
 તારે હુકમે ભણે છે હાજી હાજી…
 બાપુ બધાનો તારો બેટો રે…
 માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક
 ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
 એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0
 કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
 ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0
 જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
 એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0
 બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
 (આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0
 ’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
 તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper