મોતીડાં ચરે રે હંસલો મોતીડાં ચરે,
સુખ રે સાગરમા હંસલો મોતીડાં ચરે....ટેક
સુખ રે સાગરમા હંસલો મોતીડાં ચરે....ટેક
અમુલખ મોતીમા રે હુવા અજવાળા
જવેરી મળે તો એના મુલ રે કરે....સુખ
જવેરી મળે તો એના મુલ રે કરે....સુખ
ખરીદી કરે એને ખોટ નહિ આવે
સુરા રે હોય તે એની વણજ કરે....સુખ
સુરા રે હોય તે એની વણજ કરે....સુખ
ઇ રે મોતીમા ચૌદ લોક સમાણા
બ્રહ્મા ને વિષ્ણુ એના જતન કરે....સુખ
બ્રહ્મા ને વિષ્ણુ એના જતન કરે....સુખ
કહે રે ત્રીકમદાસ ખીમ કેરા શરણે
મરજીવા હોય તે એના મુલ કરે....સુખ
મરજીવા હોય તે એના મુલ કરે....સુખ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper