ધન ગુરૂ દેવા મારા ધન ગુરુ દાતા. ગુરુજી એ શબ્દ સુણાવ્યો રે
ગુરુજી નો મહીમા પલપલ વખાણુ. પંડના પાપ મારા જાવે....ટેક

સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો. અલખ પુરુષ ઓળખાવ્યો રે
બુડતા મારા ગુરુજી એ તાર્યો. જમડા ના હાથેથી છોડાવ્યો રે.....ધન

ગૌદાન દેવે ભલે ભૂમિ દાન દેવે. કંચનના મહેલ લુટાવે
કાશી છેત્રમા જઈને કન્યાદાન દેવે.મારા ગુરુજીના તોલે નાવે.....ધન

ખાલ પડાવુ મારા શરીર તણીને. ઉપર સોનેરી રંગ ચડાવુ
મોજડી સીવડાવી ગુરૂને પહેરાવુ.ગણનો ઓસીગણ કેમ થાવુ.....ધન

સદગુરૂ મળીયા મારા શંસય ટળીયા. લક્ષ ચોરાસીથી છોડાવ્યો
વાઘનાથ ચરણે બોલ્યા રૂખડીયો. મુક્તિનો મારગ બતાવ્યો.....ધન

ત્રીવેણીના તીરમાં રે મોતીડાં નીહાર
સાધુ જન નીજ હંસ નીહારો જેને હીરાનો આહાર રે....ટેક

સુરતી સિંહાસન પ્રેમ પાથરણા, અવલ ઓસીકા સાર
તા પર મારા સતગુરૂ બેઠા, નીરખીને થઇ છુ ન્યાલ રે....ત્રીવેણી

અખે મંડળમાં રાસ રચ્યો રે, થઇ રીયો થૈ થૈ કાર
રોમે-રોમે રામ રમી રહ્યો, અધર ખેલ નીરાધાર રે....ત્રીવેણી

જમનાજીને કાઠે બેઠો જાદવો, કરશનજી રે કીરતાર
મોહન સંગે મોરલી ઇતો, મધુરી કરે છે મલાર રે....ત્રીવેણી

ભવસાગરમા બુડતા મારા, સતગુરૂ તારણહાર
ત્રીકમદાસ ગેબી ગાવે, ખીમ ખલક કીરતાર રે....ત્રીવેણી

ગુરૂગમ સે કહી બતાવો કયા છે ગુપ્ત ગંગા સંતો
દેખ્યા હોય તો કહી બતલાવો મોતી કૈસા રંગા...ટેક

ઘુડ ગુરૂને છિપા ચેલા. દિવસે નહી પગદંડા
આપ ન સુજેને અગમ ભાખે. આપ વખણે અંધા....દેખ્યા

સદગુરૂ એ જ્ઞાન બતાવ્યા. નૈન હુવા નવખંડા
પિંડ બ્રહમાંડસે ન્યારા ખેલે. નહી સુરજ નહી ચંદા....દેખ્યા

કહા સે આયા કહા સમાયા. યહી બડા અચંબા
નયને નિંરખી પિયું ને પરખ્યા. અબ ભયા આનંદા....દેખ્યા

આતમ ચીનયા અનભે પાયા. મિટ ગયા સબ ફંદા
દાસી જીવણ સંત ભીમના ચરણે. ધ્યાની પુરુષકા ધંધા....દેખ્યા

નજરે મોતી આયા મેરી, નજરે મોતી આયા
ભેદ અગમરા પાયા....ટેક
ભેદ અગમરા પાયા....ટેક
ઓહં અજંપા જાપ જપીને, ત્રીકુટી તકીયા ઠેરાયા
ચાલી સુરતા કીયા સમાગમ, સુખમણ સેજ સમોયા....મેરી

અક્ષરા તીતથી ઉતરા મોતી, જઇને સુનમા સમાયા
ઉસકા રંગ સફેદ લીખ લે, ગુરૂગમસે બતલાયા....મેરી

મોતી મણીમે મણી મોતીમે, જયોતમે જયોત મીલાયા
ઐસા હે ખેલ અગમરા, સબ તનમે દર્શાયા....મેરી

અરસ પરસ અંતર નહી રખના હરખ નીરખ ગુણ ગાયા
દાસ અરજણ શીખર પર ચડીયા, અનભે પરીબ્રહ્મ પાયા....મેરી

દલ દરિયામેં ડૂબકી દેના, મોતી રે લેના ગોતી....ટેક
ખારા સમદરમેં છીપ બસત હે, ભાત ભાત કે મોતી
એ મોતી કોઇ લાવે ગોતી, સતગુરૂસે ગમ હોતી....મોતી

રણુંકાર પર ઝણુંકાર હે, ઝણુંકાર પર જ્યોતિ,
એ જ્યોતિ પર અભય સુન હે, વહાં હે એ મોતી....મોતી

નવ દરવાજા દસમી ખડકી, ખડકી મેં એક ખડકી,
એ ખડકી કોઇ સતગુરુ ખોલે, કૂંચી હોય ઉન ઘરકી....મોતી

ડાબી ઇંગલા,જમણી પિંગલા, સુક્ષમણા ઘર જોતી,
તોરલપુરી રૂખડીયો બોલિયા, હરખે હાર પરોતી....મોતી

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી
લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં મોતી
તખત ત્રીવેણી ના તીરમાં રે....સાચાં સાગરનાં મોતી

જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે....સાચાં સાગરનાં મોતી

ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી
એનો રે બનું રે હું તો દાસ રે....સાચાં સાગરનાં મોતી

કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે....સાચાં સાગરનાં મોતી

અવસર નહી આવે રે. તમે ભજન સવાયા કરજો....ટેક.
સંસાર સાગર મહાજળ ભરીયો. તરી શકોતો તરજો.
જગ જીવનના જહાજ લઇને. પેલે પાર ઉતરજો....અવસર

દોનૂદિવા તારી આગળ જળકે. નાભિ કમળ બીચ ધરજો.
હ્રદય કમળમા હેત ધરીને. અમર વરને વરજો....અવસર

મણેક ચોકમા માણુ પડ્યુ છે. ભરી શકાયતો ભરજો.
હિરા માણેક મોતી નીલમ. પારખ થઈ પરખજો....અવસર

સદગુરૂ મળે સંશય ટાળે એવા. સંત ચરણે શીશ ધરજો.
જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. અમરપુરમા ભળજો....અવસર

સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને
શ્વાસોશ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને..ટેક

કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને,
શ્રધ્ધા હોય તો દોડી આવે, સઘળી વાતે સુખ જોને...સંત

અગ્નિને ઉધઇ ન લાગે, મહામણિને મેલ જોને,
અપાર સિંધુ મહાજલ ઊંડા, મર્મીને મન સ્હેલ જોને...સંત

બાજીગરની બાજી તે તો, જંબૂરો બૌ જાણે જોને,
હરિની માયા બહુ બળવંતી, સંતો પાસે હારે જોને....સંત

સંત સેવતાં સુકૃત વાધે, સહેજે નજરમાં આવે જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે હિન્દુ રાજ જોને....સંત

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper