"नाम" नागेश जय गुरुदेव (दीपक बापू)

सोमवार, 7 नवंबर 2016

ગુજરાતી ભજન સંગ્રહ ભાગ - 6 GUJRATI BHAJAN SANGRAH BHAAG - 6 गुजराती भजन संग्रह भाग - ६

ગુજરાતી ભજન સંગ્રહ ભાગ - 6    GUJRATI BHAJAN SANGRAH BHAAG - 6       गुजराती भजन संग्रह भाग - ६

હકે હાલો તમે વચન પાળો હા...હા...હા....હા
ભોમીયા તમે ખરી વ્રતિ મા ખેલો , ભાઈ ભલોરે આ ભાવ નો મેળો...............ટેક
પ્રથમ જુગમા પ્રહલાદ સિધ્યા કરી સત્ય ધર્મની વાત.....હા.......હા
રાણી રતનાવલી એ રોપ્યો, ધન ધન ધર્મ નિજાર................ભાઈ ભલો
ઋષિ માતંગ ધેર પાટ માંડયો , રચ્યો મહાજંગ.......હા.......હા
સત ના રસ્તે ચાલ્યા , રાણી તારા ને હરીશચન્દ્ર.....................ભાઈ ભલો
દેવ દતાત્રેય ઋષિ નારદ , વિદુર ને વળી વ્યાસ.........હા........હા
નવ નાથ ને સિધ્ધ ચોરાશી એને નિજ્યા ધર્મ ના નીમ.....................ભાઈ ભલો
રાજા યુધિષ્ઠિર સહદેવ નકુલ , અર્જુન ને વળી ભીમ...........હા.........હા
શ્રી કૃષ્ણ ને રાણા રુક્ષમણી એને નિજ્યા ધર્મના નીમ...................ભાઈ ભલો
વામન રુપે પ્રભુ પધાર્યા રાજા બલી ને દ્વાર...............હા ..........હા
ગુરુ શુક્રાચાર્ય બોલ્યા , તારુ સધળુ ના હાર...................ભાઈ ભલો
મહાધર્મમા અનેક સિધ્યા, અસંખ્ય ને અપાર..............હા........હા......
જે કોઈપહોચ્યા ગુરુ ને ચરણે એતો પહોચ્યા ભવપાર...........ભાઈ ભલો
સત્ય ધર્મનો મહિમા મોટો મુખે કહયો ના જાઈ.............હા.........હા
સત ને શબ્દે ને ગુરુ ના વચને સહદેવ જોષી ગુણ ગાઈ............ભાઈ ભલો





કેમ તો મુંજાણી મતિ તારી
એ એવો વણજે આવ્યો વપારી....ટેક
સોંઘુ જાણીને તમે સાટું નવ કરજો રે … જી…
એ વસ્તુ જ લેજો વિચારી....એવો વણજે
મનખ્યા પદારથ તને માંડ કરીને મળ્યો
એમા બાંધી ભૂંડપની ભારી....એવો વણજે
સદગુરુને તમે સંગાથે લેજો વ્હાલા
એ આપે શિખામણ સારી....એવો વણજે
હરિજન માટે તમે, હરિરસ વ્હોરજોને
શુદ્ધ – બુદ્ધ રહેશે એમાં સારી....એવો વણજે
દાસી જીવણ રે સંતો ભીમ કેરે શરણે
શરણે આવ્યાને લેજો ઉગારી....એવો વણજે



જ્ઞાન ગંગા મા નાહિ લે પ્રાણી.થઇને જાકમ જોળ.
વિવેક રૂપી વારી લઇને નાહિ લે માથા બોળ....ટેક
સમજણ સુ નીર લઇ ને કળશ માથે ઢોળ.
તો આનંદ ની લેરૂ છુટે. એની ઉડે સોળ...જ્ઞાન
વૈરાગ રૂપી માટી લઈ ને. મનને રગદોળ.
ધોતાધોતા ઉતરી જાસે. આ દિલડાની ખોળ....જ્ઞાન
જગત બધુ ચડી ગયું છે. મોહ ને ચગડોળ.
બ્રહ્મ રસાયણ પીધાં વિના.કેમ ઉતરશે મોળ...જ્ઞાન
ચીત જેનુ ચીદ્રુપ બન્યુ. જાણે રંગ સોળ.
શોભે છે ભવાની દાસ. સસી કળા સોળ.....જ્ઞાન




સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
લાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામા
જોયું મેં તો જાગી હો જી ...
કપડા ભી રંયા સાધુ, અંચલા ભી રંગયા હો જી.
તો ભી મેરો મનડો ન રંગાયો મેરે લાલ.
જોયું મેં તો જાગી હો જી ...
ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.
તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી ...
મચ્છન્દરના ચેલા જતિ ગોરખ બોલિયા
બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી...........



ગુરુજી મહામંત્ર નો મોટો છે મહીમાં વખાણુ બ્રહ્મના વેદ માં,
જેના ઋષી મુની જપતા તા જાપ. હરી નોતા ચારે વેદમાં....ગુરૂજી
અસલ જુગ માં નોતો આધાર પચાસ કરોડ મા પાણી રે, 
તેદી નીરંજન હતા નિરાકાર એમાથી શક્તિ દર્શાણી ..... ગુરુજી
શક્તિ એ કીધો સમાગમ નિરંજને વચન દીધા રે,
તેદી ઉમિયા ને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.... ગુરુજી
પાંચેય મળી ને કર્યો આરાધ શક્તિ એ પ્રમોદ દીધો રે,
તેદી ધરતી ના બાંધ્યા ધરમ નિજ ધરમ તેદી સ્થાપ્યો રે.... ગુરુજી
ગુરુ નાદ રે બુંદ નો આ વિસ્તાર એમ સંસાર પ્રગટ કીધો રે,
એમ બોલ્યા ઋષી માંરકુંડ મહામંત્ર શિવજી ને દીધો રે.... ગુરુજી




મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
જૂઠે ઝઘડે છોડ કે અબ તો, હરિ ભજન કો ગાતા હું.…(૧)
રાજા રંક ફકીર યા સાધુ, સબકો મિલને જાતા હું,
ગુરૂ કૃપા સે હાથ જોડકર, સબ કો શિશ ઝુકાતા હું.…(૨)
ભલા-બૂરા જો કોઇ કહે, પર ધ્યાન ન ઉસપે લગાતા હું,
યારો મેય હું દાસ તુમારા, યું કેહકર સમજાતા હું.…(૩)
'અબ્દુલ સતાર' હેય નામ મેરા, 'દાસ સતાર'કેહલાતા હું,
મેરા મુરશીદ હેય રંગીલા, યારો મંય રંગ રાતા હું.…(૪)



જેસલ રચ્યો મહા મંડપ આજ. આનંદ મારા ઉરમાં રે.
આજે ગુરૂ ગાદી પર મહારાજ. પધરાવુ રે ઉમંગમા રે...ટેક
લાવ્યા સુરતા દોરી જેસલરાય. ખીમડા ગુરૂ ની સાનમા.
તેનો રચ્યો મહા મંડપ આજ. તના ગુણ ગાઉ વચનમા રે...જેસલ
કિધો બાવન અક્ષર નો સ્થંભ. રંગ્યો બહુ રંગ મા રે
તે પર ચાદ વેદ ની ચોગઠ પંચમ વેદ વચમા રે...જેસલ
સાત ભુમિકાની એ સાન. વાસણ સાત એક મા રે
બાંધ્યા તેને ચાર લાકડીની માય. ભક્તિ અંગ ચારમાં રે...જેસલ
નવ ઇન્દ્રિયો ના દોર. બાંધ્યા છે નવ નવ નાડા રે.
દશમી દોરી સુરતા ધાર. બાંધી વેદ મુળમા રે...જેસલ
સુરતા અનંત દિશા થી આઇ. બાંધી છે વેદ મુળમા રે
અજાતીય સાધુ એ દોરી પર. બેઠા છે આનંદમા રે...જેસલ
સ્થાપન કીયા હૈ સ્થુળ દેહ. તત્વ ચોરાશી ખાના રે
તેના રંગ ઉપર દેખાય. પંચરંગી ધજામા રે...જેસલ
સુક્ષ્મદેવ પંચમ થી પર. જ્યોતિ નિજીયા શીખરમા રે
તેને જુએ કોઈ અનુભવી સંત. નિજપદે ગુરૂગમમા રે...જેસલ
આજે ગુરૂ ગાદી પર મહારાજ. દાદા ઉગમશી મંડપમા રે
એમ કરી ગાયુ છે તોરલબાઇ. એજ લાભની સમજમા રે...જેસલ



વરતાણી આનંદ ની લીલા. આજ મારી બાયુ રે
બેની મને ભીતર સદગુરૂ હે મળીયા.......ટેક
અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. સઘળી ભોમીકા ભાળી.
શુનમંડળ મા મારો શ્યામ બીરાજે. ત્રીકુટી મા લાગી ગઇ તાળી.....આજ
અગમ ખડકી જોયુ ઉઘાડી . સામા સદગુરૂ દિસે.
રંગ મહેલ પર લેપત લાગી . ત્યા તો કેડી કેડી યાચના કીજે.....આજ
બાવન બજાર ચોરાશી ચૌટા. કાચ મહેલ મંદિર કિના
જનક શહેર ને જરોખા જાળીયા . એમા દો દો આસન દિના.....આજ
ઘડી ઘડી ના ઘડયાળા વાગે. છત્રીસ રાગ સુણાય.
ભેર ભુગંળ ને મૃદંગ વાગે . જાલરી વાગે જીણી જીણી....આજ
ચીત્રામણ શીહાસન પવન પુતળી. નખ શીખ નેણે નીરખી.
અંગ ના ઓશીકા પ્રેમ ના પાથરણા . સદગુરૂ દેખી હુ તો હરખી....આજ
સત નામ નો સંતાર લઇ. ગુણ તખત પર ગાયો
લખમી સાહેબ ને ગુરૂ કરમણ મળીયા. મને ભેદ અગમરો પાયો....આજ


સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી....૧
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી.....૨
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો
સતગુરુજી....૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી....૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી....૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી....૬
"સવો" કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી...૭



શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે!સંતો
વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું!
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!


નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો
હંસલા! નવાં કલેવર ધરો.
મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો,
કણ સાટે છો ચુગો કાંકરી, કૂડના બી નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો.
ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.
અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.
રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બા'ર નીસર્યો
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.
-ઝવેરચંદ મેઘાણી

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें

Please inform direct to admin if things are not proper