ગુજરાતી ભજન સંગ્રહ લિખિત
gujrati bhajan lyrics
Gujarati Bhajan Lyrics
गुजराती भजन लिखित
સતગુરૂજી અમને ચરણોમાં લેજો
સતગુરૂજી અમને ચરણોમાં લેજો
ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી....૧
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી....૧
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી.....૨
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી.....૨
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો
સતગુરુજી....૩
સતગુરુજી....૩
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી....૪
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી....૪
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી....૫
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી....૫
છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી....૬
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી....૬
"સવો" કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
#$મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
#$મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
#$જૂઠે ઝઘડે છોડ કે અબ તો, હરિ ભજન કો ગાતા હું.…(૧)
#$રાજા રંક ફકીર યા સાધુ, સબકો મિલને જાતા હું,
#$ગુરૂ કૃપા સે હાથ જોડકર, સબ કો શિશ ઝુકાતા હું.…(૨)
#$ભલા-બૂરા જો કોઇ કહે, પર ધ્યાન ન ઉસપે લગાતા હું,
#$યારો મેય હું દાસ તુમારા, યું કેહકર સમજાતા હું.…(૩)
'#$અબ્દુલ સતાર' હેય નામ મેરા, 'દાસ સતાર'કેહલાતા હું,
#$મેરા મુરશીદ હેય રંગીલા, યારો મંય રંગ રાતા હું.…(૪)
#$શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
#$શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
#$ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
#$નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
#$ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે!સંતો
#$વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
#$ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું!
#$ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
#$અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!
#$
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઊકળતા આ ચરુ અંતરના
અગ્નિ ઝાળો લઈએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
સંકેલાણી દિશાયું સઘળી
ક્યાં ઉતારો કરીએ
જગત તણા તપતા રણમાં
અમે તરસ્યાં તરસે મરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
કવિ દાદ
નવાં કલેવર ધરો
નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો
હંસલા! નવાં કલેવર ધરો.
મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો,
કણ સાટે છો ચુગો કાંકરી, કૂડના બી નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો.
ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.
અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.
રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બા'ર નીસર્યો
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.
વ્હાલાજી તું આપે એટલું લઉ,
વ્હાલાજી તું આપે એટલું લઉ, એમાં ઓછું વધુ નહીં કંઉ....
આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બઉ
પણ મુખમાં સમાઇ જાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં...
મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં
મીલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરેછે સઉ..
સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં, થઈ જાય અપચો બઉ
મીઠડું મજાનું ઝરણું મળે તો, અમૃત ઘુટડા લઉં....
ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો, ચાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં, તું રાખે એમ રઉ

एवा हेत राखो तमे राम थी
एवा हेत राखो तमे राम थी
राखे जेम चंद ने चकोर
राखे बपैया ने मोर एवा हेत।.......
राखे बपैया ने मोर एवा हेत।.......
हेत वखाणीये कुंजडीयु केरा बचला मेली मेरामण थी जाय
आठ आठ महीने आवीने ओलखे आनु नाम हेत रे केवाय..........।एवा हेत।
आठ आठ महीने आवीने ओलखे आनु नाम हेत रे केवाय..........।एवा हेत।
हेत वखाणीये ओली वीछण केरा ई ऐना बचला ने सोंपी दे शरीर आप रे मरे ने पर ने ओधरे छता एनी मेरु सरखी धीर..........। एवा हेत।
हेत वखाणीये नळ पक्षी केरा
उडीने आकाशे जाय
दृष्टी थकी कुळ ऐना नीपजे
आनु नाम साचो प्रेम केवाय ................एवा हेत ।
उडीने आकाशे जाय
दृष्टी थकी कुळ ऐना नीपजे
आनु नाम साचो प्रेम केवाय ................एवा हेत ।
सरखे सरखी साहेली कुवे जल भरवा जाय हसे बोले ने करताली दीये छता ऐनी सुरता बेडला नी माय ...............एवा हेत।
रंग बेरंगी भमरलो उडीने आकाशे जाय दासी जीवण संतो एम वीनवे
आवी वातो कोक अनुभवी ने ओळखाय।......... एवा हेत राखो तमे राम थी ।।।
आवी वातो कोक अनुभवी ने ओळखाय।......... एवा हेत राखो तमे राम थी ।।।
મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
મસ્તી મેં મેંય મસ્ત બના હું ,અબ તો મેંય મદ માતા હું,
જૂઠે ઝઘડે છોડ કે અબ તો, હરિ ભજન કો ગાતા હું.…(૧)
રાજા રંક ફકીર યા સાધુ, સબકો મિલને જાતા હું,
ગુરૂ કૃપા સે હાથ જોડકર, સબ કો શિશ ઝુકાતા હું.…(૨)
ભલા-બૂરા જો કોઇ કહે, પર ધ્યાન ન ઉસપે લગાતા હું,
યારો મેય હું દાસ તુમારા, યું કેહકર સમજાતા હું.…(૩)
'અબ્દુલ સતાર' હેય નામ મેરા, 'દાસ સતાર'કેહલાતા હું,
મેરા મુરશીદ હેય રંગીલા, યારો મંય રંગ રાતા હું.…(૪)
શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
શાં શાં રૂપ વખાણું રે સંતો, શાં શાં રૂપ વખાણું?
ચંદા ને સૂરજ વિના મારે વાયું છે વાણું!- સંતો
નેજા રોપ્યા નિજધામમાં, વાજાં અનહદ વાગે,
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર બિરાજે!સંતો
વિના રે વાદળ, વિના વીજળી, જળ સાગર ભરિયું,
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતિડું ધરિયું!
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,
અખો આનંદ શુ ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી!
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઊકળતા આ ચરુ અંતરના
અગ્નિ ઝાળો લઈએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
સંકેલાણી દિશાયું સઘળી
ક્યાં ઉતારો કરીએ
જગત તણા તપતા રણમાં
અમે તરસ્યાં તરસે મરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
કવિ દાદ
નવાં કલેવર ધરો
નવાં કલેવર ધરો, હંસલા! નવાં કલેવર ધરો,
ભગવી કંથા ગઈ ગંધાઈ, સાફ ચદરિયા ધરો
હંસલા! નવાં કલેવર ધરો.
મોતી તણો તેં ચારો માની ચણિયાં વિખનાં ફળો,
કણ સાટે છો ચુગો કાંકરી, કૂડના બી નવ ચરો
હંસલા ! નવાં કલેવર ધરો.
ગગન તારલે અડવા ઊડતાં પૃથ્વીથીય ટળ્યો;
ઘૂમો સીમાડા આભ તણા, પણ ધરણી નવ પરહરો
હંસલા! નવાં કલેવર ધરો.
અધુઘડી આંખે જોયું તે સૌ પુરણ દીઠું કાં ગણો?
આપણાં દીઠાં અસત ઘણેરાં, નીરખ્યાનો શો બરો!
હંસલા! નવાં કલેવર ધરો.
રાત પડી તેને પરોઢ સમજી ભ્રમિત બા'ર નીસર્યો
હવે હિંમતમાં રહો જી રુદિયા! અનહદમાં સંચરો
હંસલા! નવાં કલેવર ધરો.
ત્રિગુણી તોરણીયા રે બંધાવો
ત્રિગુણી તોરણીયા રે બંધાવો
રે સાહેલી મોરી પાંચ રે તત્વનો માંડવો ૨
ગુણલા ગુણેશજી બેસાડીયા
પ્રેમની પીઠી ચોળાય
વર નું નામ અજર અમર છે
આવા ગીતડીયા રે ગવાય
રે સાહેલી મોરી પાંચ રે....
પાંચ સાત સાહેલી મળી
જાનુ સાબદી થાય
ધીરજના ઢોલ વગાડીયા
ખમૈયાની ખારેકું રે વેચાય
રે સાહેલી મોરી પાંચ રે....
જાન આવી ઝાંપલે
એનો સૂક્ષમણા સંદેશો લઇ જાય
ઇંગલા ને પીંગલા હાલી વધાવવા
સતના ચોખલીયા રે ચોળાય
રે સાહેલી મોરી પાંચ રે.....
આમ ચારે જુગની ચોરી રચી
ધરમની નાખી વરમાળ
બ્રહમાંજી બેઠા વેદ વાંચવા
કરણી ના કંસાર જમાય
રે સાહેલી મોરી પાંચ રે.....
આમ ઇંગલા પીંગલા સૂક્ષમણા
એ ત્રિવેણી ભેગી થાય
સર્વે સંતોની દયા થકી
માંડવો રવિસાહેબ ગાય
રે સાહેલી મોરી પાંચ રે.....
हरी जने माया हरी ने सोपि रे भगति ना माटे
हरी जने माया हरी ने सोपि रे भगति ना माटे
पोते लज्या पोतानि लोपी रे भगति ना माटे
तारा दे जरा ना लज्या छोड़ी अयोध्या ना राजा
ऋषियो ने पूजता मेलि मरजादा रे;..........भगति
मीरा बाय ने लागि ताली गिरधर वीना कछु ना भाली
राणा जिये जेर पाया गाली रे;.........भगति;
तोरलदे महासती शाना सधिर ने बोले बँधाना
शारीर वेचि लाव्या ता दाना रे:.......भगति
राज पदमणि रूपादे राणी पाटे जाता चन्द्रावली ये जानी
रावल मालदे जिये तरवारु तानि रे:........भगति
टेक वाला ने अटक आवे पामर ना केवाथि दिल ना डगावे
एवी सतियु अमरापर जावे रे:.......... भगति
खोली जोवो पीरा ना खाता पतिव्रत पाली पाटे जाता
वाचः काछ ना हता साचा रे:.........भगति
मान मेलि मंडप माँ मान्या सतगुरु ने वचने वेचाना
दासी ज़बु कहे वेदे वखान्या रे :.........भगति
ગગન ગઢ રમવાને હાલો
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન-૩
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ-૭
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ-૧0
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫ —
પ્રીતમ વરની ચૂંદડી રે
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..૦
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..૦
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..૦
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..૦
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..૦
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..૦
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..૦
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..૦
साघु तमे समजी ने हालो
साघु तमे समजी ने हालो
बोेले बावन थी बारो ़़़हे जी
पींड बरमांड नी उपरे
कोइ संत चडे चोघारो ़़़साघु
वाजींतर मां वघु ऊतावळो
भुंगळ मां भणकारो ़़़हे़़जी़़़़़
पवन पुतळी रमे पृेम थी
नाभी कमळ वीसतारो ़़़साघु
ढोल नगारा घें घें वागे
पडधम मां पडकारो ़हे़़़़जी़़़़
नाभी कमळ थी नीरखी जोयु
तांत करे तुंहीकारो ़़़साघु
पल पल ऐ रंग पलटावे
कोटी कळा नो करनारो ़़़हे़जी
जोघा परतापे भणे भवानी दास
कोइ मन वृती ने वारो ़़़साघु
ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે‚ રંગાવો રામા ચૂંદલડી…
ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે‚ રંગાવો રામા ચૂંદલડી…
એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ! ચૂંદલડી…
રૂ તો મંગાવ્યાં હરજીવનના હાટના રે મન વિચાર કરી લે !
વોર્યા વોર્યા આગું ને આધાર રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીના સુતર સુકુળવંતીએ કાંતિયાં રે મન વિચાર કરી લે !
કાંત્યાં કાંત્યાં કાંઈ નવ મહિના નવ ટાંક રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રે મન વિચાર કરી લે !
અને તાણ્યો છે કાંઈ હે જી જર્મી ને આસમાન રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ચોરાસી યોજનમાં આવી ચૂંદલડીનો તાણો તણ્યો રે મન વિચાર કરી લે !
એનો વણનારો છે ચતુર સુજાણ રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડી ચારે છેડે મોરલા રે‚ મન વિચાર કરી લે !
અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીને છેડે જો ને રૂડાં બીબાં પાડિયાં રે મન વિચાર કરી લે !
પાડી પાડી ચોખલીયાળી ભાત રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે મન વિચાર કરી લે !
અને નિરખવા કાંઈ હે ધ્રુવ ને પ્રેહલાદ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ઉગમશીની ચેલી સતી લીળલબાઈ બોલિયાં રે મન વિચાર કરી લે !
આવી ચૂંદલડી ઓઢયાની ઘણી મુંને હામ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ
સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ
પ્રેમ લગાના ચાહિરે મનવા
પ્રીત કરના ચાહિ (ધૃવ)
નિત નાવન સે હરિ મિલે
તો જલ જંતુ હોય,
ફલમૂલ ખા કે હરિ મિલે
તો બાદૂર બાંદરાય.
તુલસી પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂ તુલસી ઝાડ,
પત્થર પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં પહાડ.
તિરણ ભખન સે હરિ મિલે
તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડન સે હરિ મિલે
તો બહુત રહે હૈં ખોજા.
દૂધ પીને સે હરિ મિલે
તો બહુત વત્સ બાલા
’મીરાં’ કહે બિના પ્રેમ સે
નહીં મિલે નંદલાલા.
આ કહે હીરસાગર સુણો હરિજનો ,નામ નિરંજન હૈ ન્યારા
આ કહે હીરસાગર સુણો હરિજનો ,નામ નિરંજન હૈ ન્યારા
જે નામે આ સૃષ્ટી રચાણી રચાયા સર્વે બ્રહમાંડા ........કહે હીરસાગર સુણો હરિજનો
દેવી દેવતા એ નામ થકી છે નામ થકી શાસ્ત્ર પુરાણા
નામ થકી ચંદ્ર ને સુરજ નામ થી દસ અવતાર ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ થકી અનેક સંતો।,ગ્રહી નામ આધારા
પીર પયગમ્બરો તીર્થકરો ,નામ ક સોઈ વિસ્તારા ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ રૂપ ગુણ થી આગે પોતે ,સતનામ કિયા વિચારા
જે નામ અનામી પાયા ઘટ મેં નિરંતર હૈ નિરાધારા ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ પાયા સતગુરુ ચરણ સે હુવા જીવ નીસ્તારા
હીરસાગર હરી પ્રગટ દેખ્યા ,સદગુરુદેવ દીદારા ........કહે હીરસાગર સુણો હરિજનો
સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર
સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર
મારા જીવન ના આધાર તમોને વંદન વારંવાર
બ્રહ્મા વિષ્ણુ મહેસ જેવા
સમજી કરીએ આપની સેવા
મનમાં શંકા નહિ તલભાર તમોને વંદન વારંવાર
આપે ખોલી અંતર ની બારી
સહેજે મળ્યા દેવ મુરારી
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર
સેવા સમરણ કાયમ આપો
દાસ જાની અંતર માં સ્થાપો
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર
લાલ ત્રંબક જશ ગુણ ગાવે
જનમ મરણ પાતક માં ના આવે
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ
એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ
તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનુર છે એમાં નુર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
હ્રદય મા વસ્તુ છે અણમોલી, તારા ઘટ મા પીયુ બીરાજે
હ્રદય મા વસ્તુ છે અણમોલી, તારા ઘટ મા પીયુ બીરાજે
તુ અંતર પટ જો ખોલી.... હ્રદય મા
સંત સમાગમ નીસદીન કરીયે,
સાંભળી એ શુધ્ધ બોલી.
સજ્જન કેરા સંગ મા ભાઈ,
પ્રગટે પ્રેમ ની હોળી..... હ્રદય મા વસ્તુ છે
સંત સમશેર લઈ ને માર જો,
પાંચ પચીસ ની ટોળી.
શુધ્ધ શબ્દો સંતો ના ભાઈ
પીજો ઘોળી ઘોળી.... હ્રદય મા વસ્તુ છે
ગુરુ કરી ને ગુરુ ચરણ માં રેજો,
શબ્દ ને લેજો તોળી
દાસ સતાર સદગુરુ પ્રતાપે
તો વાગે જ્ઞાન ની ગોળી.... હ્રદય મા વસ્તુ છે
કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚
કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚
મારી હાલ રે ફકીરી !
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે…
મારી હાલ રે ફકીરી…
જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…
મારી હાલ રે ફકીરી…
કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…
મારી હાલ રે ફકીરી…
ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…
મારી હાલ રે ફકીરી…
પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…
મારી હાલ રે ફકીરી…
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…
મારી હાલ રે ફકીરી…
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…
મારી હાલ રે ફકીરી…
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚
દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚
સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર
તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚
જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
મારા રામના રખવાળા
મારા રામના રખવાળા ઓછા હોય નહિ
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ
એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે
એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ
કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે
એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ
સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા
એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ
મારા રામના રખવાળા ઓછા હોય નહિ
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ
મારા રામના રખવાળા હોય નહિ
શાંતિ પમાડે તેને સંત કહીએ
શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે!
કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?
રાજાની ચાકરી નિત્ય રહી ઊભી
ત્યારે પારકી તો વેઠ શીદ વહીએ રે?
વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ના ભણાવ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ રે?
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો
ત્યારે તેની સંગાથે શીદ જઈએ રે?
વૈદ્યનો સંગ કરે રોગ રહ્યો ઊભો
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?
કીધી બાંધણી ને માથું વઢાવે
ત્યારે તેને તે ઘેર શીદ જઈએ રે?
નામ અનામ સદ્ગુરૂએ બતાવ્યું
તે નામ ચોંટ્યું છે મારે હૈયે રે!
બાપુ તેની કાયા તો નરવો સ્નેહ છે
અમે એવા સ્વામીને લેઈને રહીએ રે!
માનવ નડે છે માનવીને
માનવ નડે છે માનવીને મોટો થયા પછી
ચાવી મળે ગુનાઓની જ્ઞાની થયા પછી
માનવ નડે છે માનવીને…
માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી
બદલી ગયો તું પરણીને યૌવન મળ્યા પછી
માનવ નડે છે માનવીને…
ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણાં
ભૂલી ગયો એ ભાવના પૈસો થયા પછી
માનવ નડે છે માનવીને…
નમતો હતો તું સર્વને નિર્ધનપણાં મહીં
ઝગડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી
માનવ નડે છે માનવીને…
હું પણ પ્રભુ બનીને પૂજાવું છું ઘણે
‘આપ’ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી
માનવ નડે છે માનવીને…
વીરા, તારે હીરાનો વેપાર જી
વીરા, તારે હીરાનો વેપાર જી
હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
કૈંક મફતિયા ફરે બજારે બેસશે રોકી બાર જી
મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર
વીરા, તારે હીરાનો વેપાર જી
મૂડી વિનાના માનવી સાથે કરીશ મા વેપાર જી
નફો ન મળશે, ઘરનું ટળશે, હાંસલમાં તકરાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર જી
શેરી ઝવેરીની છોડીને ન જાજે બકાલીને બજાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
ફાંટ બાંધી એની ફેરી ન દેજે દલાલોને દ્વાર જી
વેચવા ગ્યા એ પંડે વેચાણાં જગતને બજાર જી
ભાઈ, તારે હીરાનો વેપાર જી
હૈડાં કેરી હાટડી ખોલીને બેસી રે તારે બાર જી
‘કાગ’ ઝવેરી કોઈ મળી જાશે, બેડો થાશે પાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
વીરા, તારે હીરાનો વેપાર જી
હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણકાર
ભાઈ, તારે હીરાનો વેપાર જી
ભાઈ, તારે હીરાનો વેપાર જી
કાચબા-કાચબીનું ભજન
કાચબો કહે છે કાચબીને તું રાખની ધારણ ધીર
આપણને ઉગારશે વહાલો જુગતેશું જદુવીર
ચિંતા મેલી શરણે આવો રે
મરવા તુંને નહિ દે માવો રે
વારતી'તી તે સમે તેં શા વાસ્તે મારું કેમ ન માન્યું કે'ણ
હવે નથી કોઈ આરો વારો થયા પૂરા આયખાના ખેલ
પ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે
માથે આવી મોત નિશાની રે
અબળાને એતબાર ન આવે કોટી કરોને ઉપાય
કહ્યું ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાય
એવી તો વિશ્વાસવિહોણી રે
પ્રથમ તો મત્સ્યની પોણી રે
કાચબી કહે છે ક્યાં છે તારો રાખણહારો રામ
હરિ નથી કોઈના હાથમાં રે તમે શું બોલો છો શ્યામ
મરવા ટાણે મતિ મુંઝાણી રે
ત્રુટ્યા પછી ઝાલવું તાણી રે
ત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે એતબાર
અટક પડી હરિ આવજો રે મારા આતમનો આધાર
છોગાળા વાત છે છેલ્લી રે
ધાજો બુડ્યાના બેલી રે
કાચબી કહે છે કોણ ઉગારે જાતો રહ્યો જગદીશ
ચારે દિશાથી સળગી ગયું તેમાં ઓરીને વિચોવીચ
જેનો વિશ્વાસ છે તારે રે
એનો એતબાર ન મારે રે
બળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણ
નિંદા કરે છે નાથની રે એ તો મારે છે મુજને બાણ
વહાલો મારો આવશે વ્હારે રે
ઓર્યામાંથી ઉગારવા સાટે રે
કાચબી કહે છે કિરતાર ન આવ્યો આવ્યો આપણો અંત
પ્રાણ ગયા પછી પહોંચશે રે તમે શું બાંધો આશનો તંત
આમાંથી જો આજ ઊગરીએ રે
પાણી બાર કદી ન પગ ભરીએ રે
વિઠ્ઠલજી મારી વિનંતિ સુણી શામળા લેજો સાર
લીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહાર
હરિ મારી હાંસી થાશે રે
પરભુ પરતીતિ જાશે રે
કેશવજીને કરુણા આવી મોકલ્યા મેઘ મલ્હાર
આંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતાર
ભોજો કે છે ભરોંસો આવશે જેને રે
ત્રિકમજી મારો તારશે તેને રે
મઢીમેં તખત પર મેરી ધુન અખંડ
મઢીમેં તખત પર મેરી ધુન અખંડ
ચીદાનંદ સ્વરૂપ જ્યાં આત્મા અસંગ – મઢીમેં (૧)
નિરાકાર રૂપ જ્યાં નિર્ગુણ ન્યારા
જ્ઞાન પ્રકાશ જ્યાં નુર અપારા
અમૃત ધારા વહે ગરજે ગગન – મઢીમેં (૨)
ઢોલ નગારા ઘંટ રણકારા
વેણું જાલરના સુર લાગે પ્યારા
શહેનાઈ બંસરી સાથે બાજે મૃદંગ – મઢીમેં (૩)
પુર્ણ બ્રહ્મ જ્યાં શેષ નહિ માયા
આખા વિશ્વમાં એના અજવાળા
સદગુરુએ કરાવ્યા અમને એનાથી સંબંધ – મઢીમેં (૪)
સત્ય ભજન એક અમર ધારા
કોને કહુ આ અનુભવ અમારા
કહે નાથા ભગત રહું મગન હી મગન – મઢીમેં (૫)
अगर है शौक मिलने का
अगर है शौक मिलने का
हरदम लौह लगाता जा
जलाकर खुदनुमाई को
भसम तन पर लगाता जा..........टेक
पकडकर ईश्क की झाडु
सफाकर हिजु ए दिल को
दुईकी धुल को लेकर
मुसल्ले पर ऊडाता जा........अगर है
मुसल्ला छोड तसबी तोड
किताबे डाल पानी मै
पकड दस्त फकिरो का
गुलाम ऊनका कहाता जा...अगर है
न मर भूखा न रख रोजा
न जा मस्जिद न कर सिजदा
वजुका तोडदे कुंजा
शराबे शौक पीता जा.........अगर है
हमेशा खा हमेशा पी
ना गफलत मै रहो एक दम
नशे मै सैर कर अपनी
खुदी को तु ज़लाता जा.....अगर है
न हो मुल्ला न हो बमन
दुई कि छोडकर पूजा
हुकम है शाहकलंदर का
अनलहक तु कहाता जा........अगर है
कहे मनसुर मस्ताना
हक मैने दिल मै पहचाना
वोही मस्तो का मयखाना
ऊसीके बीच आता जा.........अगर है
ઝટપટ મન ચેત તજ ખટપટ - છંદ રેણકી
ઝટપટ મન ચેત તજ ખટપટ - છંદ રેણકી
દુહો
કયું અટકત શુભ કાજમેં, ખટપટ મત કર ખ્યાલ,
કઠિન ઝપટ શિર કાલકી, ઝટપટ તજ જંજાલ.
છંદ - રેણકી
ઝટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાળ નફટ શિર ઝપટ કરે---
ઘટઘટ પ્રતિ રોગ, અઘટ ઘટ ઘટના, વટવટ જ્ઞાન વિકટ વરનં,
તટતટ ફિર તિર્થ સહત સંકટ તન, મિટ તન ફેર નિકટ મરનં,
રટરટ મુખ રામ શમટ ભવસાગર, તરની શુભ વટ શરટ તરે – ઝટપટ...૧
તનમન ધન કિસન શરન કર અરપન, મન રન હન બન મોક્ષ બરં,
છન છન દન જાત કાલ ગતિ ધન સમ, અમન ચમન મન કયું અડરં,
દરશન મન મગન ભજન કર નિશિ દિન, જપતનિરંજન પાય જરે—ઝટપટ...૨
હર હર પર વિપત ધ્યાન ધર હરિ હર, ડર ડર પગ ભર દુક્રત ડરં,
કર કર શુભ કરમ ધરમ અવસર કર, નરવર સબ પર સમ નજરં,
ફર ફરના જન્મ મરન ફેરા ફર, શ્રીવર ચિતધર કાજ સરે—ઝટપટ...૩
હક હક ગ્રહ બાત અહરતજ બરહક, બક બક મત કર જક બદનં ,
છક છક મત ઈશ્ક તકત કયું બદ તક, મસ્તક ફિરત કેફ મદનં,
અંતક મિલ દૂત મચાવત ધક બક, ડારત દોજખ જીવ ડરે—ઝટપટ...૪
છલબલ તજ સકલ ચપલ મન ચલદલ, પલ પલ દુ:ખ માયા પ્રબલં,
જલબલ તન ખાખ હોત નિર્બલ જન, કલ ન પરત ગતિ હે અકલં,
તલ તલકી ખબર લેત હરિ ભૂતલ, ચલ સદ્પંથ જનમ સુધરે—ઝટપટ...૫
દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ, પગ પગ મગ મગ અલગ પરં,
ચગચગ મુખ દંત બચન જબ ફગફગ, જમ અનુચર લગભગ જગરં,
ભગવત ભજ ચેત સુભગ નર જગ ભલ, પિંગલસુજસ અચલપ્રસરે—ઝટપટ...૬
છે સર્વ લીલા સર્વ સ્થળમાં
રાગ : ભૈરવી – ત્રિતાલ
છે સર્વ લીલા સર્વ સ્થળમાં, સર્વ શક્તિમાનની
ગુણવંત થાવું ગર્વ તજીને, ગૂઢ ગતિ છે જ્ઞાનની,...ટેક.
ભક્તિ નવ ભેદ છે, સમજો તેનો સાર,
પ્રેમ ભક્તિ પ્રભુને પ્રિય પામે નહીં કોઈ પાર,
કોઈ પાર પામે પુરુષ વીરલા, ધૂન લાગે ધ્યાનની.છે સર્વ...૧
લીલામાં રસ લાગશે સુકામાં નહીં સ્વાદ,
સ્થિર મનથી અનુભવ થશે, આપ કરી લ્યો યાદ,
કરી યાદ બરને કવિ પિંગલ, બાળલીલા કાનની. છે સર્વ...૨
જેને મળે ધણી મોટો રે (ભજન : ધીરાના ઢાળનું)
જેને મળે ધણી મોટો રે, તેને શું રહે તોટો,
ભલે હોય જાતે છોટો રે, જોતાં નાવે તેનો જોટો રે...જેને...ટેક.
જુવો સુદામો વિપ્ર જાતનો, દુ:ખી હતો બહુ દીન,
કંચલ મહેલ બન્યા સુખકારી, પ્રભુ મળ્યા પ્રબીન,
કશબી થયાં કપડાં રે, પેરવા નોતો લંગોટો... જેને...૧
પાંચ હતા પાંડવના પુત્રો, શત કૌરવ શૂરવીર,
ભારત અંતે પ્રભુ થયા ભેરુ, સુન્દર શ્યામ શરીર,
જુવો ધર્મ જીત્યો રે, ખરો રિપુ થઈ ગયો ખોટો... જેને...૨
કળજુગમાં નરસી મહેતાના, કૈક સુધાર્યા કાજ,
પુત્રીના મામેરાં પૂર્યા નાથ, ગરીબનિવાજ,
હેમની હાથે ઝારી રે, પીવા નોતો જળનો લોટો... જેને...૩
ભક્તિ કરજો ભાવથી, તૃષ્ણાનો કરજો ત્યાગ,
ઈશ્વર પૂરે મનની ઈચ્છા, રહે સદા રંગરાગ,
પિંગલ દેયું પડશે રે, પાણી કેરો પરપોટો... જેને...૪
છંદ:- ચારણી
ડુંગરથી, દડતી, ઘાટઊતરતી, પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જીય નદી રૂપાળી નખરાળી
આંકડિયાવાળી, વેલ્ય ઘટાળી, વેલડિયાળી વૃખવાળી
અવળા, આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી
તેને દઈ તાળી, જાતાં ભાળી, લાખણિયાળી લટકાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
જોગંદ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા
ડણકે ડાઢાળા, સિંહણ બાળા, દસ હાથાળા, દઈતાળા
મોટા માથાળા, ગ્રજવે ગાળા, હિરણિયાળા હુંકારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ગાગડિયાવાળી, મા મમતાળી, ખોડલ માડી ખપરાળી
બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, જોરાળી
થાનક લઈ થાળી, નિવેદનવાળી, માનવ આવે સરધાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
આંબા આંબલીયું, ઉમ ઉંબરીયું, ખેર ખીજડીયું બોરડીયું
કેસુડાં ફળિયું, વા ખાખરિયું, હેમની કળીયું, આવળિયું
પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું, વેલ્યું વળિયું જળ ઢાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
રાણ્યું કોળંબા લઈ અવળંબા, જુવે જળંબા જળબંબા
કરી કેશ કલંબા, બિખરી લંબા, જે જગદંબા બન અંબા
’દાદ’લ દિલરંગી, છંદ ત્રિભંગી બની ઉમંગી બિરદાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
વર્ષામાં ઘેલી જોમ ભરેલી, નદી નવેલી નવઢાસી
સહુ નદીયું પહેલી, જાતી વહેલી, સાગરઘેલી ચપલાસી
ઠેબે દઈ ઠેલી, હા, હડસેલી, મારગ મેલી ખરતાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ફળફૂલ ખીલંતા, કોષ કીલંતા, પૂંછ ફીરંતા પચરંગી
થૈ થૈ થનગનતાં, મયૂરા કરતાં, નિત નટખટતાં નવરંગી
ઢેલડીયું ઢુંગા, ચણતી રૂંગા; એવા મૂંગા દૃશ્યવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
ખળખળતાં ઝરણાં, લીલાં તરણાં, ચરતાં હરણાં, ઠેક ભરે
કંઈ શ્વેત સુવર્ણા, નીલ વરણાં કંકુ ચરણાં ફૂલ કરે
મધુકર ગુંજારં, ભાત અઢારં, બની બહારં બૃદવાળી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી
પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
લીલાધર કેવાણો , વેદે વંચાણો,
ગીતે ગવાણો, ગોવાળ દેખાણો,
નટે નચાણો , નંદકુંવર કેવાણો.
બાજીગર જોવાણો, કેશવ કેવાણો,
સારથી સમજાણો, હૈયે હરખાણો.
રણછોડ દેખાણો,રાવણ રોળાણો,
વખે પીવાણો ,તુલશીયે તોલાણો.
ગોવર્ધન ધરાણો, વચને બંધાણો,
ભરત કહે બધે ,નિરાકારે નીરખાણો..
અરજ સુણી ને અમતણી ભગવતી રહેજો ભેળ
અરજ સુણી ને અમતણી ભગવતી રહેજો ભેળ
માં તુ છે દૈત્ય રે વીદારણ દેવીઓ હવે માં તુ કરજે મહેર
જાહલ ચીઠી મોકલે તુ વાચજે નવગણ વીર
સીંધમા રોકી મને સુમરે વીરા નવગણ મને હાલવા નાદે હમીર.
અરજી રે સુણી આઇ તુતા આવતી તી રે
અમારો સાદ સુણીને સીધાવતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવગણ આવયો વરુળીના નેહળે જગદંબા ને લળી લળી ને લાગયો છે પાય
પછી હેતથી આઇ એ હાથને લાંબા કરયા વીર નવગણના ઓવારણા લેતી આઇ
તેદી વરુળી બનીને માં વીનવતી તી રે નવગણના ગોળલા વાળતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
ચુલે ચળાવી જગદંબા એ નાની એવી કુલળી એમા અખુટ દુધળા ઊભરાય
પછી વાલથી ખવરાવે નવગણ વીર ને માં નુ હૈયુ હેતથી ઉભરાય
તેદી પ્રેમથી દુધળા પીવળાવતી તી રે માં કુલળીમા કટક ને જમાળતી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
નવગણ કહે હાલ્યો હું સીંધમા મને આદો છે દરિયો અપાર
હવે જગદંબા મારગ બતાવજે તુ છે મારી મગરવાળી માં
તેદી ચકલી બનીને ભાલે આવતી તી રે માં દરિયામા ગોળલાને વારતી તી તી રે માં ખોડલમાં તુ ખમકારી...એ ખોડલમાં રે ખમકારી...
જંગ મા નવગણને જીતાવી ને જગદંબા એ મારયો છે સુમરો હમીર
બંધી ખાનેથી બહેન જાહલ ને છોળાવી પછી સુખના વાયા સમીર
તેદી ચારણ નંગા ની ભીળ ભાગતી તી રે માં લાજુ સોરઠની રાખતી તી રે માં ખોડલમાંતુ ખમકારી...એ માં ખોડલમાં રે ખમકારી...
ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે,
ઓઢી કાળી કામળીયુ લાલ ધાબળીયું, ફુલ છાબળીયું શીર પરે,
હૈયે હેમ હાંસળીયુ માણેક મઢીયું, મોતીયે જળીયુ તેજ જરે,
પગ નુપુર કડલાં કાબીયું સોભયું, હેમની પોચીયુ હાથ પરે,
નવલાખાય લોબડીયાળીયું ભેળીયું મળીયુ મઢળે રાસ રમે
માડી મળીયુ મઢડે રાસ રમે...
કર ત્રિસુળવાળીયું પુરા પંજાળીયું, લાકડીયાળીયું એમ રમે,
ધન્ય ધિંગી ધજાળીયું આભ કપાળીયું, ભેળીયાવાળીયું એમ ભમે,
કર હેમની ચુડીયુ પાળીયું તાળીયું, ગાળીયું જાળીયું નભ ગજે...
માડી નાક નથળીયું, કાન અકોંટીયું, ભાલ ટીલળીયું બહુ મુખે,
ઝળળળ જબુકીયું જાણ્ય અષાઢીયું, વાદળ કઢીયું વિજળીયું,
ફરે ફેર ફુદળીયું દશ્યુય ઢળીયું, જાણે વાલપની માડી વેલડીયું...
માત મિણલ નાગલ કાગલ, રાજલ મોગલ પીઠડબાઇ મળી,
માત કરણી જીવણી બાલવી બલાડ, બુટ ભવાનીય સાથ ભળી,
વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમ્મા ખમ્મા ખોડીયાર રમે....
માડી શેષ મહેશ ગુનેશ દિનેશ, સુરેશ હુય દેવોય ધ્યાન ધરે,
એમાં અપ્સર ગંધર્વ કિન્નર ચારણ, નારદ મુનિય ગાન કરે,
ૠષિ અત્રી દધિચિ અગત્સ્ય, વશિષ્ઠ પરાસર મુનિ પાય પડે...
જબ્બર જોરાળીયું જોગ જોરાળીયું, રંગ રઢાળીયું રાસ રમે,
નવ રાત નવેલીયું બુઢીયું બાળક, સંગ સાહેલીયું સાથ રમે,
માડી મઢળે આવીને ચારણ 'લાખણ', સોનલમાને પાય નમે...
ભિક્ષા દેને મૈયા પિંગળા,
ભિક્ષા દેને મૈયા પિંગળા,
જોગી ઉભો છે તારે દ્વાર.. મૈયા પિંગળા..
ભેખ રે ઉતારો રાજા ભરથરી,
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી..
કેમ રે જોવાશે ભેખ તમારો,
ખાવું ઝેર કટાર,
કેસર ચંદન છોડીને આવ્યા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી..
લખ્યું જે લલાટે તે મિથ્યા ન થતું,
કરનારો કિરતાર
કંચનશી કયા રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..
રંગ રેલાવો રાજા રણ મહેલમાં
રળવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..
જંગલના જોગી તો જંગલમાં ભટકે,
શોભે નહીં સંસાર
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થવા ભવસાગર પર.. મૈયા પિંગળા..
સોરઠી દુહા
હે સોરઠ સુરો ના સરજીયો , ના ચઢ્યો ગઢ ગીરનાર,
ના નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર જી રે…. (૧)
હે સોરઠ સિંગલ દેશનો, અને જાત તણી પરમાર,
બેટી તો રાજા ઉમની , એને પરણ્યો રાય ખેંગાર જી રે ……..(૨)
હે સોરઠ સિંગલ દ્વીપની , અને તપસી ઉભો દ્વાર,
ભિક્ષા દિએ રાની સોરઠી, મારો સંગ ચાલ્યો કેદાર જી રે………(૩)
હે સોરઠ રાગ સોહામણો ને, મુખેથી કહ્યો નવ જાય,
જેમ જેમ ભાંગે રાતડી, તેમ તેમ મીઠો થાય જી રે ……………(૪)
હે હંસ ગતિ મૃગ લોચની, ને સજ્યા સોળે શણગાર,
રાધા તારા દેશમાં , અને વશ કર્યાં કિરતાર જી રે ……………..(૫)
હે સોરઠ વાસી દ્વારિકા, દેખી રે ઉકામ દેશ ,
મથુરામાં હરિ જનમિયા રે, વસ્યા સોરઠ દેશ જી રે ……………(૬)
હે સોરઠ પાક્યો આભલે, ને સુંડલો રહ્યો લોભાઈ,
ચાંચ તો પસારી પિયા કરે,રાજ રંગ ભિન કંઈ કંઈ જી રે………….(૭)
હે સોરઠ દેશ સોહામણો રે, ને મુજને જોયાના કોડ,
રત્નાકર સાગર ઘૂઘવે , ને રાજ કરે રણછોડ જી રે……………….(૮)
पीवा मदीरा प्रेमनी ,
पीवा मदीरा प्रेमनी ,
आवी चडयो तुज़ धाम पर
साकी लगाडे वारका
द्रष्टि ठरी छे जाम पर........पीवा मदिरा
द्वारे ऊभो विनंति करु
भीक्षा दे सुरा पीठ नी
कुरबान मारी जिंदगी
छे एक तारा नाम पर....पीवा मदिरा
तुज ने भजु तुज पर मरु
तुज प्रेम माथे नो फरु
कोई मरे काम पर
कोई मरे दाम पर......पीवा मदिरा
मोह त्यागी ने हवे
“सतारशाह” प्रेमी बनु
प्रेमी बनी ने प्रेम राखो
विश्व व्यापी आप बनो......पीवा मदिरा
मन लागो मेरो यार फ़कीरी में ॥
मन लाग्यो मेरो यार फ़कीरी में ॥
जो सुख पाऊँ राम भजन में
सो सुख नाहिं अमीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
भला बुरा सब का सुनी लीजे
कर गुजरान गरीबी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
प्रेम नगर में रहनी हमारी
खलिबनी आई सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
हाथमें कुंची बगल में सोता
चारो दिसी जागीरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
आखिर यह तन ख़ाक मिलेगा
कहाँ फिरत मग़रूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
कहत कबीर सुनो भयी साधो
साहिब मिले सबूरी में
मन लागो मेरो यार फ़कीरी में ॥
सहेली मोरी भागाये रे मल्यो अमने साधु रे पुरुष नो संग ।
सहेली मोरी भागाये रे मल्यो अमने साधु रे पुरुष नो संग ।
अवर पुरुष नो संगडो न करीऐ हरि,
ऐ तो पाडी दीये भजन मा भंग ।1।
निंदा ना करनारा नरके लई जावे हरि,
जईने सर्जे भोरींग।2।
साधु रे पुरुष नो संगडो जो करीऐ हरि, तो तो चौगुना चढे अमने रंग।3।
"मीरा बाई" गावे संत चरण रज हरि,
ऐ तो उडी उडी लागी मारे अंग।4।
भाग्ये रे मल्यो साधु पुरुष नो संग
रहिमन के दोहे २
जो रहीम उत्तम प्रकृति, का करि सकत कुसंग।
चंदन विष व्यापत नहीं, लिपटे रहत भुजंग।।
कहि रहीम संपति सगे, बनत बहुत बहु रीत।
बिपति कसौटी जे कसे, ते ही साँचे मीत।।
कदली सीप भुजंग मुख, स्वाति एक गुन तीन।
जैसी संगति बैठिए, तैसो ही फल दीन।
दीन सबन को लखत है, दीनहिं लखै न कोय।
जो रहीम दीनहिं लखै, दीनबंधु सम होय।।
धनि रहीम जल पंक को, लघु जिय पिअत अघाय।
उदधि बड़ई कौन है, जगत पिआसो जाय।।
बसि कुसंग चाहत कुसल, यह रहीम जिय सोस।
महिमा घटि सागर की, रावण बस्यो पड़ोस।।
रुठे सुजन मनाइए, जो रुठै सौ बार।
रहिमन फिरि-फिरि पोहिए, टूटे मुक्ताहार।।
समय पाय फल होत है, समय पाय झरि जाय।
सदा रहे नहिं एकसो, का रहिम पछिताय।।
रहिमन मोम तुरंग चढ़ि, चलिबो पावक मांहि।
प्रेम पंथ ऐसो कठिन, सब कोउ निबहत नांहि।।
रहिमन याचकता गहे, बड़े छोट है जात।
नारायण हू को भयो, बावन आंगुर गात।।
रहिमन वित्त अधर्म को, जरत न लागै बार।
चोरी करि होरी रची, भई तनिक में छार।।
समय लाभ सम लाभ नहिं, समय चूक सम चूक।
चतुरन चित रहिमन लगी, समय चूक की हूक।।
चाह गई चिंता मिटी, मनुआ बेपरवाह।
जिनको कछु न चाहिए, वे साहन के साह।।
गोपालदास नीरज के दोहे
(1) कवियों की और चोर की गति है एक समान
दिल की चोरी कवि करे लूटे चोर मकान
(2) दोहा वर है और है कविता वधू कुलीन
जब इसकी भाँवर पड़ी जन्मे अर्थ नवीन
(3) जिनको जाना था यहाँ पढ़ने को स्कूल
जूतों पर पालिश करें वे भविष्य के फूल
(4) भूखा पेट न जानता क्या है धर्म-अधर्म
बेच देय संतान तक, भूख न जाने शर्म
(5) दूरभाष का देश में जब से हुआ प्रचार
तब से घर आते नहीं चिट्ठी पत्री तार
(6) भक्तों में कोई नहीं बड़ा सूर से नाम
उसने आँखों के बिना देख लिये घनश्याम
(7) ज्ञानी हो फिर भी न कर दुर्जन संग निवास
सर्प सर्प है, भले ही मणि हो उसके पास
(8) हिन्दी, हिन्दू, हिन्द ही है इसकी पहचान
इसीलिए इस देश को कहते हिन्दुस्तान
(9) दूध पिलाये हाथ जो डसे उसे भी साँप
दुष्ट न त्यागे दुष्टता कुछ भी कर लें आप
(10) तोड़ो, मसलो या कि तुम उस पर डालो धूल
बदले में लेकिन तुम्हें खुशबू ही दे फूल
मारी हेली रे, गगन चडीनै हैली जोईलयो,
मारी हेली रे, गगन चडीनै हैली जोईलयो,
आपणा गुरुजीनो देश ,
मारी हेली रे.......
कोण बुंद की माता धरणी रचायी,
कोण बुंद का आकाश,
कोण बुंद का प्राणी पुरुष रचाया,
कोण बुंद का संसार,
मारी हेली रे.......
अलील बुंद की माता धरणी रचायी,
बरफ बुंद का आकाश,
पवन बुंद का प्राणी पुरुष बनाया,
चेतन बुंद का संसार,
मारी हैली रे..............
रैन तो समाणी हेली भाणमा,
भाण तो समाणा आकाश,
आकाश समाणु हेली शुनमा,
शुन समाणु हेली माय,
मारी हेली ...........
अमी तृषणा ना हेजी तया जरणा जरे,
रतन मणी नो प्रकाश,
कहत कबीर धरमदासकु,
फेर मीलन की नही आश,
मारी हेली रे ........
गगन चडीने हेली जोई लयो......
પ્યાલો દૂજો કોણ પીવે
હે જી મારા‚ ગુરુજીએ પાયો રે અગાધ‚
પ્યાલો દૂજો કોણ પીવે ?… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
સત કેરી કુંડી મારા સંતો ! શબદ લીલાગર‚ શબદ લીલાગર‚
એક તૂં હિ‚ મારા સતગુરુ ઘૂંટણહાર… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
શ્રવણેથી રેડયો મારા સંતો ! મારે રૂદિયે ઠેરાણો રે‚ મારે રૂદિયે ઠેરાણો રે‚
હે જી મારી‚ દેયુંમાં હુવો રે રણુંકાર… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦
ચડતે પિયાલે મારા સંતો ! ગગન દરશાણાં રે‚ ગગન દરશાણાં રે‚
એકતાર જમીં ને આસમાન… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
નામ અને રૂપ નહીં મારા‚ ગુરુજીના દેશમાં રે‚ ગુરુજીના દેશમાં રે‚
હે જી એમ બોલ્યા છે ત્રીકમદાસ… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
અલ્લા હો નબીજી રે
સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…
અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !
તૂં હી રે‚ નબીજી…
મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !
હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !
તૂં હી રે‚ નબીજી…
શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !
હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚ મૌલા !
તૂં હી રે‚ નબીજી…
રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…
અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા
તૂં હી રે‚ નબીજી…
ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !
તૂં હી રે‚ નબીજી…
હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે
ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે(૨)
ગોવિંદ નામ લેકર, ફિર પ્રાણ તનસે નિકલે ,ફિર પ્રાણ.....ઇતના તો....
શ્રી ગન્ગાજીકા તટ હૈ યા યમુનાકા બંસીપત હૈ ,મેરા સાંવરા નિકટ હો જબ પ્રાણ.....(૨)
શ્રી વૃન્દાવનકા સ્થલ હો,મેરે મુખમે તુલસી દલ હો,વિષ્ણુ ચરનકા જલ હો જબ પ્રાણ....ઇતના તો .......
સન્મુખ સાંવરા ખડા હો ,બંસીકા સ્વર ભરા હો ,દિલમે લગન ભરા હો જબ પ્રાણ.....(૨)
શિર સાવના મુકુટ હો, મુખડે પે કાલી લટ હો,યહી જ્ઞાન મેરે ઘટ હો જબ પ્રાણ....ઇતના તો..
જબ કંઠ પ્રાણ આયે ,કોઈ રોગ ન સતા્યે,યમ દર્શ ન દિખાયે જબ પ્રાણ.....(૨)
મેરા પ્રાણ નિકલે સુખસે,તેરા નામ નિકલે મુખસે,બચ જાઉં ઘોર દુ:ખશે જબ પ્રાણ .....ઇતના તો....
ઉસ વક્ત જલ્દી આના ,નહિ શામ ભૂલ જાના ,રાધેકો સાથ લાના જબ પ્રાણ....(૨)
યહ એક્સી અરજ હૈ,માનો તો ક્યાં હરજ હૈ,કુછ આપકા ફરજ હૈ જબ પ્રાણ....ઇતના તો કરના...
સુદ્ધી હોવે તારી તનકી,તૈયારી હો ગમનકી ,લકડી હો વ્રજ્કે વનકી જબ પ્રાણ....(૨)
કેસર તિલક હો ભાલા,મુખ ચન્દ્રસા ઉજાલા પહેલું ગલેમેં માલા જબ પ્રાણ....ઇતના તો.....
એક ભક્ત કી હૈ અરજી,ખુદ ગર્જીકી હૈ ગરજી ,આગે તુમ્હારી મરજી જબ પ્રાણ ....(૨)
ઇતનાતો.....ઇતના તો.....ઇતના તો....જબ પ્રાણ...જબ પ્રાણ....
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.
બીજ દિન થાવરવાર,
બીજ દિન થાવરવાર,
વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.
દીપૈયા, વેલડિયું શણગાર,
દિન ઊગ્યે મંડપ મા’લીએં એ જી.
દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ !
અમારે જાવાં મંડપ મા’લવા એ જી.
કૂંચિયું કાંઈ રાજદરબાર,
દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.
તોરલે કીધો અલખનો આરાધ,
વણ રે કૂંચીએ તાળાં ઊઘડ્યાં એ જી.
ગત્ય-ગંગા કરું રે પરણામ:
તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.
જેસલને ઘેરે કાંઈ કામ,
અમને વળવી પીર પાછા વળ્યા એ જી.
પૂછું હવે પંડિત વીર,
જ્યોતું રે ઝાંખી આજ કેમ બળે એ જી.
સતી તમે જાણસુજાણ,
સરગના સામૈયા જેસલ લઈ વળ્યા એ જી.
સતીએ સોનૈયો મેલ્યો પાટ
મોતીડે અલખ વધાવિયા એ જી.
દીપૈયા, વેલડિયું શણગાર,
દન ઊગ્યે અંજાર પૂગિયે એ જી.
ઝાંખાં દીસે અંજાર ગામનાં ઝાડ,
ઝાંખાં રે દીસે મંદિર માળિયાં એ જી.
પૂછું તને, ગોવાળીડા વીર,
જેસલને સમાણાં કેટલાં દન હુવા એ જી.
સતી તમે જાણસુજાણ,
જેસલને સમાણાં ત્રણ દન હુવા એ જી.
ઝાંખી દીસે ચોરાની ચોપાટ,
ઝાંખો રે દીસે જેસલનો ડાયરો એ જી.
ધરતી માતા, દિયો હવે માગ,
અમારે જેસલને છેટાં પડે રે એ જી.
સાધુ ચાલ્યા કાશી ને કેદાર,
સતીએ ગાયો હરિનો ઝૂલણો રે જી.
નહીં રે મેરુ ને નહીં મેદની
નહીં રે મેરુ ને નહીં મેદની
નો’તા તે દે ધરણી અંકાશ રે હાં,
ચાંદો ને સૂરજ જે દી દોઇ નો’તા
ધણી મારો તે દી આપોઆપ રે હાં,
પીર રે પોકાર મુંજાં ભાવરાં રે
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં.
પોતાના પુન્ય વન્યા પાર નૈ રે
ગરુ વન્યા મુગતી ન હોય રે હાં હાં હાં.
કંકુવરણો રે સૂરજ ઊગશે
તપશે કાંઈ બાળોબાળ રે હાં.
ધરતીનાં દોઇ પડ ધ્રુજશે
હોશે કાંઈ હલહલકાર રે હાં
હાં રે હાં હાં.-પીર રે પોકાર
હાડ ને ચામ રોમરાઈ નહીં
નહીં કાંઈ રુદર ને માંસ રે હાં.
પિંડ પડમાં અધર રિયું,
નો’તા કાંઇ સાસ ને ઉસાસ રે હાં.
હાં રે હાં હાં,-પીર રે પોકારે
નર રે મળ્યા હરિના નિજ્યાપંથી
એ જી મળ્યા મને સાંસતિયો સધીર રે હાં.
મૂવાં રે તોળલને સજીવન કર્યા
એમ બોલ્યા જેસલ પીર રે
હાં રે હાં હાં,-પીર રે પોકારે
વાયક આવ્યાં રે સંતો દો જણાં
વાયક આવ્યાં રે સંતો દો જણાં
ત્રીજું કેમ સમાય રે?
પંથ ઘણો ને જાવું એકલું,
પાળા કેમ ચલાય રે?
શબદુંના બાંધ્યા સંતો કેમરે’વે હાં !
સાધ હોય ઈ સંતો કેમ રે’વે.
સોનલા-કટારી સતીએ કર ધરી,
પાળી માંડી છે પેટ.
કૂખ છેદી, કુંવર જલમિયો;
એ જી જનમ્યો માઝમ રાત – શબદુંના
હીરની દોરીનો બાંધ્યો હીંચકો,
બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન-હીંચોળા હરિ મિકલે.
આતમ તારો ઓધાર. – શબદુંના
બાઈ પાડોશણ મારી બે’નડી!
રોતાં રાખ્યે નાનાં બાળ;
અમારે જાવું ધણીને માંડવે,
તારા કે’ શું ઝાઝા રે જુવાર. – શબદુંના
ત્યાંથી તોળી રાણી ચાલિયાં,
આવ્યાં વનરા મોજાર,
વનમાં વસે એક વાંદરી,
ઠેકે મોટેરા ઠેક રે. – શબદુંના
ત્યારે તોળી રાણી બોલિયાં
સાંભળો વનરાના રાય!
ઉરે રે વળગાડી તારાં બચળાં
રખે રે ભૂલતી તું ચોટ. – શબદુંના
મારાં રે બચળાં મારી ઉરમાં,
તોળી રાણી, તારાં તો સંભાળ;
કોળિયા અન્નને કારણે
પૂતર મેલ્યો આંબાની ડાળ. – શબદુંના
પૂતર સંભાર્યો, પાનો ચડ્યો;
પ્રાણમાં વાધી છે પીડ,
થાન હતાં તે સતીનાં થરહર્યાં.
પડતાં છોડિયા છે પ્રાણ. – શબદુંના
મોટ બાંધીને માથે ધર્યો,
ચાલ્યા ધણીને દુવાર,
એકલડા પંથ ન ઊકલે,
બેદલ થિયો મારો બેલી. – શબદુંના
ગતમાં ઉતારી ગાંસડી;
ગત કાંઈ કરે છે આરાધ;
સામા મોહોલ મહારાજના
દીપક રચિયેલ ચાર. – શબદુંના
તમારે જાગ્યે જામો જામશે;
બોલિયા જેસલ રાય
સાસટિયા કાઠીની વિનતિ:
જાગો તોળલદે નાર. – શબદુંના
વારે વારે કહું મારા દલડાની વાત
વારે વારે કહું મારા દલડાની વાત
જાડેજા કરી લે ભલાયું, થોડાં જીવણાં
રે જેસલજી!
હળખેડ મેં તો હાલી માર્યા
પાદર લૂંટી પણિયારી;
કાઠી રાણી, પાપ પ્રકાશ્યો ધણી આગળે
રે જેસલજી!
તોરણ આવ્યો મોડબંધો માર્યો
પીઠિયાળાનો નૈ પાર.
કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!
ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણનો નૈ પાર,
કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!
ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી
અમારા અવગુણનો નૈ પાર,
કાઠી રાણી,પાપ પરકાશ્યો ધણી આગળે જી.
જેસલ, કરી લે વિચાર,
જેસલ, કરી લે વિચાર,
માથે જમ કેરો માર,
સપના જેવો છે સંસાર
તોળી રાણી કરે છે પોકાર
આવોને જેસલરાય !
આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી.!
આવ્યો અમૂલખ અવતાર
માથે સતગુરુ અવતાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
આવોને જેસલરાય. – આપણ 0
ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નૂગરા કર્યા જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય. – આપણ 0
જીવની ગતિ ગુરુની પારા
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્ર્વાસ
સેવકોની પૂરો હવે આશ
આવોને જેસલરાય. – આપણ 0
છીપું સમુંદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
આવોને જેસલરાય. – આપણ 0
મોતીડાં એરણમાં ઓરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે’વાય
ખરાની ખળે ખબરું થાય
આવોને જેસલરાય. – આપણ 0
ચાંદોસૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
આવોને જેસલરાય. – આપણ 0
નવલાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે’વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
આવોને જેસલરાય. – આપણ 0
નત્ય નત્ય ઊઠી નાંવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે’વાને જાય
આવોને જેસલરાય. – આપણ 0
પ્રેમના પાટ પ્રેમના થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમન્યું જ્યાં થાય
આવોને જેસલરાય. – આપણ 0
મનની માંડવિયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિ સતી મળી ભેળાં થાય
સતિયુંના પંજા જ્યાં મેળાય
આવોને જેસલરાય. – આપણ 0
દેખાદેખી કરો રે મત ભાઈ
હાથમાં દીવડીઓ દરશાય
અંતરે અંજવાળાં થાય
ચાર જુગની વાણી તોળલ ગાય
આવોને જેસલરાય. – આપણ 0
કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહિની ન જાણી રે ! મોહનજીમાં,
કિયે ઠામે ? મોહની ન જાણી !
ભ્રૂકુટીની મટકમાં ? કે ભાળવાની લટકમાં ?
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજીમાં0
ખીટળિયાળા કેશમાં ? કે મદનમોહન વેશમાં ?
કે મોરલી મોહનની વખાણી રે? મોહનજીમાં0
શું મુખારવિંદમાં ? કે મંદહાસ્યફંદમાં ?
કે કટાક્ષે મોહની પિછાણી રે ? મોહનજીમાં0
ચપળ રસિક નેનમાં ? કે છાનીછાની સેનમાં ?
કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીમાં0
શું અંગઅંગમાં ? કે લલિત ત્રિભંગમાં ?
કે શું અંગઘેલી કરે શાણી રે ? મોહનજીમાં0
દયાના પ્રીતમ પોતે મોહનીસ્વરૂપ છે
તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીમાં0
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી.
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન્ ,
તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી.
તરણા ઓથે ડુંગર રે….
કોને કહું ને કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુધ્ધિ થાકી રહે તહીં.
તરણા ઓથે ડુંગર રે….
મનપવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ,
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મપૂરણ, જેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહીં કો ઠાલો રે, એક અણુમાત્ર કહીં;
તરણા ઓથે ડુંગર રે….
સદ્ ગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે? પોતે પોતાની પાસ;
દાસ ‘ધીરો’ કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હિ તું હિ.
તરણા ઓથે ડુંગર રે….
ગાલીબ ના શેર
પકડે જાતે હૈ ફરિશ્તોંકે લિખે પર નાહક
આદમી કોઈ હમારા દમે-તહરીર ભી થા ?
બનાકર ફકીરોંકા હમ ભેસ ‘ગાલિબ’,
તમાશા-એ-અહલે-કરમ દેખતે હૈ !
તેરે વાદે પર જિએ હમ, તો યહ જાન જૂઠ જાના,
કિ ખુશીસે મર ન જાતે, અગર ઐતબાર હોતા !
‘ગાલિબ’, તેરા અહવાલ સુના દેંગે હમ ઉનકો,
વહ સુનકે બુલા લેં, યહ ઈજારા નહીં કરતે !
બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.
મુજ તક કબ ઉનકી બઝમમેં આતા થા દૌરએજામ;
સાકીને કુછ મિલા ન દિયા હો શરાબ મેં !
યે મસઈલે તસવ્વુફ, યે તેરા બયાન ‘ગાલિબ';
તુઝે હમ વલી સમઝતે, જો ન બદાખાર હોતા !
કોઈ મેરે દિલ સે પૂછે તેરે તીરે-નીમકશ કો,
યહ ખલિશ કહાંસે હોતી, જો જિગરકે પાર હોતા !
મિલના તેરા અગર નહીં આસાં, તો સહલ હૈ.
દુશ્વાર તો યહી હૈ, કિ દુશ્વાર ભી નહીં.
લાજમ થા, કી દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર;
તનહા ગયે ક્યોં; અબ રહો તનહા કોઈ દિન ઔર.
ન તીર કમાંમેં હૈ, ન સૈયાદ કર્મીમેં;
ગોશેમેં ક્ફસકે મુઝે આરામ બહોત હૈ.
મૈને મજનૂપે લડકપનમેં અસદ;
સંગ ઉઠાયા થા કિ સર યાદ આયા.
ચલતા હું થોડી દેર હરેક તેજરૌકે સાથ;
પહેચાનતા નહી અભી રાહબરકો મૈ.
ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ઋષિ સુદામો સાંચર્યા, વોળાવી વળ્યો પરિવાર;
ત્યાગી વેરાગી વિપ્રને છે ભક્તનો શણગાર.
ભાલ તિલક ને માળા કંઠે, ‘રામ’ ભણતો જાય;
મૂછ- કૂછની જાળ વાધી, કદરૂપ દીસે કાય.
પવન-ઝપટથી ભસ્મ ઊડે, જાણે ધૂમ્ર કોટાકોટ;
થાયે ફટક ફટક ખાસડાં, ઊડે ધૂળ ગોટાગોટ.
ઉપાન–રેણૂએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય!
જે પથિક મારગમાં મળે તે જોઇ વિસ્મે થાય.
કૌપીન જીરણ વસ્ત્રનું, વનકૂળ છે પરિધાન;
ભાગ્ય-ભાનુ ઉદે થયો, કરશે કૃષ્ણજી આપ સમાન.
કોણ પૃથ્વીથી પ્રૌઢ ? કોણ અણુથી પણ નાનો?
કોણ પૃથ્વીથી પ્રૌઢ ? કોણ અણુથી પણ નાનો?
કોણ પવનથી પહેલ? કોણ દેવોથી દાનો?
કોણ ઇન્દુથી વિમળ? કોણ અગ્નિથી તાતો?
પયથી ઉજ્જ્વળ કોણ? કોણ મદિરાથી માતો?
વળી કવણ તેજ તરણિ થકી? કોણ શર્કરાથી ગળી?
કવિ શામળ કહે ઉત્તર લખો, તો તો પહોંચે મન રળી.
કવણ તરણથી તુચ્છ? કવણ મણિથી મોંઘો?
સ્વર્ગથી શોભે કવણ? કવણ કુશકાથી સોંઘો?
કવણ બરાસથી બહેક? કવણ કાજળથી કાળો?
કવણ લોહથી કઠણ? કવણ બાળકથી બાળો?
વળી કવણ વીંછીથી વેદના? કવણ સર્વથી છે ગળી?
શામળ મેલું શું મેશથી? કહો તો પહોંચે મન રળી.
ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી.
ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)
મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;
કામ-ક્રોધ-મદ-લોભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.
. ભક્તિ0
શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;
કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.
. ભક્તિ0
સાચા હતા તે સન્મુખ ચડ્યા ને, હરિસંગે રહ્યા રાચી;
પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.
. ભક્તિ0
કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,
અષ્ટ સિદ્ધિને ઈચ્છી નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે.
. ભક્તિ0
તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે.
. ભક્તિ0
તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં
તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં,
. કેમ થાય લેખાં ને જોખાં !
ડૂબી ગઈ પેઢિયું ને લૂંટાયા માલ રામ,
. ખટકે છે ખાલી આ ખોખાં !
સિંહોની બોડ્ય જિયાં રુએ શિયાળ તિયાં,
. કરવા શું કાયરું ના ધોખા !
હંસોનાં રાજ ગયા બગલાનાં કાજ થયા,
. અંદર મેલા ને બા’ર ચોખા !
માનવીના માલખામાં માયાની છાંટ નહીં ,
. માણસ કે જારનાં મલોખાં !
હૈયાની વાત રામ હોઠે લવાય ના,
. માટીના રંગ નિત નોખા !
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીયે રે,
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
લક્ષ્મીવરને ભજીયે રે…
કુળને તજીએ, કુટુંબને તજીયે,
તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
જેમ તજે કંચુકી સાપ રે…
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
નવ તજીયા શ્રીરામ રે…
ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
પામી પદારથ ચાર રે…
વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
મોહનવરશું મ્હાલી રે…
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !
ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે. – રામબાણ o
મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની –પુત્ર બેઉ તાણે. – રામબાણ o
મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે. – રામબાણ o
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે. – રામબાણ
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ0
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ0
જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?
‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?… જશોદા.
શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે … જશોદા.
‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?
દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે … જશોદા.
શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ …. જશોદા.
હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
હે રી મૈં તો દરદ દીવાની, મેરો દરદ ન જાણૈ કોય.
ઘાયલકી ગતિ ઘાયલ જાણૈ, જો કોઈ ઘાયલ હોય;
જૌહરકી ગતિ જૌહરી જાણૈ, કી જિન જૌહર હોય.
સૂલી ઉપર સેજ હમારી, સોવણ કિસ બિધ હોય.
ગગનમંડલ પર સેજ પિયાકી, કિસ બિધ મિલણા હોય?
દરદકી મારી બન-બન ડોલું, બૈદ મિલ્યા નહીં કોય;
મીરાંકી પ્રભુ પીર મિટેગી, જબ બૈદ સાંવળિયા હોય.
દેખ લીયો દુનિયા કી અંદર , ચેતન કી સબ છાયા હૈ
દેખ લીયો દુનિયા કી અંદર , ચેતન કી સબ છાયા હૈ................
દેખ લીયો દુનિયા કી અંદર .......ટેક
કોઈ કહત હૈ જીવ ઉસીકુ, કોઇ કહત હૈ માયા હૈ
કોઇ કહત હૈ પ્રાણ પ્રકૃતિ , સબ ભ્રાંતિ સે ભરમાયા હૈ.......
દેખ લીયો દુનિયા કી અંદર
કોઇ કહત હૈ સહજાનંદ સ્વામી , કોઈ કહત હૈ પ્રણામી હૈ
કોઈ કહત મૈ કબીર પંથી, ઐસા ધંધ મચાયા હૈ..................
દેખ લીયો દુનિયા કી અંદર
એક કુવા કા હૈ સબ પાની, ઘર ઘર મૈ ભરી લાયા હૈ
ઊચ નિચ કુછ નહિ જલ મૈ, જાતિભેદ જગાયા હૈ............
દેખ લીયો દુનિયા કી અંદર
કહે “ લક્ષ્મણ ” તુમ મિત્ર હમારે, મત માનો પ્રભુ ન્યારા હૈ
સત ચિત આનંદ રુપ તુમારે , તામે મોક્ષ સમાયા હૈ...............
દેખ લીયો દુનિયા કી અંદર
અલખ કે અમલ પર ચડે યોગી યો કો

आपणा घणी गुरु ने घारो ़़़हे़़जी़़़़़
सीतार सारंगी वीणा वांसळीबोेले बावन थी बारो ़़़हे जी

જણાયે તરણ સમ જગત બાદશાહી
અમલ કી વો યારો ખુમારી ન ઉતરે
અદલ શહેનશાહી કો પરવા ન કાઇ
જણાયે તરણ સમ જગત બાદશાહી
અમલ કી વો યારો ખુમારી ન ઉતરે
અદલ શહેનશાહી કો પરવા ન કાઇ
અલખ કે અમલ પર ચડે યોગી
હૈ તૃષ્ણા ભીખારી જો મીલે શહેનશાહી
ન તુટે વહા તક કહા બાદશાહી
હૈ શાહુ કી શાહી અદલ ફકીરાઇ
સર્વે ત્યાગ કે જીસને તૃષ્ણા મીટાઈ
ન તુટે વહા તક કહા બાદશાહી
હૈ શાહુ કી શાહી અદલ ફકીરાઇ
સર્વે ત્યાગ કે જીસને તૃષ્ણા મીટાઈ
અલખ કે અમલ પર ચડે યોગી
કદમ પર હૈ જુકતી ખલક સારી આઈ
જુઠે રાવરાણા બે તૂલ બાદશાહી
જગત જહાંગીરી હૈ ફીકર જીસને ખાઈ
બનાકે મુકામો સે આશા ઉઠાઇ
જુઠે રાવરાણા બે તૂલ બાદશાહી
જગત જહાંગીરી હૈ ફીકર જીસને ખાઈ
બનાકે મુકામો સે આશા ઉઠાઇ
અલખ કે અમલ પર ચડે યોગી
ઈધર બાદશાહી ઉન્હે ઉધર બાદશાહી
મીટે ખુફીયારી ઈ રે મુફલી શાહી
ન આના ન જાના મીટી જંજીતાઈ
ફકીરી હૈ એસી અદલ શહેનશાહી
મીટે ખુફીયારી ઈ રે મુફલી શાહી
ન આના ન જાના મીટી જંજીતાઈ
ફકીરી હૈ એસી અદલ શહેનશાહી
અલખ કે અમલ પર ચડે યોગી
સબ હૈ ઉસી મે ઔર વો હૈ સભી મે
નજર એક દિન નહી દુજે સમાઈ
કહે “ લાલ ” જીસને એ મસ્તી કો પાઈ
અમર તખ્ત પર ગાદી અપની બિછાઇ
નજર એક દિન નહી દુજે સમાઈ
કહે “ લાલ ” જીસને એ મસ્તી કો પાઈ
અમર તખ્ત પર ગાદી અપની બિછાઇ
અલખ કે અમલ પર ચડે યોગી
દેખ લીયો દુનિયા કી અંદર , ચેતન કી સબ છાયા હૈ................
દેખ લીયો દુનિયા કી અંદર , ચેતન કી સબ છાયા હૈ................
દેખ લીયો દુનિયા કી અંદર .......ટેક
કોઈ કહત હૈ જીવ ઉસીકુ, કોઇ કહત હૈ માયા હૈ
કોઇ કહત હૈ પ્રાણ પ્રકૃતિ , સબ ભ્રાંતિ સે ભરમાયા હૈ.......
દેખ લીયો દુનિયા કી અંદર
કોઇ કહત હૈ સહજાનંદ સ્વામી , કોઈ કહત હૈ પ્રણામી હૈ
કોઈ કહત મૈ કબીર પંથી, ઐસા ધંધ મચાયા હૈ..................
દેખ લીયો દુનિયા કી અંદર
એક કુવા કા હૈ સબ પાની, ઘર ઘર મૈ ભરી લાયા હૈ
ઊચ નિચ કુછ નહિ જલ મૈ, જાતિભેદ જગાયા હૈ............
દેખ લીયો દુનિયા કી અંદર
કહે “ લક્ષ્મણ ” તુમ મિત્ર હમારે, મત માનો પ્રભુ ન્યારા હૈ
સત ચિત આનંદ રુપ તુમારે , તામે મોક્ષ સમાયા હૈ...............
દેખ લીયો દુનિયા કી અંદર
હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ મારે.
પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું… હરીની હાટડીએ મારે.
ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું… હરીની હાટડીએ મારે.
ધણી મેં તો ધાર્યો નામી, યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું… હરીની હાટડીએ મારે.
પગ રે વિના નુ પંથે હાલવુ, જાવુ મારે ગુરુજી ને દેશ
પગ રે વિના નુ પંથે હાલવુ, જાવુ મારે ગુરુજી ને દેશ
દેશી રે મળે રે આપણા દેશના, પહોચાડે ગુરુજી ને સંદેશ.............ટેક.......
પાયા રે પ્યાલા ગુરુ એ પ્રેમ ના, આવ્યા કાંઈ અમી ના ઓડકાર
વચન બાણ ગુરુ એ માર્યા, લાગ્યા રુદિયા મોજાર...........પગ રે વિનાનુ
મન તો ચડયુ રે ગુરુજી માળીયે, સુરતા ચડી છે આસમાન
સુરતા રાણી એ ત્રાપા નાખ્યા , દિધા તખત પર નિશાન ............પગ રે વિના નુ
અંતર ના પડદા ગુરુ એ ખોલ્યા , થઈ છે આનંદ લીલા લહેર
અખંડ સમાધી લાગી દેહ મા ચડી ગઇ શુન શિખર મોજાર.............પગ રે વિના નુ
આ રે કાયા મા મીઠી વિરડી , પાણીલા ભરે છે પનિહાર
કાંઠે રે ઉભો એક જોગીડો લીધો છે વૈરાગી નો વેશ...............પગ રે વિના નુ
આ રે પંથે હાલવુ દોયલુ , નથી ત્યા કોઇ નો સંગાથ
દાસ રે અંબારામ આવુ બોલ્યા, સદગુરુ ભેટયા શિવરામ...........પગ રે વિના નુ
રૈન ન જાગે કોઈ દરદ બીન રૈન ન જાગે કોઈ
રૈન ન જાગે કોઈ દરદ બીન રૈન ન જાગે કોઈ
દરદ બીન રૈન ન જાગે કોઇ
ચાર પ્રહર ધંધે મે બીતાયો,
ચાર પ્રહર રહયો સોઈ
એક પ્રહર હરી ભજન ન કીન્હો
મુક્તિ કહા સે હોઈ...........દરદ
કા જાગે કોઈ રોગી ભોગી
તસગર જાગે સોઈ
કા જાગે કોઈ સંત વિરલા
ભજન સવાયા હોઈ.........દરદ
જબ લગ તેલ રહે દિપક મૈ
તબ લગ ઉજીયારા હોઈ
ખુટ ગયા તેલ બુજ ગઈ બતીયા
ભુવન અંધીયારા હોઈ..........દરદ
કહત કબીરા સુનો ભાઇ સાધો
ઐસી બાતા સોઈ
ઉનકા શ્વાસ મિલ ગયા ઉનમે
તા પર દુનિયા રોઈ............દરદ
गुरु आज्ञा में निश दिन रहिये ।
गुरु आज्ञा में निश दिन रहिये ।
जो गुरु चाहे सोयि सोयि करिये॥
गुरु चरनन रज मस्तक दीजे ।
निज मन बुद्धि शुद्ध कर लीजे।
आँखिन ज्ञान सुअंजन दीजे ।
परम सत्य का दरशन करिये॥
गुरु आज्ञा में निश दिन रहिये॥
गुरु अँगुरी दृढ़ता से धरिये ।
साधक नाम सुनौका चढिये।
खेवटिया गुरुदेव सरन में ।
भव सागर हँस हँस के तरिये॥
गुरु आज्ञा में निश दिन रहिये॥
गुरु की महिमा अपरम्पार ।
राम धाम में करत विहार।
ज्योति स्वरूप राम दरशन को ।
गुरु के चरन चीन्ह अनुसरिये॥
गुरु आज्ञा में निश दिन रहिये॥
આંખે છે અંધારાં તેને સાર નથી સમજાતો,
આંખે છે અંધારાં તેને સાર નથી સમજાતો,
સાર નથી સમજાતો.
મેઘધનુષ્યે રંગ પુર્યા,જોઈ જોઈ હરખાતો;
તુજ ઘર કાજે કામ ન આવે રખે ઠગાઈ જાતો....... સાર નથી સમજાતો,
ખોટુ ત્રાજવુ ખોટા તોલા, ખોટો માલ તોળાતો;
બીજાને છેતરવા જાતાં, તુ પોતે છેતરાતો..... સાર નથી સમજાતો,
સરવાળા માં ભુલ પડે, મેળ નથી કાંઈ ખાતો,
વગર એકડે મીંડાં લખતાં, ભણતર ભુલી જાતો.... સાર નથી સમજાતો,
''ફુલો વેરાણા ચોકમાં''
પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગન હું બની જાઉં ,
પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગન હું બની જાઉં ,
મારે સામે કિનારે જાવું
રામ બને તો શબરી થઈ ને એઠાં બોર ધરાવું .....મારે સામે કિનારે જાવું .
તનનો હું તબુર બનાવું નેહ નખલીએ ધૂન ગજાવું
રોમ રોમ રણકાર ઊઠે ત્યાં અલખ નિરંજન ગાવું .......મારે સામે કિનારે જાવું
જન્મારો મેં એળે ખોયો આ દુનિયા માં સાર ના જોયો
કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં
મારે સામે કિનારે જાવું પ્રેમી જોગીડા ...........
સ્નેહ વિના સન્માન નકામા
સ્નેહ વિના સન્માન નકામા
ધ્યેય વીના ધ્યાન નકામા,કંઠવિના ગાન નકામા ,
પ્રેમ વિના પાન નકામા જેમ દયા વિન દાન નકામા............
સ્નેહ વિના સન્માન નકામા
વાસ વીના ફૂલ નકામા , પારખ વિના મૂલ નકામા ,
બોલ વિના બુલબુલ નકામા , સુમ તણા ગુણગાન નકામા, ................
સ્નેહ વિના સન્માન નકામા
આમ્ર ફળો રસ વિના નકામા , મિત્ર છતા ગુણ હિન નકામા ,
નર વનિતા આધિન નકામા , સ્વાદ વિના પકવાન નકામા .............
સ્નેહ વિના સન્માન નકામા
ગુણ વિના રુપ નકામા, નીર વિના ના કુપ નકામા ,
શૌર્ય વિના ભૂપ નકામા ભાગ્ય વિના મતિમાની નકામા..............
સ્નેહ વિના સન્માન નકામા
પ્રાણ વિના ના દેહ નકામા , દેહ વિના ના ગેહ નકામા ,
ટેક વિના ના સ્નેહ નકામા , સ્નેહ વિના સન્માન નકામા...............
સ્નેહ વિના સન્માન નકામા
ગઝલ ભૈરવી, તાલ
હું બસરી બની છું.મમ શ્યામ તું બની જા;
હું બસરી બની છું.મમ શ્યામ તું બની જા;
મારા મધુર સ્વરનું;રસધામ તું બની જા
તારી જીવન۔ વિભૂતિ,થઇને અધરને ચૂમું;
પણ કૂષ્ણ જેમ પ્રેમી!નિષ્કામ તુ બની જા
મારા સ્વરો મિલાવી,તારી કળા ગજાવું;
તુજ બંસરી હ્રદયનું,પ્રિય નામ તું બની જા!
તુજ કાજ મેં હ્રદયમાં , ઘાવો સહન કયાૅ છે;
જાદુગરા! જીવન નો, આ રામ તું બની જા!
જન્મોજનમ બની છુ, તુજ પ્રેમની પુૅજારી;
ભવ તારનાર મારો, ભગવાન તું બની જા!
પધારો દેવ વસે તે દેશ ! સુણવા સન્તો ના સંદેશ
પધારો દેવ વસે તે દેશ ! સુણવા સન્તો ના સંદેશ
જીવનમાં આચરવા આદેશ ! ..... પધારો..............
હ્રદય છે પ્રેમ પુષ્પ નો બાગ , રેલજો સહુ પર પ્રેમ પરાગ ,
ભુલી જઇ ભિન્ન ભાવ આવેશ ! ......
પધારો .........
ઉઘાડા પ્રભુ કેરા દ્વાર, આવવા છે સહુ ને અધિકાર
સાધવા મંગલમય ઉદેશ ! ............
પધારો
મને વ્હાલ ભરેલો વીર મળ્યો !
મને વ્હાલ ભરેલો વીર મળ્યો !
મળી ભાવ ભરેલી ભાભલડી !
પણ દીકરીના દુઃખ પારખતી. મરશો નહિ કોઈ ની માવલડી !
મારે ઉંબર, ડુંગર છે વટવા, આજ કોણ લૂછે મારી આંખલડી ?
ડગલે પગલે મને સાંભરતી , મરશો નહિ કોઈ ની માવલડી !
પાયા દેહ નીચોવી ને દુધડીયા , અળગા ન કર્યા જેણે એક ઘડી ,
ભલે તાત ને વીર સો વર્ષ જીવે , મરશો નહિ કોઈ ની માવલડી !
આરતી સુણતાં આનંદ સુખ હોઈ મુનીવર ના મનડા મોઈ
આરતી સુણતાં આનંદ સુખ હોઈ મુનીવર ના મનડા મોઈ
ગગન ગરજે આરતી
ઓહંગકાર ની આરતી માઈ રણુકાર નો રાગ
સુગર હોઈ તે સાંભળે રે;એમાં નહી નુગરા નો લાગ
ગગન ગરજે આરતી
ભણકારા બ્રહ્માંડ માં ઘટ ઘટ ઘુરે નાદ
વસ્તુ ગતી વિચારતા રે મારા મટી ગયા વાદ વિવાદ
ગગન ગરજે આરતી
ખબર વિના ખોળે ઘણા,મળે નહી એનો મરમ
દિલ હીણા દોટુ દિયે રે એનો કેમ ભાંગે ભરમ
ગગન ગરજે આરતી
સીખે કોઈ સાંભળે ,સરસે તેના કામ
આત્મ બુદ્ધિ ઉપજે રે ગાવે પ્રેમ ચરણ વિશ્રામ
ગગન ગરજે આરતી
ઊઠત રણુંકાર અપરંપારા…
ઊઠત રણુંકાર અપરંપારા…
અખંડ આરતિ બાજે ઝણુંકારા…
આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…
ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…
સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…
સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…
કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…
મે'ણા ન કોઈને મારો મનવા, મે'ણા ન કોઈને મારો મનવા રે,
મે'ણા ન કોઈને મારો મનવા, મે'ણા ન કોઈને મારો મનવા રે,
વીરા તમે વાણી વદતાં, બોલતા બોલ વિચારો... મનવા...
સતી પાર્વતી પાણી ભરે ત્યાં, સાગરે શબ્દ ઉચ્ચાર્યા,
ચૌદ ભુવનના નાથની નારીને, મળ્યો ન જળ ભરનારો... મનવા...
ગાગર ભરીને ગૌરી ચાલ્યા, અંગમાં લાગ્યો અંગારો,
મહાસાગરે મને મે'ણું માર્યું, એનું ગુમાન ઉતારો... મનવા...
સુણી વચન ને શંકર બોલ્યા, ધીરજ મનમાં ધારો,
સાગર કિનારે આસન વાળી, જાપ જપે જટાવાળા... મનવા...
ત્રણ દિવસ શિવજીએ તપ જ કર્યું, બળવા લાગ્યો કિનારો,
કર જોડીને સાગર વિનવે, ક્ષમા કરો ને દોષ મારો... મનવા...
બ્રહ્મા વિષ્ણુ કહે સાગરને, હાથે કરી શું કામ હાર્યો?
ચૌદ રત્ન એના લૂંટી લીધાને, સાગરને કીધો ખારો... મનવા...
ગુરુપ્રતાપે ભણે પુરૂષોત્તમ, બોલતાં બોલ વિચારો,
સિંધુ પુરી મને શરણે રાખો, ભવસાગરથી તારો... મનવા...
જિંદગીમાં કેટલું કમાણા, હા રે જરા સરવાળો માંડજો.
જિંદગીમાં કેટલું કમાણા, હા રે જરા સરવાળો માંડજો.
સમજુ સજ્જન અને શાણા,હા રે જરા સરવાળો માંડજો.
મોટર વસાવી તમે બંગલા બંધાવ્યા,
ખુબ કર્યાં એકઠાં નાણા,હા રે જરા સરવાળો માંડજો…
ઉગ્યાથી આથમે ત્યાં ધંધાની ઝંખના,
થાપ્યા છે આમ તેમ પાણા ,હા રે જરા સરવાળો માંડજો…
ખાધું પીધું ને તમે ખુબ મોજમાણી,
તૃષ્ણા ના પુરમાં તણાણા,હા રે જરા સરવાળો માંડજો…
લાવ્યા’તા કેટલું ને લઇ જશો કેટલું,
આખર તો લાકડાં ને છાણા,હા રે જરા સરવાળો માંડજો….
ગોવિંદ ના નાથને જાણ્યા છે જેમણે,
સરવાળે મીંડા મંડાણા,હા રે જરા સરવાળો માંડજો….
શ્રી રામજીની મૂર્તિ મારા મનમાં વસી રે,મારા મનમાં વસી રે,
શ્રી રામજીની મૂર્તિ મારા મનમાં વસી રે,મારા મનમાં વસી રે,
આંખડી મળી ને માટી આંખ હસી રે..મારા મનમાં વસી રે..
હાથે ધનુષ અને ખભે છે કામઠા,
ભેટ બાંધીને એણે કેડે કસી રે,…મારા મનમાં વસી રે..
નયનો વિશાળ એના બાહુ વિશાલ છે,
છાતી વિશાળ એની દરિયા સમી રે…મારા મનમાં વસી રે…
મુગટ મનોહર ને કાને છે કુંડળ,
ભાલે તિલક જાણે દિવ્ય શશી રે..મારા મનમાં વસી રે..
અંગે છે શ્યામ એ તો પુરણ કામ છે,
‘પુનીત’ વારી જાય હસી હસી રે…મારા મનમાં વસી રે…
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી…
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚
ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !
આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚
વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚
રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી
ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚
મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…
ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…
(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚
કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ
(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)
કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚
જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ
ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ
પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર
કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚
ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;
વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚
બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚
અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;
વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚
શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર
મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર
પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે
રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
હું તો કાગળિયાં લખી લખી થાકી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય
મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું
સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….
ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …
લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…
રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…
માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી
મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક
ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી01
કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી02
જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી03
બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી04
’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી05
દુહા
રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–
જીય મરદ કસુંબલ રંગ ચડે
ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.
જીય મરદ કસુંબલ રંગ ચડે
ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
રણશીંગા વાગે, ધરતી ગાજે, સુતા જાગે , કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.
જીય મરદ કસુંબલ રંગ ચડે….
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી
રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ
સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીનાં પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો રે, તમે સુભદ્રાબાઈના વીર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ચાર જણા તીરથવાસી ને, વળી રૂપિયા સો સાત,
વહેલા પધારજો દ્વારિકા રે, એને ગોમતી નાહ્યાની ખાંત રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટો બેટી વળાવિયાં રે, મેં તો વળાવી ઘર કેરી નાર રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝપખાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની માંહ્ય,
આ શહેરમાં એવું કોણ છે રે, જેનું શામળશા એવું નામ
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
નથી બ્રાહ્મણ નથી વાણિયો, નથી ચારણ નથી ભાટ,
લોક કરે ઠેકડી, નથી શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
તીરથવાસી સૌ ચાલીયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો રે, મારું શામળશા શેઠ એવું નામ રે
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા રે, મારું શામળશા એવું નામ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
હુંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો, મુજ વાણોતર સરખાં કાજ રે;
શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી,
સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી,
ઈ બેઈને રે બાયું એવી એવી ટેકું,
કે સાધુ સંતોને જમાડીને જમવું
પણ એક દિને સમે સાધુ નો મળ્યાં રે.
તેથી નોં મળિયા સાધુ’ને રિયાં અપવાસી,
હૈડે હામું રે હરિનાં નામની રે…
પછી તો
સાત સાત દિ’નાં રે અપવાસ બેઈને થિયાં
આઠમે દિ’એ રે મેઘ મંડાઈ ગિયાં રે..
માથે સૂંડલો ને બેઈ હાલી રે નિસરીયાં
ભારથ ભોમકામાં આંતો મારીયો રે..
એવામાં જમનાને તીરે તપસી કરે બેઠો તપશા
ઝટ જઈ તપસીને પાયે પડ્યાં રે..
અને હોંશેહોંશે માગો રે મા’રાજ ! તમીં માગો રે સાધુડ્યો !
તમુંને જમાડી અમીં જમશું રે..
પણ સાધુ તો :
અમારે જોશે રે સવાશેર પરમાટી
આવડો તખેવાડો તમીં નઈં જાળવો રે..
આવી રે તરખડ્ય તમથી શે થાશે રે ?
તરત જ
સુણતાંકને સગાળશા તો કસાઈવાડે આવ્યાં
સવાશેર પરમાટી તોળાવી લાવીયાં રે
પછી અરજ કરે છે
જમો રે મા’રાજ ! તમીં આરોગો બ્રહ્મચારી
તમને જમાડ્યાં કેડ્યે જમ..શું રે
ત્યાં તો સાધુ
પર તણી માટી અમીં નંઈ રે જમીઈં
માટી જોઈં મારે ચેલૈયા તણી રે..
તેથી
ભણતલ ચેલૈયાને ભાઈબંધે ચિન્તવ્યો
ભાગ્ય રે ચેલૈયા માવતર મારશે રે.
તો ચેલૈયો
હું રે ભાગું તો લાગે બ્રહ્મહત્યા મુજને
પ્રથ્મિ નઈં ખમે મારાં ભારને રે..
તો અણીકોર્યથી
સીધા રે સગાળશા જઈ નિશાળે રે પૂગ્યા
ચેલૈયો તેડીને પાછાં વળ્યાં રે..
ત્યાં તો સાધું
માથું રે મોળો ને મેલો રે શીંકે
પણ શરત કે
નેણલે નીર ઊભરાવા નોં દેવા રે..
અરરર પછી તો
બેઈએ થઈને ચેલૈયો ખાંડણીએ ખાંડ્યો
ને નેણલિયે નીર વે’વા નોં દીધાં રે..
– લોકગીત
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોંતર્યાં,
એ..ઍ કીડીને આપ્યાં સનમાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મોરલે બાંધ્યો રુડો માંડવો રે,
ખજૂરો પીરસે ખારેક,ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.
એ…એ કે પોપટ પીરસે પકવાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,
મંકોડો કેડેથી પાતળો,
એ… ગોળ ઉપડ્યો ન જાય,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોતરવા કામ,
હામા મળ્યા બે કૂતરા,
એ..ઍ બિલાડીનાં કરીયા બે કામ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘ્રરા રે, કાચીંડે બાંધી કરતાલ,
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા.
એ…ઍ ગધેડુ ભૂંકે શરણાઈ
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે,
ઍ…એ મને કપડા પહેરાવ.
જાવું છે કીડીબાઈની જાનમાં
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,
આજે તો જાન વધાવવી
એ…ઍ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.
ભોજા ભગતની વિનતી,
એ..ઍ સમજો ચતુર સુજાણ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
તારી એક એક પળ જાય સવા લાખની,
તારી એક એક પળ જાય સવા લાખની,
તું તો માળા રે જપી લે મારા રામની,
સાથે આવ્યો શું લઈ જશો? આવ્યો તેવા ખાલી જશો;
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી... તું તો માળા...
જૂઠા જગના જૂઠા ખેલ, મનવા ! મારું તારું મેલ,
તું તો છોડી દે ચિંતા આખા ગામની... તું તો માળા...
રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની... તું તો માળા...
ભક્તિ ખાંડા કેરી ધાર, ઊંઘણશિનું નહિ કામ;
હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી,
નંદુ ચેતીને તું ચાલ યમ તણા મારથી... તું તો માળા...
एक राधा एक मीरा,
एक राधा एक मीरा,
दोनों ने श्याम को चाहा,
अन्तर क्या दोनों की चाह में बोलो,
एक प्रेम दीवानी, एक दरस दीवानी।
राधा ने मधुबन में ढूंढा,
मीरा ने मन में पाया,
राधा जिसे खो बैठी वो गोविन्द
मीरा हाथ बिकाया,
एक मुरली एक पायल
एक पगली एक घायल
अन्तर क्या दोनों की प्रीत में बोलो,
एक सूरत लुभानी, एक मूरत लुभानी।
मीरा के प्रभु गिरिधर नागर,
राधा के मनमोहन,
राधा नित शृंगार करे,
और मीरा बन गई जोगन,
एक रानी एक दासी
दोनों हरि प्रेम की प्यासी,
अन्तर क्या दोनों की तृप्ति में बोलो,
एक जीत न मानी, एक हार न मानी
झीनी झीनी बीनी चदरिया
झीनी झीनी बीनी चदरिया
झीनी झीनी बीनी चदरिया॥ टेक॥
काहे कै ताना काहे कै भरनी
कौन तार से बीनी चदरिया॥ १॥
इडा पिङ्गला ताना भरनी
सुखमन तार से बीनी चदरिया॥ २॥
आठ कँवल दल चरखा डोलै
पाँच तत्त्व गुन तीनी चदरिया॥ ३॥
साँ को सियत मास दस लागे
ठोंक ठोंक कै बीनी चदरिया॥ ४॥
सो चादर सुर नर मुनि ओढी
ओढि कै मैली कीनी चदरिया॥ ५॥
दास कबीर जतन करि ओढी
ज्यों कीं त्यों धर दीनी चदरिया॥ ६॥
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो तू सोवत है
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो तू सोवत है
जो जागत है सो पावत है, जो सोवत है वो खोवत है
खोल नींद से अँखियाँ जरा और अपने प्रभु से ध्यान लगा
यह प्रीति करन की रीती नहीं प्रभु जागत है तू सोवत है.... उठ ...
जो कल करना है आज करले जो आज करना है अब करले
जब चिडियों ने खेत चुग लिया फिर पछताये क्या होवत है... उठ ...
नादान भुगत करनी अपनी ऐ पापी पाप में चैन कहाँ
जब पाप की गठरी शीश धरी फिर शीश पकड़ क्यों रोवत है... उठ ....
સદ્દગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
સદ્દગુરુ સાહેબ સઈ કર્યા જેણે પ્રેમ જ્યોતિ પરકાશી રે,
અખંડ જાપ આયો આતમ રો , કટી કાલકી ફાંસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગગન ગરજીયા શ્રવણે સુણીયા મેઘ જ બારે માસી રે,
ચમક દામની ચમકન લાગી દેખ્યા એક ઉદાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ તણા ઘડીયારા વાગે દ્વૈત ગયા દળ નાસી રે,
ઝીલપણામાં ઝાલર વાગી ઉદય ભયા અવીનાશી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
મહી વલોયા માખન પાયા ધૂત તણી ગમ આસી રે,
ચાર સખી મીલ ભયા વલોણા અમર લોકકા વાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
સપ્ત દીપ ને સાયર નાહીં , નહીં ધરણી આકાશી રે ,
એક નિરંતર આતમ બોલે , સો વિધ વીરલા પાસી..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
ગેબ નિરંતર ગુરુ મુખ બોલ્યા , દેખ્યા શ્યામ સુવાસી રે,
સ્વપ્ને ગયા ને સાહેબ પાયા, ભાણ ભયા સમાસી ..
મેરે સતગુરુ , પ્રેમ જ્યોતિ પરકાશી રે….૦
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..
કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના..
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚
હીરલો છે રે ધરતીની માં ય
‚ હીરલો છે રે ધરતીની માં ય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚
મોતીડાં છે રે છીપની માંય
‚ મોતીડાં છે રે છીપની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે
મૃગલાની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી મેના ને મેકરણ બેઉ એક છેરે
એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ
જાણો‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
श्याम विना व्रज सुनु लागे , ओधा हमको न भावे रे
श्याम विना व्रज सुनु लागे , ओधा हमको न भावे रे
श्याम विना व्रज सुनु लागे !
विकट दिशे यमुना किनारो , वहमो लागे वनरावन हारो
अति तलखे जीव हमारो , मोहन कौन मिलावे रे
श्याम विना व्रज सुनु लागे !
चित्त हमारो गयो चूरा के , मोहन मीठी मीठी बैन बजा के
पहले हम से प्रीत लगा के , रजळती मेली मने मावे रे
श्याम विना व्रज सुनु लागे !
हाल हमारा श्री कृष्ण को किजीये , यादवराय को संदेशो दिजीये
मुज रंक पर रिस न किजीये , करुणा सिंधु कहावे रे
श्याम विना व्रज सुनु लागे !
रोवन लागी व्रज की नारी , शकल जगत के काज विसारी
" ठरायो चारण " कहे प्रभु चरण बलिहारी , दिल मे ध्यान लगावे रे
श्याम विना व्रज सुनु लागे !
કહુ છુ પ્રેમિ ઓ ભોળા મજા છે દુર રહેવા મા
કહુ છુ પ્રેમિ ઓ ભોળા મજા છે દુર રહેવા મા
સમીપે સન્તાપોજાજા મજા છે દુર રહેવા મા
ઊગે આકાશે ભાનુ. કમળનુ મુખડુ મલકે
રવિ ને સ્પર્શ વા કરતા મજા છે દુર રહેવા મા
બજે જયા બિન મીઠૂ ત્યાં ન હરણી આવજે પાસે
વિંધાવુ બાણથી પડશે મજા છે દુર રહેવા મા
ચકોરી દુર થી નાચે ન ઊડી ચદ્ર નેભેટે
કલંકો દેખવા કરતા મજા છે દુર રહેવા મા
પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવુ
દિપક મા દાઝવા કરતા મજા છે દુર રહેવા મા
તજી ને ગોપી ઓ ઘેલી વસ્યા શ્રી કુષ્ણ દ્વારકા
પ્રભુએ પણ પીછાણ્યુ કે મજા છે દુર રહેવા મા
કહુ છુ પ્રેમી ઓ ભોળા મજા છે દુર રહેવા મા
{ ભક્ત કવી શ્રી ત્રાપજકર જી }
"પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગન હું બની જાઉં ,
"પ્રેમી જોગીડા જોળી લઈ લે જોગન હું બની જાઉં ,
મારે સામે કિનારે જાવું
રામ બને તો શબરી થઈ ને એઠાં બોર ધરાવું .....મારે સામે કિનારે જાવું .
તનનો હું તબુર બનાવું નેહ નખલીએ ધૂન ગજાવું
રોમ રોમ રણકાર ઊઠે ત્યાં અલખ નિરંજન ગાવું .......મારે સામે કિનારે જાવું
જન્મારો મેં એળે ખોયો આ દુનિયા માં સાર ના જોયો
કૃષ્ણ ભરોસે ઝેર પીનારી મીરા હું બની જાઉં
મારે સામે કિનારે જાવું પ્રેમી જોગીડા ...........
નહિ છોડે રે ઉપલી કોરટ રામની,
નહિ છોડે રે ઉપલી કોરટ રામની,
અને ભલે ને છોડે દુનિયાનો દરબાર જો… નહિ છોડે..
લેખાં રે લેવાશે પલ પલ વારનાં,
અને શું રે કીધાં તે પુણ્ય અને પાપ જો… નહિ છોડે..
અરે ડીગ્રીઓ વાળા સૌ સંભાળજો,
અને નથી રે ત્યાં તો પોપાંબાઈનું રાજ જો …નહિ છોડે..
પરવશ થઈને પડશો ઉદરની જેલમાં ,
અને સનમુખ આવે સાચો સીતા રામ જો.. નહિ છોડે..
મોહિની સખી કહે સૌ સંભાળજો,
અને બહાર ને ભીતર દોરી એને હાથ જો….. નહિ છોડે..
મારી નાડ તમારે હાથ
મારી નાડ તમારે હાથ
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે !
મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે !
પથ્યાપથ્ય નથી સમજાતું,
દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું નાથ નિહાળજો રે !
અનાદિ આપ વૈદ્ય છો સાચા,
કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છો ટાંચા વેળા વાળજો રે !
વિશ્વેશ્વર શું હજી વિચારો,
બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે !
કેશવ હરિ મારું શું થાશે ?
ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે !
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે !
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ
નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ
પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી … સુખદુઃખ
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી … સુખદુઃખ
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી … સુખદુઃખ
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી … સુખદુઃખ
શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી … સુખદુઃખ
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે … સુખદુઃખ
સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી … સુખદુઃખ
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ર્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટી તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્ર થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝોલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે
દલ દરિયામેં ડૂબકી દેણા,
દલ દરિયામેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી એ જી જી
ખારા સમદર મેં છીપ બસત હે,
ભાત ભાતરાં મોતી એ જી,
એ મોતી કોઇ મરજીવા માણે,
નહિ પુસ્તક, નહિ પોથી રે.—દલ.
મુખા કમળ પર મરઘા કમળ હે,
તા પર ગંગા હોતી એ જી,
તન કર સાબુ, મન કર પાણી,
ધોઇ લેણા હરદારી ધોતી રે.—દલ.
રણુંકાર મેં ઝણુંકાર હે,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી,
એ જ્યોતિ અભેપદ હોતી,
વહાં હે એક મોતી રે.—દલ.
નવ દુવારા, દસમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઇ સતગુરુ ખોલે,
કૂંચી ઉનરા ઘરકી રે.—દલ.
ડાબી ઇંગલા,જમણી પિંગલા,
નુરત સુરત કર જોતી,
દેવ ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી.–
દલ દરિયામેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી.
પ્રભુની દયા કેવી અપરંપાર છે.
પ્રભુની દયા કેવી અપરંપાર છે.
વિના પીધે અહી નશો ચઢી જાય છે.
ભક્તિરસ ના અમલ માં,
આયખું વહેતું જાય છે.
ગમ વગર આ જિંદગી લિજ્જત આપી જાય છે.
પ્રસાદ માત્ર નહિ,બત્રીસ ભોજન થાળ મળી જાય છે.
હવે તો અમલ ઝાઝો થાય,અને ઢળી પડાય,
તેની રાહ જોવાય છે.
આપણે ભરોસે આપણે હાલીએ.
આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનત ના હાથ ને ઝીલીએ હો ભેરુ ............આપણે ભરોસે
ખુદ નો ભરોસો નથી ખુદા નો ભરોસો નકામો.
છોને એકતારો ગાઈ ગાઈ ને કહે તારે ભરોસે રામ.
એતો ખોટું રે ખોટું પિછાનીએ ઓ ભેરૂ ..................આપણે ભરોસે
બાહુ માં બળ ભરી હૈયા માં હામ ભરી.
સાગર માં જયારે ઝુકાવીએ.
આપણા વહાણના શઢ ને સુકાનને આપણેજ હાથ સંભાળીએ.........આપણે ભરોસે.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે.
કોણ લઇ જાય સામે પાર.
એનો કરવૈયો કોઈ બહાર નથી આપણે જ આપ ને પિછાનીએ ઓ ભેરૂ .........આપણેભરોસે .
નહી મીલતી હૈ કોઈ બાત વેદન મે વેદ કહે સબ ભેદ હી હૈ......નહી
નહી મીલતી હૈ કોઈ બાત વેદન મે વેદ કહે સબ ભેદ હી હૈ......નહી
ગુપ્ત જ્ઞાન જયા ગતિ ન પહોચે વાણી કી ફીર કયા ગુંજાયત હૈ
નેતી નેતી વેદ પુકારે વેદ કી એઅજબ નિશાની હૈ................નહી મીલતી
જો જાને વોહી પહચાને બાત કહી નહી જાવત હૈ
ગુંગા ગોળ કા સ્વાદ કહે કયા સમજ સમજ મુસ્કાવત હૈ................નહી મીલતી
ગુરુગમ ભેદ અગમ હૈ ગહેરા ઐસે સમજ નહી આવત હૈ
બીના ચરણ સદગુરુ કે ભેદ કભી નહી પાવત હૈ..............નહી મીલતી
લાલ કહે લે જ્ઞાન ગુરુ સે ભીતર ભેદ બતાવત હૈ
અનહદ દોર પકડકર સહજ મે શુન શીખર ચડ જાવત હૈ.............નહી મીલતી
જેને દીઠે નેણલાં ઠરે
જેને દીઠે નેણલાં ઠરે
બાયું ! અમને એડા એડા સંત મળે.
ઉદરમાંથી એક બુંદ પડે ને,
……… ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે,
……… અમર લોકને વરે… બાયું,
ચાલતા નર ધરતી ન દુવે,
……… પાપ થકી બહુ ડરે;
શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા,
પૂછીપૂછીને પાઉં ધરે….બાયું,
ત્રિગુણ પૂતળી રમે સૂનમાં
……… અનઘડ ઘાટ જ ઘડે;
ગુરુજીના શબ્દો એવા છે, ભાઈ,
……… ખોજે તેને ખબરું પડે…. બાયું,
કાયાવાડીનો એક ભમરલો
……… સંધ્યાએ ઓથ ધરે;
આ રે સંસારમાં સંત સુહાગી
……… બેઠા બેઠા ભજન કરે…. બાયું.
વર્ષાઋતુનો એક હિમ-પોપટો,
……… નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં
……… સ્વાતિનાં બિંદુ ઠરે,
બાયું અમને એડા એડા સંત મળે.
મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં,
મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં,
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં,
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં,
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં,
મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં,
કહે કબીર સુનો ભાઈ સાધો, સબ સાંસો કી સાંસ મેં.
મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં,
ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં,
ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો, મૈં તિ હૂં વિશ્વાસ મેં.
સંત કબીર.
जिसे कुछ भी समझने में या गैरसमझ हुई हो तो वह हमसे संपर्क कर सकता है!
जय गुरुदेव Jay Gurudev જાય ગુરુ દેવ
नागेश शर्मा Nagesh Sharma નાગેશ શર્મા
दीपक बापू Deepak Bapu દિપક બાપુ
Nagesh Best articles
guru
Pratham
Pashu ki paniya bane
Chauryaashi ka fera
84 ka fera
Yoni-manav yoni
Yatra Tatra Sarvatra
EK SHURUVAAT
Prachand urja ke do pravahini kundali me
Maanva mastishk kaisa hai
Thodi Si Gyaan Ki Baate Bhaag 1
Thodi Si Gyaan Ki Baate Bhaag 2
Thodi Si Gyaan Ki Baate Bhaag 3
Kuch mulbhut tatvo ki jaankari
Brahm ki khoj
Manav Swabhaav Parivartan
SAWAL PRASHNA QUESTION
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
Please inform direct to admin if things are not proper