હાલો ને સખી રે એ તમે શૂન્ય માં!
હોયે જો અલખ ને મળવાની આસ!!
હંસલો લયીને તમે સાધજો!
લેજો મોતી વીણીને તમે ખાસ!!(1)
હાલો ને સખી રે એ...
ભક્તિ નો મારગ ભજન થી ઓળખો!
સુરતા લગાડી શબ્દો ને સાંભળજો ખાસ!!
એને સમઝી ને તમે ચેતજો!
મળશે તમને જ્ઞાન અલખ અવિનાશ!!(2)
હાલો ને સખી રે એ...
આપાપણ ને ટાળી તમે ગોતજો!
મટાવીને લેજો હું ને મારુ તમે ખાસ!!
ઇંગલા ને પિંગલા નું સમાગમ કરજો!
ત્રિવેણી માં જોયી લેજો અલખ નો પ્રકાશ!!(3)
હાલો ને સખી રે એ...
રંગો ની રમત ને તમે તારજો!
દીવો ઓળખાશે તમને પ્રકાશ!!
એનેં પૂરું તમે માનીને નવ બેસજો!
આગડ ગેબી છે અમર અપાર!!(4)
હાલો ને સખી રે...
ઝારનો પહાડો ના દ્રિશ્ય ઓળખાશે!
ભમ્મર ગુંફા ની મોડ લેજો સંભાળ!!
ગુરુ દીપક પ્રતાપે દાસ નાગેશ બોલ્યા!
પિયુ ને મળી સમાગમ કરી લ્યો તમે આજ!!
હાલો ને સખી રે...
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper